SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ તા.૨૬-૦-૩૪ શ્રી સિદ્ધચક્ર પ્રશ્ન ૬૯૬- પાક્ષિક પ્રતિક્રમણમાં છીંક આવે તેનો કાઉસગ્ન કરવો પણ કેટલાક પૂજા અગર સ્નાત્ર ભણાવવાનું કહે છે તો તેનો ખુલાસો શું? અને તેનો ઉલ્લેખ શાસ્ત્રમાં છે કે નહિ? સમાધાન- પૂર્વાચાર્યોના પ્રશ્નોતરગ્રંથને અનુસારે પાક્ષિક પ્રતિક્રમણમાં શાંતિ કથન સુધી છીંકનું નિવારણ કરવામાં આવે છે, પણ પાક્ષિકમાં થયેલી છીંકને અંગે અપશુકન ગણી તેનાથી થતા સુદ્રોપદ્રવના નાશને માટે એકસો આઠ શ્વાસોચ્છવાસ (ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધી)નો કાઉસગ્ગ કરી શુદ્રોપદ્રવના નાશ કરવા યક્ષાંબિકાદિની સ્તુતિ કહેવામાં આવે છે. આ હકીકત સાધુશ્રાવક ઉભયને સાધારણ હોઈ ત્યાં જણાવેલી છે, પણ પરંપરાએ શ્રાવકને આવેલી છીંકના અપશુકનથી સંભવિત શુદ્રોપદ્રવના નાશ માટે તે શ્રાવક દ્રવ્યસ્તવનો અધિકારી હોવાથી સત્તરભેદી પૂજા અથવા શક્તિની ખામીએ સ્નાત્રપૂજા રચાવે છે. એ પ્રશ્ન ૨૯ નમોસ્તુ વર્ધમાનાય સૌ સાથે બોલે છે, તેમ સંસાર દાવાની ચોથી થાય સાથે બોલે છે, તેનું કારણ શું ? સમાધાન-પ્રતિક્રમણના છ આવશ્યકોની સમાપ્તિથી થયેલા હર્ષને અંગે અંતમાં શાસનના અધિષ્ઠાતા જિનેશ્વર તેમજ સર્વજિનેશ્વર અને જિનેશ્વર ભગવાનની વાણીનો મહિમા ગાવા માટે શબ્દ અને રાગથી વધતી એવી નમોસ્તુ વિશાલ૦ અને સંસાર- એ રૂપ સ્તુતિઓ સર્વ પ્રતિક્રમણ કરનારાઓ સાથે બોલે છે, અને એ હકીકત પ્રવચનસારોદ્વાર વિગેરેમાં સ્પષ્ટપણે જણાવી છે. પાક્ષિક પ્રતિક્રમણમાં સંસાર દાવાની ચોથી થોયના છેલ્લા ત્રણ પાદો જે સાથે બોલવામાં આવે છે તેમાં જુદાં જુદાં કારણો જણાવવામાં આવે છે. (૧) હરિભદ્રસૂરિજીને ચૌદસો ગુમાલીશ ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા હતી તેમાં આમૂલાઇ નામની ચોથી થાઈરૂપી ચૌદસો ગુમાલીશમો ગ્રંથ હતો અને તેનો પહેલો પાદ રચ્યા પછી સૂરીશ્વર મહારાજની તબિયત વધારે અસ્વસ્થ થવાથી તે ત્રણ પાદો ત્યાં હાજર રહેલા શ્રમણાદિ સંઘે ઉચ્ચ સ્વરથી પૂરા કર્યા અને તેથી તે ત્રણ પાદો સકળ સંઘ ઉચ્ચ સ્વરે બોલે છે. (૨) કેટલાકના કહેવા પ્રમાણે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતાં ચતુર્વિધ સંઘને કોઈક વ્યંતર દેવતા ઉપસર્ગ કરતો હતો તેને નિવારવા માટે ગીતાર્થ ગુરુમહારાજની આજ્ઞાથી ચતુર્વિધ સંઘે ઝંકારા વિગેરેનો ઉચ્ચ સ્વરે ઉચ્ચાર કર્યો ને તેવા તે ઝંકારાદિના ઉચ્ચારથી તે ઉપદ્રવ કરનાર વ્યંતર નાસી ગયો અને તેથી આ ત્રણ પાદો ઉચ્ચ સ્વરે ચતુર્વિધ સંઘ બોલે છે. (૩) કેટલાકના કહેવા પ્રમાણે તો કોઈ સમર્થ મહાપુરુષની અધ્યક્ષતામાં કોઈ તેવા મોટા ક્ષેત્રનો શ્રાવક સમુદાય મોટું પાક્ષિક પ્રતિક્રમણ કરવા બેઠો હતો, તે સ્થાન શહેરના દરવાજાની નજદીક હતું. તે વખતે તે પાક્ષિક પ્રતિક્રમણમાં બેઠેલા વર્ગમાં જ શહેરનો અધિકારી વર્ગ પણ બેઠેલો હતો. આ સ્થિતિના ચરપુરુષદ્વારા સમાચાર મળવાથી નજીકના શત્રુએ લશ્કર સાથે તે જ વખતે હલ્લો કર્યો, તેવી વખતે ગીતાર્થ ગુરુ મહારાજની આજ્ઞાથી ઝંકારા, વિગેરેનો ઉચ્ચાર સર્વ પ્રતિક્રમણ કરનારાઓએ સાથે ઉચ્ચ સ્વરે કર્યો. એ ઉચ્ચ સ્વરથી અને અનેક જન સાથે કહેવાતા સ્તુતિના શબ્દના ઘોંઘાટથી શત્રુનું લશ્કર તે સ્થાનવાળાની સાવચેતી સમજીને નાસી ગયું અને તેથી તે શહેરના તે અધિકારી વર્ગ વિગેરેની શ્રદ્ધા અને ભક્તિ વધારે જાગ્રત થયાં અને તે દિવસથી તે સમર્થ ગીતાર્થ ગુરુ મહારાજની આજ્ઞાથી પાક્ષિક આદિ પ્રતિક્રમણોમાં તે પાદો ઉચ્ચસ્વરે બોલાય છે. સંસારદાવાની ચોથી થોઈના છેલ્લા ત્રણ પાદોને ઉચ્ચ સ્વરે બોલવામાં પૂર્વે જણાવેલાં ત્રણ કારણોમાંથી કોઈપણ કારણ હોય, પણ સરસ્વતીદેવીને સ્તુતિરૂપ તે ચોથી થોઇના અંતના ત્રણ પાદો દરેક સારે સ્થળે મોટા પ્રતિક્રમણમાં સમુદાયથી જ બોલાય છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy