SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ તા. ૨૪-૮-૩૪ શ્રી સિદ્ધચક્ર તેવું કથન નિરર્થક છે તો પણ ઘેરે આવતા સપુરુષને કોઈપણ સજ્જન વિવેકને અંગે “પધારે એમ કહે, રાજાદિક મહદ્ધિકો જ્યારે ચાલવા માંડે ત્યારે તેના સેવકો જેમ પધારવાનું કહે, તેમ અહીં પણ લોકાંતિક દેવતાઓ તેવા વિવેકરૂપી કલ્પને અંગે જ સ્વયં ચારિત્ર લેવાને તૈયાર થયેલા ભગવાન જિનેશ્વર મહારાજને ચારિત્ર લેવાની અને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરે છે, અર્થાત્ લોકાંતિકોનો અંશે પણ ઉપકાર તીર્થકર ભગવાન ઉપર ચારિત્ર ગ્રહણ કરવાની બાબતમાં નથી. આવી રીતે ચારિત્ર ગ્રહણ કરવાની વખતે જ સર્વ તીર્થકરોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. યાદ રાખવાની જરૂર છે કે સર્વ સાવધના ત્યાગરૂપી ચારિત્રને માટે ઉચ્ચારાતી પ્રતિજ્ઞા લેવાયા પછીજ આ મન:પર્યવજ્ઞાન થાય છે. જો કે સર્વ તીર્થકરો સાંવત્સરિક દાન આપે તે વખતે તેઓશ્રી ચારિત્રના પરિણામવાળા જ હોય છે એટલું જ નહિ, પણ તેવા દાનની શરૂઆત પહેલાં પણ કેટલોક વખત તેઓ જરૂર ચારિત્ર પરિણામવાળા હોય છે છતાં તેવા ત્રણ જ્ઞાનવાળા, તેવા ચારિત્રના પરિણામવાળા, એવા જિનેશ્વરોને પણ સર્વ સાવદ્યત્યાગરૂપી ચારિત્રની પ્રતિજ્ઞા ન થાય ત્યાં સુધી મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી. આ ઉપરથી સાવઘના ત્યાગના પરિણામવાળાઓને પણ સાવદ્યની પ્રવૃત્તિના ત્યાગરૂપી ચારિત્રની પ્રતિજ્ઞા કર્યા પછી જ કુદરતે પણ મન:પર્યવજ્ઞાન થાય છે. એકલા ચારિત્રના પરિણામવાળાને સર્વ સાવધના ત્યાગની પ્રતિજ્ઞા ન હોવાથી મન:પર્યવજ્ઞાન નથી થતું એમ નહિ, પણ જેઓ ગર્ભથી અપ્રતિપાતી ત્રણ જ્ઞાનવાળા છે, કેટલીએ મુદતથી ચારિત્રના પરિણામવાળા છે અને સાથે બબ્બે વરસ સુધી જેઓએ સચિત્ત આહારનો ત્યાગ કર્યો છે, પોતાને માટે આહારપચનાદિકનો પણ પ્રતિબંધ કરેલો છે, ગૃહસ્થાવસ્થામાં અત્યંત જરૂરી લાગતા સ્નાનાદિકનો પણ ત્યાગ કરેલો છે. એવા ભગવાન મહાવીર મહારાજને પણ સર્વ સાવધના ત્યાગની પ્રતિજ્ઞા ન કરી ત્યાં સુધી સાધુપણું ગણાયું નહિ, તેમજ મન:પર્યવજ્ઞાન પણ થયું નહિ, અને જે ક્ષણે સર્વ સાવદ્યત્યાગની પ્રતિજ્ઞા કરી તે જ ક્ષણે તેઓશ્રીને બીજા તીર્થકરોની માફક મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું છે. શકની ચિંતા અને ભગવાનની ભાવના. સર્વ સાવધનો ત્યાગ કર્યા પછી અને તે સર્વ સાવદ્ય ત્યાગને લીધે મન:પર્યવજ્ઞાન થયા પછી પણ દેવતા, મનુષ્ય કે તિર્યંચના કરેલા ઉપસર્ગો તથા સ્વાભાવિક કે કૃત્રિમ રીતે આવી પડતા સુધાદિ અને દંશમશકાદિ પરિષહોને નિવારવામાં કે સહન કરવામાં કોઈની પણ સહાયની અપેક્ષા રાખતા નથી કે લેતા નથી. (ઋષભાદિ ચોવીસ તીર્થંકરોમાં ઘોર ઉપસર્ગ અને પરિષદો સહન કરવાનો પ્રસંગ વધારે જો કોઇને પણ હોય તો તે ભગવાન મહાવીરને જ હતો અને તે મહાપુરુષ તેવા ભયંકર પ્રસંગમાં મેરૂ માફક નિષ્કપ રહ્યા અને તેથી જ કેવળ તે ભગવાન મહાવીર મહારાજનું નામ સમજીને જાવં મહાવીરે કહીને જાહેર કર્યું.) આ સર્વ ઉપસર્ગોનો પ્રસંગ પણ મહાવીર મહારાજના દીક્ષાકલ્યાણકના ઉત્સવ પ્રસંગે આવેલા શકઈદ્રના ધ્યાનમાં આવ્યો અને તે ઉપસર્ગોનો પ્રસંગ વિચારતાં
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy