________________
તા. ૧૨-૬-૩૪
૩૮૬
શ્રી સિદ્ધચક પણ તેના કારણપણા તરીકે જણાયેલી અને ઓળખાયેલી શરીર જેવી જડવસ્તુને દેખીને પણ શુદ્ધ ભાવયુક્ત થવાય છે. જેવી રીતે મહાપુરુષના નિર્જીવ કલેવરને દેખીને કે જાણીને શ્રદ્ધાયુક્ત સુજ્ઞ પુરુષ ભાવયુક્ત થાય છે તેવીજ રીતે જે શરીરમાં વાસ્તવિક પર્યાયને પ્રાપ્ત થનારો આત્મા વસ્યો હોય તે શરીરને દેખીને પણ શ્રદ્ધાયુક્ત સુજ્ઞ મનુષ્ય શુભ ભાવવાળો થાય છે એ વાત જગતમાં અનુભવસિદ્ધ છે. જો કે જ્ઞશરીર અને ભવ્ય શરીરમાં એટલો ફરક જરૂર પડે છે કે જ્ઞશરીરની આરાધના વખતે તે વાસ્તવિક ભાવપદાર્થના ગુણોનો પોતાને અનુભવ હોવાથી અને તે અનુભવ તે મહાપુરુષના શરીરદ્રારાએ જ થયેલો હોવાથી જ્ઞશરીરની આરાધનામાં વિશેષ બીજા કારણોની જરૂર રહેતી નથી, અને ભવિષ્યમાં વાસ્તવિક પદાર્થના પર્યાયને પામનારો જીવ અથવા તેનું શરીર એ બેમાંથી એકે વસ્તુનિક્ષેપો કરનાર કે માનનારની અનુભવદશામાં આવેલો નથી અને તેથીજ શરીરથી થતી ભાવના જેવી સ્ફર્તિ ભવ્ય શરીરને દેખીને તેને અંગે થતી ભાવનામાં આવતી નથી, અને તેથી જ્ઞશરીર નિક્ષેપાની જગતમાં જેટલી આરાધના પ્રવર્તે તેટલી ભવ્ય શરીર નામના નિક્ષેપાની આરાધના પ્રવર્તતી નથી, પણ જ્ઞશરીર જેવી ભવ્ય શરીરની આરાધના નહિ પ્રવર્તાવવામાં અગર તે બંનેની આરાધનામાં ફરક પડવામાં કારણપણા તરીકે દ્રવ્યનિપપામાં કોઈ જાતનો ફરક નથી; કેમકે જેવી રીતે અતીત પર્યાયોનું કારણ વર્તમાન દ્રવ્ય છે તેવીજ રીતે ભવિષ્યના પર્યાયોનું પણ કારણ વર્તમાન દ્રવ્યજ છે અને તે અપેક્ષાએ જ્ઞશરીર અને ભવ્ય શરીરના દ્રવ્યનિક્ષેપપણામાં કોઈ જાતનો ફરક નથી, તો પણ આરાધકની અજ્ઞાનતા જ્ઞશરીરપણામાં ન હોય તો પણ ભવ્ય શરીરપણામાં ઘણા ભાગે હોય છે, અને તેથી જ મૂળ વસ્તુના જ્ઞાનના પૂજ્યપણાને લીધે તેને કારણની પૂજ્યતા જે જ્ઞશરીરમાં આવે છે તે પૂજ્યતા ભવિષ્યના પર્યાયોનું જ્ઞાની પુરુષના વચનથી ભવિષ્યના પર્યાયોની ઉત્તમતા જણાય તો તેવી વખતે ભવ્ય શરીરરૂપી દ્રવ્યનિક્ષેપા તરફ પણ ભાવોલ્લાસ થયા વિના રહેતો નથી. તે જ ભવની અપેક્ષાએ ભવિષ્યની અવસ્થામાં કારણપણું જાણવાથી ભાવોલ્લાસ થાય છે, એટલું જ નહિ પણ ભવાંતરે થવાવાળી તેવી ઉત્તમ અવસ્થાના કારણપણાને જ્ઞાની ગુરુના વચનથી જાણનારો મનુષ્ય જરૂર ભાવોલ્લાસમાં આવે છે, અને તેથી જ ભગવાન મહાવીર મહારાજે મરીચિના ભવમાં ભવિષ્યમાં તીર્થંકરપણાની સ્થિતિ જાણીને હદ બહારનો હર્ષ ધર્યો હતો. વળી જંબુસ્વામીજીના ભાવમાં થવાવાળી ચરમ કેવળીપણાની દશાને જંબુસ્વામીજીનો જીવ દેવપણામાં હતો તે વખતે ભગવાન મહાવીર મહારાજે શ્રેણિક આગળ જણાવેલી સાંભળીને જંબુસ્વામીજીના પિતા રિખભદત્તના ભાઈ જે જંબુદ્વિીપના અધિષ્ઠાયક તરીકે અનાદત નામે દેવ તરીકે હતા તેઓએ પણ અપૂર્વ હર્ષ ધારણ કર્યો હતો. અર્થાતુ પહેલાંના એક કે અનેક ભવોમાં પણ