SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક તા.૩-૧૦-૩૩ શકાય નહિ. માટે ભગવાન સર્વાની આજ્ઞા દરેક શ્રીસંઘ વ્યક્તિને સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યગુચારિત્ર દ્વારા શાશ્વત સુખમય મોક્ષ પ્રાપ્ત કરવા માટે અવશ્ય ત્રિવિધ આરાધવાની હોય છે પણ ભવ્ય આત્માઓએ ધ્યાનમાં રાખવાનું છે કે સર્વે તીર્થકરો પણ તેજ શ્રી સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યગુચારિત્ર દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરે છે અને તેજ માર્ગનો ભવ્ય જીવોને ઉપદેશ મોક્ષ પ્રાપ્તિ માટે કરે છે માટે ભગવાન તીર્થકરોની કથની અને કરણીમાં કાંઈ ફરક નથી. પ્રશ્ર પ૨૮- શ્રીજીનેશ્વર ભગવાનની બાહ્યચારિત્રની અપેક્ષાએ તો કથની અને કરણી એક સરખી હોય તો પછી ચારિત્ર પ્રવૃત્તિમાં તો શ્રી શ્રમણસંઘે ભગવાન સર્વજ્ઞોનાં વચનો અને વર્તન તરફજ જોઇ અનુકરણ કરવું યોગ્ય ગણવું જોઇએ અને ભગવાન મહાવીરની માફક જે વર્તમાન સાધુઓ વર્તે નહિ તેઓને જૈન સાધુ તરીકે શું ન માનવા ? ઉત્તર- ભગવાન જીનેશ્વર મહારાજનું ચરિત્ર ઉત્તમોઉત્તમ હોવાથી અવશ્ય શ્રીસંઘને અનુકરણ કરવા યોગ્ય તો છે પણ જેઓ તેવા નિરતિચાર ચારિત્રને ન પામી શકે તેવાઓને માટે તે પામવાના રસ્તા તરીકે શ્રી જીનેશ્વર મહારાજે જે જે સાધ્વાચાર તથા શ્રાવકાચાર બતાવેલ છે તે તે પ્રમાણે વર્તનારો શ્રીજીનેશ્વરના વર્તનનું અનુકરણ કરવામાં અશકત તેનું ધ્યેય રાખ્યા છતાં શ્રીજીનેશ્વર મહારાજે જણાવેલા માર્ગે ચઢવા પ્રયત્ન કરે; ને તે બધામાં પણ સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને આંતરપરિણતની માફક શ્રીજીનેશ્વર ભગવાને કથિત માર્ગનું અવલંબન ભવ્યજીવો ગ્રહણ કરે છે તેથીજ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી દ્રવ્ય પચ્ચકખાણને પણ ભાયપચ્ચકખાણનું કારણ જણાવતાં જિનોસિદ્ધા અર્થાત્ જીનેશ્વર ભગવાને મોક્ષમાર્ગ તરીકે આ કહેલ છે એમ માનીને કરેલું દ્રવ્ય પચ્ચકખાણ પણ ભાવ ચારિત્રનું કારણ છે એમ જણાવે છે. ભગવાન જીનેશ્વરો પણ તેવું જ વર્તન કરે છે કે જે મોક્ષમાર્ગવાલાને અનુકુલ હોય અને તેથીજ મહાવીર પ્રભુએ પાત્રમાં પારણું કર્યું, વસ્ત્ર ધારણ કર્યું, એટલું જ નહિ પણ પાણી વિગેરે સાધુઓને લાયક કેવળ જ્ઞાનથી અચિત જાણ્યા છતાં પોતાનું અનુકરણ કરનાર વ્યવહારથી ચુકી જાય માટે સાધુઓને અનશન વિગેરે કરવા દીધાં. વ્યવહારથી વિરૂદ્ધ એવા પદાર્થોની આજ્ઞા ન કરી આ અને બીજી પણ અનુકરણ કરવાની હકીકત નીચેના પાઠો જોવાથી સાબીત થશે. १ अष्टाध्ययनप्रतिपादितोऽर्थः सम्यगेव वर्धमानस्वामिना विहित इति, तत्प्रदर्शनं च शेषसाधूनामुत्साहाथ, तदुक्तम्-तित्थयरो चउणाणी सुरमहिओ सिज्झियद्ययघुवंमि । अणिगूहिअबलविरिओ सव्वत्थामेसु उज्जमइ ॥१॥ किं पुण अवसेसेहिं ? दुक्खक्खयकारण । सुविहिएहिं । होति न उज्जमिया સપષ્યવાન માગુસે મારા મા. ૫. ૨૦ પંઘવસ્તુપાથા ૪૨-૨૪ર. २ एवं तु समणुचिन्नं वीखरेणं महाणुभावेणं । जं अणुचरिउं धीरा सिवमचलं जन्तिनिद्वाणं ।२८४। एवम्-उक्तविधिना भावोपधानं-ज्ञानादि तपो वा वीरवर्धमानस्वामिना स्वतोऽनुष्ठितमतोऽन्येनापि मुमुक्षुणैतदनुष्ठेयमिति गाथार्थः |आ. प. ३०१ ३ आविर्भूतमनः पर्यायज्ञानोऽष्टप्रकारकर्मक्षयार्थ तीर्थप्रवर्तनार्थ चोत्थाय संख्याय-ज्ञात्वा तस्मिन् हेमन्ते मार्गशीर्षदशम्यां प्राचीनगामिन्यां छायायां प्रव्रज्याग्रहणसमनन्तरभेव रीयते स्मक्जिहार ॥ आ. प. ३०१
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy