________________
તા. ૮-૯-૩૪.
૫૪૯
શ્રી સિદ્ધચક્ર
(ટાઈટલ પા. ૪નું અનુસંધાન) તેમાં કંઈપણ આશ્ચર્ય નથી, અને અનાદિકાળથી અનેક આવરણોથી વિંટાઈ ગયેલા અને પોતાના સમ્યગુદર્શનાદિ આત્મસ્વભાવરૂપ ગુણોને નહિ જોનારા આત્માઓને વાસ્તવિક સાચો ઉપકાર જો કોઇપણ કરી શકતા હોય તો ફક્ત તે સિદ્ધિદશામાં રહેલા આત્માનું
સ્વરૂપ સ્વયં દિવ્યજ્ઞાનથી જાણી પોતે તેના કારણનો આદર કરી, પોતાને પ્રગટ થયેલા દિવ્યજ્ઞાનને દૃષ્ટાંતરૂપે ધરીને જેઓ ભવ્ય જીવોને તે રસ્તે ચાલવા માટે આદ્ય ઉપદેશ કરનાર હોય છે તેઓ તીર્થકર તરીકે ભવ્ય જીવોને માનવા લાયક ગણાય છે, અને તેવા તીર્થકર મહારાજાના ઉપદેશને ક્ષેત્રાંતરે અને કાલાંતરે પ્રસારવા માટે જેઓ રિપોર્ટરની માફક ભગવાન તીર્થકરના ઉપદેશને સૂત્રરૂપે ગુંથી પ્રવર્તાવે છે અને તે જ સૂત્રોને શ્રી ગણધર ભગવાનની રચનાની માફક જાળવીને હરેક ભવ્ય જીવોને ક્ષેત્રાંતરે અને કાલાંતરે વિતર્ણ કરે છે તેઓ ગુરુ તરીકે મનાય છે તેમજ જેઓ તે ઉપદેશને આચરવામાં ભવ્ય જીવોને મદદ કરનાર હોઇ પોતે પણ તે જ ઉપદેશનો યથાર્થ સંપૂર્ણપણે શક્તિ પ્રમાણે અમલ કરે છે એવા સાધુઓ પણ શ્રીગણધરાઆદિ મહાપુરુષોની માફક આરાધ્યતમ હોઈ ગુરૂત્વમાં ગણાય છે. ગુણ કરતાં ગુણીની અધિકતા કેમ?
કદાચ શંકા કરવામાં આવે કે હીરા અને કાંકરાનો વિભાગ બતાવનાર દીપક, સૂર્ય કે ચંદ્ર વિગેરેની કિંમત જગતનો હરકોઈ પણ જીવ સાધન પૂરતી જ કરે છે, પરંતુ તે દીપકાદિની કિંમત હીરા જેવી ગણતો નથી, તો પછી વધારે કિંમત તો ગણે જ શાનો? અને જો વધારે કિંમત ગણવામાં આવતી નથી તો તે દીપકાદિને હીરા આદિની માફક અત્યંત ગ્રાહ્ય ગણતા નથી, તેમ અહીં પણ સદાકાળને માટે આવરણ રહિત એવા આત્માના સમ્યગુદર્શનાદિ પ્રગટ થાય અને તેનું સ્વરૂપ તથા તેના ઉપાયો બતાવે એટલા માત્રથી શ્રીજિનેશ્વરદેવની કે ગણધરાદિક ગુરુની સાધન પૂરતી કિંમત નહિ ગણતાં, સમ્યગુદર્શનાદિ ગુણો જેટલી તો શું પણ તેનાથી કંઈ દરજ્જ અધિકપણે તેઓની આરાધ્યતા ગણવામાં આવે છે અને તે હિસાબને જ અનુસરીને દરેક જૈનોને ગુરુમંત્ર તરીકે અપાતા, સર્વપાપને નાશ કરનાર અને આઘમંગલરૂપ મનાયેલા પંચનમસ્કારરૂપ પરમ મંગળમાં તે આદ્ય અને ઇતર ઉપદેશક શ્રીઅરિહંત દેવાદિ અને આચાર્યાદિ ગુરુનું સ્મરણ, ભજન વિગેરે કરાય છે, અને તે પંચપરમેષ્ઠી નમસ્કારરૂપ મંત્રમાં સમ્યગુદર્શનાદિરૂપી આત્મગુણોનું તો સ્મરણ કે નામનિશાન પણ નથી. એ બધી હકીકત જોતાં જૈનદર્શન એ ગુણપૂજામાંથી ખસીને માત્ર ગુણીપૂજા એટલે વ્યક્તિપૂજામાં ઉતરી ગયું છે એમ કેમ ન માનવું ? ઉપર જણાવેલી શંકાના સમાધાનમાં સમજવાનું કે ઝવેરાતની કિંમત કરતાં ઝવેરીની કિંમત ઓછી ગણનારો મનુષ્ય ખરેખર