SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ તા.૮-૯-૩૪ શ્રી સિદ્ધચક્ર ભગવાનને આહાર અને શરીર બંને જુદી જાતનાં એટલે નોકર્મ આહાર અને પરમ ઔદારિક શરીર માનીને દિગંબરોએ પણ આહારજન્ય જ શરીરનું પોષણ માનેલું છે) ૧૧૧૧ શાસ્ત્રરીતિએ ઓજ, લોમ અને પ્રક્ષેપ (કવલ) એવી રીતે ત્રણ પ્રકારના આહારો અનુક્રમે ઉત્પત્તિ સમયે, અપર્યાપ્તપણા વિગેરેમાં અને જન્મ પામેલાને માનેલા છે. (દિગંબરોને આહારના ઘણા ભેદો માત્ર કેવળીને થતો આહાર ઉઠાવવા માટે જ માનવા પડયા છે.) . ૧૧૧૨ દરેક પ્રકારના આહારો ઉપયોગપૂર્વક અને રાગદ્વેષની પરિણતિથી જ થયેલા હોય છે એવો | નિયમ નથી, અને તેથી જ અપર્યાપ્ત અવસ્થા વિગેરેમાં પણ આહારની હૈયાતી માનવામાં આવેલી છે. ૧૧૧૩ ગર્ભમાં રહેલા પર્યાપ્ત જીવના શરીરનું પોષણ પણ માતાએ કરેલા કવલાહારના આધારે જ છે એ હકીકત શાસ્ત્રસિદ્ધ છે માતાની રસનાડીની સાથેજ પુત્રની રસનાડી હોય છે અને તેથી જ માતાના કવલાહારના રસથી પુત્રના શરીરનું પોષણ થાય છે. (કેવળીની નાડી કોઇની પણ સાથે જોડાયેલી નથી કે જેથી તેઓશ્રીનું શરીર કવલાહાર વગર પોષણ પામે.) ૧૧૧૪ આ જીવે શરીરને બાંધવાનો વિચાર કર્યો જ ન હતો, પણ તૈજસના બળે જે આહાર ગ્રહણ થયો અને તેમાંથી જે રસ જામ્યો તે જ રસ આ જીવને શરીરપણે વળગ્યો, અર્થાત્ તૈજસને લીધે આહાર અને આહારને લીધે શરીર જીવ સાથે વગર ઇચ્છાએ પણ જોડાયું અને પછી તે શરીર ઉપર રાગ થવાથી તેના પોષણ અને રક્ષણ વિગેરે તરફ આ જીવ દોરાયો. ૧૧૧૫ આ શરીરમાં જીવ આશ્રિત થયો તેથી જ સંસારની અનેક ઉપાધિને અનુભવવાની જરૂર પડી. ૧૧૧૬ શરીરને આધારે નહિ રહેલા જીવોને અરૂપી અને અનાશ્રિત એવા આકાશની પેઠે કોઈપણ જાતનું કોઇપણ પ્રકારે દુઃખ વેઠવું પડતું નથી. ૧૧૧૭ એકલા અગ્નિને કોઇપણ મનુષ્ય ઘાણથી કૂટતો નથી, પણ જ્યારે તે અગ્નિ લોઢામાં આશ્રિત થાય છે ત્યારે જ તેને લુહારો વિગેરે લોઢાની સાથે કૂટે છે એવી રીતે નિરાશ્રિત જીવને કોઈપણ પ્રકારની બાધા હોતી નથી પણ શરીરમાં આશ્રય કરનારા જીવને જ અનેક પ્રકારની બાધાઓ હોય છે. ૧૧૧૮ તત્વદૃષ્ટિથી જોતાં માલમ પડશે કે દુઃખ એ કેવળ પુગલના સંયોગથી જ થયેલું છે, અને સુખ પુલ સંયોગથી જે થાય છે તે માત્ર આરોપી જ છે પણ આત્માના સ્વભાવથી થતું જે સુખ જેનો અનુભવ સર્વકર્મ રહિત એવા પરમાત્માઓ જ કરી શકે છે, તે આરોપ વિનાનું અને વાસ્તવિક સુખ છે, અને તેથી તેવું સુખ તે જ આત્માનો વાસ્તવિક સ્વભાવ છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy