________________
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૩-૩૪
મરૂદેવાના સંબંધમાં જે બન્યું તે આશ્ચર્ય એ નક્કી કર્યું, એટલે હવે નક્કી થયું કે બીજા બધા જીવોને ખોટા (દ્રવ્ય) ચારિત્ર આવ્યા પછી સાચાં ચરિત્રો આવે.
૨૦
આ જીવ અનંતી વખત નવગ્રેવેયકમાં જઈ આવ્યો. તમામ જીવો અનંતી વખત નવગ્રેવયકમાં ગયા; પણ જાય ક્યારે ? ચારિત્રથી બલ્કે ભાવસિહત ચારિત્ર હોય તો આઠ ભવથી વધારે ભવ ન થાય ત્યારે, અનંતી વખતના ચારિત્ર કયા ખોટા ? (દ્રવ્ય) ઘઉંમાંથી કાંકરી વીણવાના નથી, સીમમાંથી દાણા વીણવાના છે અને તે પણ આખી સીમમાંથી એક જ દાણો. આખી સીમમાં રખડી રખડીને થાકો ત્યારે એકજ દાણો. તેજ પ્રમાણે અનંતા દ્રવ્ય ચારિત્રે એક ભાવ ચારિત્ર.
ખોટી છાપ
હજુ વાત ધ્યાનમાં લો. મોક્ષમાં જીવો કેટલા ? અનંતા એટલે એક નિગોદનો અનંતમો ભાગ. ત્રણે કાળના મોક્ષે ગયેલા જીવો એકઠા કરીએ તો પણ એક નિગોદનો અનંતમો ભાગ ! અને તે સર્વ જીવો ભાવચારિત્રમાં આવ્યા ક્યારે ? અનંતી વખત ખોટા (દ્રવ્ય) ચારિત્ર કર્યાં ત્યારે. આ ઉપરથી એ નિયમ થયો કે એક નિગોદના અનંતમાં ભાગમાં રહેલ સિદ્ધિએ એક નિગોદ જેટલા (દ્રવ્ય) ખોટા ચારિત્રો ઉભા કર્યાં !!!
જે વ્યવહાર રાશિમાં અનંતાનંત જીવો છે તેઓએ અનંતી વખત દ્રવ્ય ચારિત્રો લીધા છે.
વાદી શંકા કરે છે કે શું ત્યારે તમો ખોટાં (દ્રવ્ય) ચારિત્રની મહત્વતા ગણાવો છો ?
સમાધાનકાર - બેશક ! અને એજ કહેવા માંગીએ છીએ કે દ્રવ્ય પણ ચારિત્ર પ્રાપ્ત થાય. કહેવાનું તત્વ એજ છે કે પાપારંભ કરતાં દ્રવ્ય ચારિત્ર ઉત્તમોત્તમ છે. સમ્યક્ત્વ, સમ્યક્ત્ત્તી, અને બારવ્રતીને પણ આત્મ કલ્યાણ સિવાયના લાભની અપેક્ષાએ દ્રવ્ય ચારિત્ર વધારે ઉત્તમ છે. મોક્ષના લાભની વાત બાજુએ મુકી સમ્યક્ત્વવાળો, દેશિવરતિવાળો, નિરતિચાર આરાધાન કરે ને વધુમાં વધુ ક્યાં સુધી જઈ શકે. બારમાં દેવલોક સુધી; જ્યારે દ્રવ્ય ચારિત્રીયો નવચૈવેયક સુધી જાય. દેવતાઈ સુખ-સાહ્યબી - ઇંદ્રિયજન્ય સુખ વિશુદ્ધ લેશ્યામાં અનંત ગુણો ફેરફાર છે. મોક્ષની અભિલાષા, સમ્યક્ત્વાદિ ન હોય છતાં દ્રવ્ય વ્રતધારીને (ચારિત્રીયાને) લેશ્યાદિક પૌદ્ગલિક સુખો અધિક પ્રમાણમાં છે.
આપણી આરાધના મોક્ષ માર્ગ પ્રત્યે છે અને સમ્યક્ત્વને વધારે ઉત્તમ ગણીએ છીએ, સંવર-નિર્જરાદિ ઉત્તમ લાભો થાય છે તેમાં બે મત નથી; પણ જે પુણ્યની પ્રબળતા સમ્યક્ત્વ નથી મેળવી આપતું તે દ્રવ્ય ચારિત્ર મેળવી આપે છે. દુઃખગર્ભિત વૈરાગ્ય અને મોહગર્ભિત વૈરાગ્યની છાપ મારતાં ક્યાંથી શીખ્યા ?
ચાર્ટર બેંક જેમ સોનાની લગડીઓ પર છાપ મારે છે તેમ વૈરાગ્યવાન પુરુષો પર તમે છાપ મારવા તૈયાર થાઓ છો. છાપ મારનાર આંધળો હોય તેણે મારેલી છાપની કિંમત શી ? ખરી રીતે જેલની સજા ભોગવવાને લાયક. તેવી રીતે દુઃખગર્ભિત; અને મોહગર્ભિતની છાપ મારનારની વલે શી ? કારણ ધુતવા માટે લોકને ઉન્માર્ગે મોકલવા માટે ખોટી છાપ મારતાં જરા વિચાર કરો ?