________________
૩૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૧૦-૩૩ સામાયિકાદિ ધર્મના અનુષ્ઠાનો કરતા પણ એ વાતનો ખ્યાલ રહેવાની જરૂર છે કે એ સઘળું ધર્મની સાધના માટે થાય છે, પરંતુ ધર્મ એટલે શું? તે વિચારવાની કાંઈ ઓછી જરૂર નથી દરેક માણસ ધર્મ શબ્દનો ઉચ્ચાર તો સહેલાઈથી કરી શકે છે, પરંતુ તેઓ ધર્મનો સાચો અર્થ જાણી શકતા નથી. છતાં ધર્મની મહત્તાનો તો દરેકને ખ્યાલ હોય છે. ધર્મને સામાન્યમાં સામાન્ય રીતે જાણનારો માણસ પણ એટલી વાત તો સ્પષ્ટ રીતે જાણે છે કે પોતે જેને ધર્મ કહે છે તે ધર્મ આત્માને સદ્ગતિ આપે છે અને દૂર્ગતિમાંથી બચાવે છે છતાં ધર્મને સમજવામાં દરેકની બુદ્ધિ એકસરખી ન ચાલી શકે. હીરાની પરીક્ષા.
હું તમોને એક સામાન્ય ઉદાહરણ આપું છું. મહારાજા શ્રેણિકની પર્ષદામાં એક સુંદર અને બહુમૂલ્યવાન હીરો આવ્યો હતો. મહારાજાને પ્રશ્ન થયો કે આ હીરાની કિંમત કેટલી હશે? મહારાજાએ ઝવેરીઓને બોલાવ્યા અને એ હીરાની પરીક્ષા કરવાનું કાર્ય સોંપ્યું કેટલાકોએ એનો રંગ જોઈ એનું મૂલ્ય ઠરાવ્યું, કોઈએ એનું પાણી જોઈ મૂલ્ય કર્યું, કોઇએ એનો આકાર જોઈ તેનું મૂલ્ય કર્યું અને કોઇએ તેનું કદ જોઇને તેની કિંમત કરી, છેવટે અભયકુમારનો વારો આવ્યો. અભયકુમારે હીરાના રંગ, રૂપ, તેજ કશા પર ધ્યાન આપ્યું નહીં, એ હીરામાં કયો ગુણ છે, તેજ માત્ર જોઈ લીધું. અભયકુમારને માલમ પડી આવ્યું કે એ હીરામાં એક દિવ્ય ગુણ રહેલો છે અને તે ગુણ એ છે કે હીરો શત્રુના આવતા હલ્લાને રોકી શકે છે ! હીરાની આ રીતે અભયકુમારે પરીક્ષા તો કરી, પરંતુ હવે બીજી મુશ્કેલી એ આવીને ઉભી રહી કે એ હીરામાં એ ગુણ રહેલો છે એની પરીક્ષા કેવી રીતે કરવી? શું હરામાં શત્રુઓને આવતા રોકવાની શક્તિ છે કે નહિ તેની પરીક્ષા કરવા માટે પૈસા આપીને કોઈ શત્રુને બોલાવવો?અને આ રીતે હીરાની ગુણની પરીક્ષા કરવી? કોઈ પણ સમજુ માણસ આ રીતે હીરાની પરીક્ષા કરવા તૈયાર નહિજ થાય, છેવટે એક રસ્તો કર્યો. કબુતરોથી પરીક્ષા
તમે જાણો છો કે કબુતરોને બીજા સઘળા કરતા જુવાર વધારે વાહલી છે. જો જુવારનો દાણો હોય તો કબુતરો ઘઉં કે બાજરી ખાવાને દોડી જતો નથી. કબુતરોની પરીક્ષા માટે એક થાળમાં જુવાર ભરી અને તેમાં વચ્ચોવચ્ચ એ હીરાને મુકયો! થાળ કબુતરખાના સમીપ લઈ જઈને મુકવામાં આવ્યો થાળ મુકતાં તરતજ કબુતરો આવીને આસપાસ બેસી ગયા, પણ કોઈએ તેમાંથી એક દાણો સરખોએ લીધો નહિ ! અને જ્યાં હીરો લઈ લીધો કે સઘળા કબુતરો આવીને ખાવા મંડી ગયા. તરતજ હીરાની પરીક્ષા થઈ ગઈ કે હીરામાં શત્રુને રોકવાનો ગુણ રહેલો છે. હવે હીરાની આ રીતે પરીક્ષા કોણે કરી? અભયકુમાર. ઝવેરી તો ઘણા હતા, પરંતુ તેમાંથી કોઈપણ ઝવેરી એ વાત પારખી શકયો નહિ. માત્ર અભયકુમારેજ તે વાત પારખી લીધી. એજ પ્રમાણે ધર્મને માટે પણ સમજવાનું છે. જેમ સાચા હીરાની ગુણથી પરીક્ષા એકલા અભયકુમારજ કરી શકયા હતા, અને બીજાઓથી તે પરીક્ષા