________________
શ્રી સિદ્ધચક્ર
ૐ સુધા-સાગર જે
નોંધઃ-સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક શ્રીઆચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમદેશનામાંથી ઉષ્કૃત કરેલ કેટલાક સુધાસમાન વાકય બિંદુઓનો સંગ્રહ પૂ. શ્રીચંદ્રસાગરજી મહારાજજી પાસેથી મેળવી ભવ્યજીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ.
તંત્રી.
૨૩૦
૯૯૦ પ્રભુમાર્ગનો પૂજારી પ્રશ્નકાર કૃષ્ણ મહારાજા પોતાની છોકરીને પૂછે છે કે “રાણી થવું છે કે દાસી’’ એ ભેદી પ્રશ્ન પૂછનારા પિતાઓની પુરી જરૂરીયાત છે.
તા.૧૩-૨-૩૪
૯૯૧ દીક્ષાપ્રદાન કર્યા બાદ સૂત્રાનુસાર શિષ્યોનું પાલન કરનારા પ્રભુમાર્ગના પૂજારીઓ પ્રત્યનિક થતા નથી.
૯૯૨ પરમાર્થને નહિ સમજનારા શિષ્યો આલોક અને પરલોક સંબંધી વિરૂદ્ધ આચરણ કરે છે, અને તેથી જે સ્વપર નુકશાનની પરંપરા વૃદ્ધિ પામે છે તે માટે આચાર્યો પણ જવાબદાર છે.
૯૯૩ અધમકાર્યને આચરનારા શિષ્યોની આચરણા અવલોકીને જૈનશાસનની અપભ્રાજના થતી હોય, તો તે દૂર કરવા ગચ્છાનાયકોએ કટિબધ્ધ થવાની જરૂર છે.
૯૯૪ શિખામણ પામેલા શિષ્યો ઉત્કંઠ થઇને પાપ કાર્યવાહી કરે તો તે દોષના લવલેશ ભાગીદાર આચાર્યો નથી.
૯૯૫ ઉત્સર્ગપદે અને અપવાદપદે દીક્ષાદાતાઓ દીક્ષા આપી શકે છે તે શાસ્ત્રવચનના રહસ્યને સમજતાં શીખો !
૯૯૬
“સમાગમ એ અવશ્યમેવ વિયોગ થવાવાળો છે” છતાં વિયોગ પ્રસંગમાં વિકરાળ બની હાયવોય કેમ કરો છો !
૯૯૭ ધન-કણ-કંચન પુત્ર-પરિવાર-આબરૂ વિગેરે જગતની બધી ચીજો સંસ્કારથી સુધરવાવાળી છે, પણ આયુષ્ય સંસ્કારથી સંરક્ષિત થતું નથી એ ઘડીભર ભૂલશો નહિ.
૯૯૮ અસંસ્કારિત જીવન જાણીને જીવજીવન જીવતાં શીખો.
૯૯૯ ગુણસંપન્ન જીવોજ ગુણની અધિકતાને સાધનારા હોય છે.
૧૦૦૦ ભવાભિનંદીજીવોને ભગવંતનું હિતકારક વચન હિતકર થતું નથી.