________________
૪૯૦
શ્રી સિદ્ધચક
તા.૧૦-૮-૩૪
ગુન્હો ઠરાવવામાં સ્થિતિને અવકાશ નથી, વસુલ કરવામાં અવકાશ છે. ફાંસીની સજા થયા પછી શહેનશાહ પાસે દયા માગવાનો હક છે. ન્યાય માગતી વખત દયાને અવકાશ નથી, ચુકાદો થયા પછી જ દયાને અવકાશ છે.
હવે મૂળ વાતમાં આવો. ભગવાન મહાવીર મહારાજ વીતરાગપણાને લીધે શાસનના સ્તંભ, દેવેન્દ્રો, નરેન્દ્રોથી પૂજિત એવા ગૌતમસ્વામીને પડકાર કરવામાં ખંચાતા નથી. આ જગા ઉપર વીતરાગતામાં ખામી હોત તો પોતાની ભુજાને કાપત નહિ. એ વાત વીતરાગપણાને અંગે જણાવી.
હવે વસ્તુને અંગે વિચાર કરવાનો છે કે ગૌતમસ્વામીજીને આ આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું છે એ સાચું છે કે ખોટું આટલું આવડતું નથી. અર્થાતુ જે ગૌતમસ્વામીજી આટલું જ્ઞાન ધરાવતા નથી તેમના ગુંથેલા ગ્રંથો, શાસ્ત્રો ઉપર જિંદગી કેવી રીતે ફિદા કરવી ? આવા વિચાર કરવામાં ઉતાવળા ન થવું. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. પ્રથમ તો ઉપરની વાત માલમ પડી કયાંથી ? મહાવીર મહારાજ, ગૌતમસ્વામીજી કે આનંદને અંગે આવી હકીકત બની છે શાસ્ત્રથી જાણી કહો તો તે શાસ્ત્ર એણે ગુંચ્યું? ગૌતમસ્વામીએ પોતે. એમ કહીને કદાચ છૂટી જશો કે ભગવાન ગૌતમસ્વામીની તે ગુંથવામાં પણ ભૂલ થઈ. ગૌતમસ્વામીજીને માથે ભૂલ થવાની ફરજ હતી. ભૂલ કોના સિક્કાને અંગે મનાઈ ? મહાવીર મહારાજના સિક્કાને અંગે. મહાવીર મહારાજના સિક્કાને અંગે ગૌતમસ્વામીજીની ભૂલ થઈ હોય તો પછી શંકાને સ્થાન રહે ખરું ? ગણધરો ચૌદપૂર્વો ગુંથે, બાર અંગની રચના કરે પણ પછી તરતજ તીર્થકરો અનુજ્ઞા દ્વારા તે રચના ઉપર સિક્કો કરે છે. દસ્તાવેજ લખે સેક્રેટરી પણ ગવર્નર કે વાઇસરોય સહી કરે એટલે દસ્તાવેજ કોની જોખમદારીનો ? તેમ આ શાસ્ત્રો પણ મહાવીર સ્વામીની જોખમદારીનાં છે. ગૌતમસ્વામીજીએ ગુંથેલા ગ્રંથો, રચેલાં શાસ્ત્રો ઉપર ભગવાન મહાવીરે અનુજ્ઞાનો વાસક્ષેપ થાપીને સહી કરી, પાસ કર્યા તો પછી એવા ગ્રંથો, શાસ્ત્ર ઉપર જિંદગી અર્પણ કરવી એમાં ખોટું શું? જેવી રીતે એક હુકમ ઉપર ગવર્નરની સહી થયા પછી ચાહે તેનો તે હુકમ લખેલો હોય, તો પણ તે ગર્વનરનો હુકમ ગણાય છે, તેવી રીતે ગૌતમસ્વામીજીના ગુંથેલા ગ્રંથો, રચેલાં શાસ્ત્રો મહાવીર મહારાજની અનુજ્ઞા થયા પછી એટલે સહી થયા પછી મહાવીર મહારાજનાં જ છે એમ ચોખ્ખું કહેવુંજ પડશે. આનંદના અવધિમાં શંકાનું કારણ. - હવે હકીકત ઉપર આવીએ. ગૌતમસ્વામીજી ચુકયા કેમ ? ચાર જ્ઞાનના ધણી, બાર અંગને બનાવનાર, ચૌદપૂર્વના રચનાર ચૂકયા કેમ ? ચૂલદૃષ્ટિએ તપાસનારને જે વસ્તુ