________________
શ્રી સિદ્ધચક
તા.૨-૧૧-૩૩
ઉગા તો;
(ગતાંકથી ચાલુ) (જૈન સાહિત્યની કથાઓને આધારે રચેલું એક સુંદર પણ કલ્પના મિશ્રિત શબ્દ ચિત્ર) (લેખક : શ્રીમાનું અશોક)
(શબ્દ ચિત્ર ૨, છું.)
પાત્રો પુરોહિત-એક પાલક
વ્રજકેતુ-તેનો મિત્ર. રવિકુમાર-પુરોહિતનો પુત્ર.
સ્થળ-પુરોહિતના ઘરનું દિવાનખાનું. સમય- સ્કંધકકુમારના સત્ય કથનથી તેના ઉપર ગુસ્સે થયેલો પુરોહિત વૈરના ઉદ્ગારો કાઢે
છે. ત્યાં તેનો મિત્ર વ્રજકેતુ પ્રવેશ કરે છે. પુરોહિત (સક્રોધ પણ દીલગીરી અંતઃકરણથી) સ્કંધક! સ્કંધક! યાદ રાખ! યાદ રાખ કે તે મારું
સભામાં ઘોર અપમાન કર્યું છે, મારી કવિત્વ શક્તિને તેં ઝાંખી પાડી છે પણ હે. દુષ્ટ! યાદ રાખ કે હું તારા મર્દનું મદન કર્યા વિના રહેવાનો નથી, તારો પ્રભાવ હું સહેવાનો
નથી અને મારી વૈરની વસુલાત લીધા વિના જપવાનો નથી ! વજકેતુ- (પુરોહિતનો મિત્ર વ્રજકેતુ પ્રવેશ કરીને) અહો ! કોણ મિત્ર પુરોહિત? પુરોહિત ! પુરોહિત ! કોઈ દિવસ નહિ અને આજે હું તમોને ક્રોધથી ભરેલું નેત્ર કેમ નિહાળું છું?
- શાર્દુળદેખાયે મમ દ્રષ્ટિએ નયનથી તે અગ્નિ વરસાવતો, ને જાણે ચિત્કાર તું હૃદયથી રોષે ભરી નાંખતો ! તારી દેહ જણાય છે વિષ તણા બુંદો પ્રસારી રહી ! રે! રે બોલ સુમિત્ર આ તુજ દશા શાથી અહા છે થઇ?
- ઉપજાતિ - વચનો વદે છે બહુ કોધ કેરા નાંખે નિસાસા વળી તું ઘણેરા અશાંતી તારા ઉરમાં જણાય?
શાથી તને દુઃખ અગાધ થાય ? પુરોહિત- (વ્રજકેતુ પ્રત્યે ઉદાસીનતાથી જોઇને) કોણ મિત્ર કેતુ? કેતુ ! કેતુ ! શું કહેવું, શું
બોલવું, કયાં બોલવું કેવી રીતે બોલવું તેની કાંઈ સમજ પડતી નથી. અપમાનને કદી પણ સહન ન કરનારો એવો આ તારો મિત્ર ગઈ કાલે એક ભયંકર અપમાનને સહન કરી આવ્યો છે અને તેથી આ દીલમાંથી ધગધગતા અંગારા જેવો મારો પ્રકોપ નીકળતો તને દેખાય છે.