________________
૩૧
તા. ૧૯-૧૦-૩૩.
શ્રી સિદ્ધચક્ર થઈ શકી નહતી, તેજ પ્રમાણે ધર્મની સાચી પરીક્ષા કરવી એ પણ કઠણ ચીજ છે. દરેક માણસ “ધર્મ” શબ્દ બોલી શકે છે પરંતુ તે ધર્મને તેના સાચા સ્વરૂપમાં સમજે છે, એમ માનશો નહિ. નાના બાળકો કાચનો પહેલ પાડેલો ટુકડો હોય તેને જ હીરો કહેશે, તેથી વધારે કેળવાયેલા ઇમીટેશન હીરાને હીરો કહેશે, પરંતુ બધા હીરાઓને નાપાસ કરી સાચા હીરાની પરીક્ષા તો ઘણોજ કેળવાયેલો ઝવેરી હોય તેજ કરી શકશે. એજ પ્રમાણે સામાન્ય માણસો ધર્મની વ્યાખ્યા કરે છે, અજ્ઞાન માણસો પાપ, હિંસા આદિ કાર્યોમાં પણ ધર્મ માને છે, અને પોતે ધર્મ કરે છે એમ માનીને તેવા કાર્યો ચાલુ રાખે છે. મધ્યમ બુદ્ધિવાળાઓ એવા કાર્યોને ધર્મ માનતા હોય તો પણ તેઓ ધર્મનું સાચું સ્વરૂપ તો સમજી શકતા નથી ! ધર્મનું સ્વરૂપ.
હિંસાનો ત્યાગ, પરસ્ત્રીનિષેધ વગેરે વસ્તુઓને અજ્ઞાન માણસો ધર્મ માની લે છે, અને એવા કાર્યો કરીને તેઓ ધર્મ પાળે છે એમ મન મનાવે છે. સાચો વિદ્વાન-સાચો તત્વજ્ઞ તે આવા કાર્યોને કદાપિ પણ ધર્મ માની શકતો નથી. તેતો તેનેજ ધર્મ માને છે કે જે કર્મની મહત્તા, તેની ગહનતા, તેની વિચિત્રતા વગેરેને જાણતા હોય અને તેમણે ત્રિકાલાબાધિત જ્ઞાન મેળવીને તેના વડે જે સાચો માર્ગ દર્શાવ્યો હોય ! ધર્મની બુદ્ધિવાળાઓ હિંસાદિકના ત્યાગને જ ધર્મ માની લે છે પરંતુ એ વાત હવે તમારા સમજવામાં આવી હશે કે તત્વને જાણનારો સર્વશે દર્શાવેલા માર્ગ સિવાય બીજી કોઇપણ વસ્તુને સાચો ધર્મ માની શકતો નથી. પંડિતો અને તત્વને જાણનારાઓ તો સર્વશે જે માર્ગ દર્શાવેલો હોય તેને જ ધર્મ માને છે. આથીજ શાસ્ત્રકારોને કહેવું પડ્યું છે કે જે વર્ગ માત્ર શાસ્ત્રના શબ્દનેજ વળગી રહ્યો છે તે વર્ગ અજ્ઞાનોનો છે. શાસ્ત્રના શબ્દોને માનનારો અજ્ઞાન છે, શાસ્ત્રોને ન વળગનારાઓ તો અજ્ઞાન છે પણ જેઓ શાસ્ત્રોના શબ્દોને વળગી રહેનારા છે તેઓ પણ અજ્ઞાન છે. હવે તમે પૂછશો કે આ ધતિંગ શું? તમેજ અમોને શાસ્ત્રને શરણે રહેવાનો ઉપદેશ આપો છો અને તમે પોતેજ વળી એમ પણ જણાવો છો તો શાસ્ત્રોના શબ્દોને જેઓ વળગી રહે છે. તેઓ અજ્ઞાન છે, તો હવે અમારે આ ગુંચવાડામાં કરવું શું અને કોને અનુસરવું? આ ગુંચવાડાનું પણ શાસ્ત્રકારોએ નિરાકરણ કર્યું છે અને તેમણે જણાવી દીધું છે કે શાસ્ત્રોના તમામ વાક્યો મિથ્યાત્વી છે. મિથ્યાત્વી શબ્દ સાંભળીને ગભરાતા નહિ. શાસ્ત્રકારોએ શાસ્ત્રોના સઘળા વાકયો મિથ્યાત્વી કહ્યા છે તેનું કારણ એ છે કે શાસ્ત્રોના બધા વાક્યો નય વાકયોથીજ કહેવામાં આવ્યા છે. જે સ્થાન પર શાસ્ત્રકારોએ એમ લખ્યું હોય કે, “એક આત્મા” આ વાક્યના અર્થમાં એમજ માની લઇએ કે એક આત્મા એટલે એકજ આત્મા ! તો એ માન્યતાઓ નયાભાસ છે. એક આત્મા એ નય અપેક્ષા વાક્ય છે, પરંતુ એક આત્માનો અર્થ એકજ કરી દઇએ તો એનો અર્થ એ છે કે તે અર્થ એ નયભાસનું (નયના આભાસનું) પરિણામ છે. આથીજ એમ સાબિત થાય છે કે કથંચિત્ એક આત્મા એ સ્યાદ્વાદ છે અને તેજ પ્રમાણ