________________
તા. ૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક
360
અમોઘદેશના
આગમોહ્યા
દેશનાકાર)
word ન્દિી
નાથજી
દdE..
of sel
સદણs.
દેવ, ગુરુ અને ધર્મ.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્રસૂરિજી ભવ્ય જીવોના ઉપકાર માટે “અષ્ટકજીપ્રકરણ” કરતાં થકા જણાવી ગયા કે-આ જીવ અનાદિકાળથી સંસારરૂપ મહાન અટવીમાં રખડયા કરે છે. એ મહા ભયંકર સંસાર અટવીના ભ્રમણમાંથી બચવા માટે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રિપુટીની સાધના એજ સર્વોત્તમ ઉપાય છે. દેવને આલંબનરૂપ માનવા, ધર્મમાં પ્રવર્તતા અને ધર્મમાર્ગનું દર્શન કરાવતા ગુરુને પણ આલંબનરૂપ માનવા અને ધર્મને મુખ્ય સાધનરૂપ માનવો. જ્યાં સુધી આવા પ્રકારની દૃષ્ટિપૂર્વક એ પરમ પવિત્ર ત્રિપુટીની આરાધના કરવામાં ન આવે ત્યાં લગી દેવાદિને સામાન્ય રીતે બાહ્ય રીતે-માનનારો હોવા છતાં વાસ્તવિક રીતે એનો માનનારો નથી થઈ શકતો. સોનાને સોનું માને અને પિત્તળને પિત્તળ માને, પિત્તળના પીળા ચળકાટથી અંજાઇને સોનું માનવાની ભૂલ ન કરે એટલેકે શુદ્ધ દેવાદિને શુદ્ધ-સાચા-તરીકે માને અને કુદેવાદિકને કુદેવસ્વરૂપે ઓળખે એનું નામ સાચી દૃષ્ટિવાળો કે સમકિતિ. સાચાને સાચું માનવું અને ખોટાને ખોટું માનવું અને આ પ્રમાણે માનનાર જ સાચો માણસ ગણાય એ વાતમાં કોઇના પણ બે મત હોય જ નહિ. ખરી વાત તો એ છે કે સાચું શું અને ખોટું શું ? અને એ સાચા અને ખોટામાં-એ શુદ્ધ દેવાદિમાં અને કુદેવાદિકમાં ફરક શો ? આ પ્રશ્નો ઉત્તર મેળવવા માટે આપણે એ વસ્તુઓ પરત્વે જ વિચાર કરીએ કે -સુદેવાદિકને સુદેવાદિક તરીકે શા માટે માનવામાં આવે છે ? અને કુદેવાદિકને કુદેવાદિ તરીકે કેમ ગણવામાં આવે છે ? કારણ એકજ કે-સુદેવમાં જે જેનું અસ્તિત્વ મળે છે એ બધા ગુણ છે અને જેટલી વસ્તુઓ એમનામાં નથી મળતી એટલે કે જે એમણે ટાળી દીધી છે એ બધી અવગુણરૂપે હતી. જ્યારે કુદેવમાં આ પ્રમાણે એકાંત ગુણોનું જ દર્શન નથી થતું, અને આજ એ સુદેવાદિમાં અને કુદેવાદિકમાં મહાન-મૌલિક-ફરક, અને એ ફરકમાં જ એમના મહત્વની રક્ષા છે.