SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૧ તા.૧૨--૩૪ શ્રી સિદ્ધચક સુદેવ. ઉપર કહ્યા પ્રમાણે સુદવેમાં જે છે તે બધું ગુણરૂપ અને જે એમણે ટાળી દીધું છે એ અવગુણરૂપ છે એમ માનવા વગર જો એમની ઉપાસના કરવામાં આવે તો તે હોળીનો રાજા ઉભા કર્યા જેવુંજ લેખાય, કારણકે એમણે છોડેલા આરંભાદિકને ખરાબ ન માનીયે તો એમને તન્નાઇ તારા વિગેરે શાથી માનવા ? વળી શ્રી તીર્થકર ભગવાનની, તેમને સુદેવ માનીને, પૂજા, ભક્તિ કરીએ છીએ તે શું ધારીને? કેવળ એક જ કારણને લીધે કે-એમણે જે અઢાર વસ્તુઓને દૂર કરી હતી તે મહાભયંકર હતી અને ભવભ્રમણરૂપ કાર્યને કરવામાં મુખ્ય હાથારૂપ હતી. એ અયારે ભયંકર વસ્તુઓ એમણે ટાળી દીધી એટલે એ સુદેવ થયા. એમણે એ હાથો ભાંગ્યો અને ભવભ્રમણનો નાશ થયો, અને એ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયા અને સુદેવ થયા. ત્રણે જગતમાં આ પ્રમાણે એ મહા ભયંકર અઢાર દોષોને ટાળનાર મહાપુરુષ જ બીજાઓને એ દોષો ટાળવાનો માર્ગ બતાવી શકે બીજો નહિ. ભલા સ્વયં ડૂબનાર માણસ બીજાને તારી પાર ઉતારે એ વાત કદી બને ખરી કે ? રોગની ભયંકરતાઃ-વૈદ્યની મહત્તા. વળી જ્યાં સુધી આપણને રોગની ભયંકરતાનું ભાન નથી હોતું ત્યાં લગી એ રોગને હઠાવનાર વિદ્યની ખરી કિંમત આપણે નથી જ આંકી શકતા. એ જ પ્રમાણે એ અઢાર દોષની ભયાનકતા આપણા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી એ દોષાને દૂર કરનાર દેવની પણ કોડી જેટલી જ કિંમત ગણાય. જે દેવાધિદેવે દૂર કરેલા એ અઢાર દોષો ભયાનક ન હોય તો એ દેવ પણ તે જ વગરના હીરા બરોબર-પત્થર બરાબર કે પાણી વગરના મીણીયા મોતી બરોબર જ છે. શત્રુના બળવાનપણામાં જ જિતનારના વિજયની મહત્તા સમાયેલી હોય છે. એટલે ટૂંકમાં, એ અઢાર દોષની મહાભયંકરતામાં જ દેવાધિદેવની મહત્તા સમજવી. આ જગતમાં એવા માણસો મળી આવે છે કે જે અનંતયોધી ગણાય છે, કેટલાક સહસ્ત્રયોધી લેખાય છે, ત્યારે કેટલાક શતયોધી લેખાય છે, પરન્ત દેવાધિદેવ શ્રીતીર્થકર મહારાજે જે અઢાર દોષોને હઠાવ્યા છે એ એક એક દોષને હઠાવવાનું બળ પણ એ શોધી સહસ્ત્રયોથી અને અનંતયોધી કરતાં કયાંયગણું અધિક છે. સુદેવની મહત્તા કયાં? આવા મહાન અતિ પરાક્રમી અને પરમ પવિત્ર દેવને માનવા છતાં પણ જો આપણા હૃદયમાં એ મહાન શત્રુસ્વરૂપ અઢાર દોષોમાંના એકાદ દોષ માટે પણ જો સારાપણાની લાગણી રહે તો એમાં આપણા દેવનું મુંડાપણું છે. આપણા તીર્થકર દેવની ખામી છે. એ તમામ દોષો માટે આપણા હૃદયમાં અણગમાની લાગણી પેદા કરવી અને એ દોષોમાં પડતાં
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy