________________
તા. ૧૩-૨-૩૪
૨૩૩
શ્રી સિદ્ધચક્ર માંગણીનો સ્વીકાર,
નોંધઃ- શ્રી મુંબઈ જૈનયુવક મંડળની પત્રિકામાં પૂર્વે છપાઈ ગયેલી શરૂઆતની દેશનાઓ વાંચવાને ઉત્સુક બનેલા ગ્રાહકોએ વારંવાર માંગણી કરેલી હોવાથી તે અત્રે અપાય છે. (ગતાંકથી ચાલુ) તંત્રી.
'આગમોદ્ધારકની અમોઘ દેશના. પિતા, માતા અને પુત્ર ઉપર પણ સ્નેહ ક્યાં સુધી ? કહો કે પારકા ઘરની (બેરી) ન મળે ત્યાં સુધી??? અહિયાં રાજા શતાનિકનું પણ તેમજ બન્યું? પોતાની માનીતી રાણી મૃગાવતીના રૂપ લાવણ્યમાં તે એટલો તો પ્રેમઘેલો અને વિષયાંધ બન્યો હતો કે તેનાથી મેળવાતા ભોગોને સાટે જગતના દરેક સ્નેહાળ અને ભોગ્ય પદાર્થોને તૃણવત્ માનતો. કાળે કરીને સશકત દુશ્મનના હલ્લાથી એ મૃગાવતીના વિરહની સંભ્રમણ માત્રથીજ એનું મરણ નિપજ્યું. અગ્નિમાં પતંગીયાની માફક વિષયાંધોની દશા તો ખરેખર બુરીજ છે ! વિષયમાંજ અંધ બનેલા પામરો સામાન્ય સ્ત્રીમાં પણ સરાગ દૃષ્ટિ રાખે તો પછી મહાસતી મૃગાવતી સમાન સ્વરૂપવાન દેવી ઉપર મમત્વભાવ ધારણ કરી પોતાના અમૂલ્ય જીવનને (રાજા શતાનિકની જેમ) અકાળે અગ્નિમાં હોમે તેમાં નવાઈ પણ શી છે!
એકાને અન્યાયને જ સેવી રહેલા આત્માઓને નહિં આદરવા જેવું કશુંજ હોતું નથી. અનીતિવાન આત્માઓ કઈ હદે પહોંચે છે તે ધ્યાનમાં લઈ અત્યારની પરિસ્થિતિ પણ વિચારો ! પોતાની અનેકાનેક જુલ્મી પ્રવૃત્તિઓને પણ ન્યાયરૂપ મનાવવા કોટીગમે પ્રગટ દુષ્પવૃતિઓ સેવતાં છતાં એવાઓ આજે સુજ્ઞ જગતમાં પણ ઉજળે મુખે ફરી શકે છે એ એક અજાયબી નહિં તો બીજું શું?
પગમાં બળતું તપાસો! આજે અમર્યાદિત છતાંએ ધર્મ ઉપર ભયંકર આક્રમણો લાવનારા જડાનંદિઓ સમ્ર મિથ્યાત્વ ફેલાવી એકલા આત્મકલ્યાણને જ રૂંધવા મથે છે, તેમ નહિં પણ યેનકેન પ્રકારે ધર્મની આંખમાં ધુળ નાંખી (ધર્મ ધનનો જ મૂળમાંથી નાશ કરવા) વીતરાગ પ્રણીત ખુદ ધર્મને એ કલંકિત કરવા ઇતર દર્શનકારોની પણ મદદ લઈ મેદાને જંગમાં કુદી રહેલા છે. ધર્મીઓ જીવતાં છતાં એવા પ્રસંગ બને તે શું ઓછું શોચનીય છે !
અનેક ધર્મી આત્માઓના પુણ્ય માર્ગને રોકનારા એ જાલીમ જુલ્મગારોના જુલ્મો તમે વર્તમાનપત્રોમાં પણ અનેકવાર વાંચ્યા વિચાર્યા છતાં પણ યોગ્ય તપાસને અને તેવા પ્રસિધ્ધ પવિત્ર પુણ્યવાનોનો માર્ગ નિષ્કટક કરવા કેટલાઓએ કમર કસી? કહો કેટલી બેદરકારી !! - વઢવાણના રહીશ પ્રાણલાલ (પદ્મસાગર) સંયમની ભાવનામાત્રથી લઈ પ્રાપ્તિ પર્યત એ જડાનંદિઓ દ્વારા કેટલું કષ્ટ પામ્યા? પરમ તારક ભાગવતી દીક્ષા જેવા ઉત્તમોત્તમ આત્મ કલ્યાણના સાધનને માટે એ પુણ્યવાન આત્માએ એના અસહ્ય એવા કેટલા જુલમો સહન કર્યા? અને સ્વવીર્યબળે પણ સંયમ તો પામ્યાજ પણ તેમાં તમારો ફાળો શું ? સીતમોની અવધિ
અમદાવાદ હાજા પટેલની પોળમાં રામજી મંદિરની પોળની વતની બાઈ કમુ! જેની ત્રણ ત્રણ વર્ષથી સંયમની તૈયારી હતી, તેનેજ માટે પરણી નથી અને ભવિષ્યમાં પરણવા માગતી પણ નહોતી; છતાં એ