________________
(ટાઇટલ પા. ૪નું અનુસંધાન) સકલ ભવ્ય જીવોએ અન્ય નિમિત્તે ભગવાનની આરાધનાની પ્રવૃત્તિ કરવા પહેલાં ત્રિજગતના નાયક ભગવાન તીર્થકરોના ગભદિક કલ્યાણક દિવસોમાં દ્રવ્ય ભાવભક્તિ વિગેરેથી આરાધના કરવા તત્પર રહેવું જોઇએ.
કેટલાક વ્યાખ્યાતા અને ઉપદેશકો વર્તમાન શાસનના અધિપતિ ભગવાન મહાવીર મહારાજનો ચૈત્ર સુદિ તેરસને દિવસે જન્મ કલ્યાણકનો દિવસ ઉજવતાં મહાવીર જયંતીનો દિવસ કહી ભગવાનના મહિમા વિગેરેનું સભા સમક્ષ ગાન કરે છે તેઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે કલ્યાણક સરખા ફક્ત દેવદાનવથી પૂજિત એવા તીર્થકરોને લાગતા પવિત્ર શબ્દને છોડીને જયંતી સરખા હર કોઈ ઐતિહાસિક સારા મનુષ્યને અંગે વપરાતો શબ્દ ગોઠવીને ત્રિલોક પ્રભુના સન્માનમાં શબ્દથી પણ અવનતિ કરવી નહિ.
પરમ તારક જિનેશ્વરદેવોના કલ્યાણકોનું આરાધન કરવાવાળા ભવ્ય આત્માઓએ પોતપોતાના સ્થાને પણ વિશેષથી પૌષધાદિક ધર્મકિયા અને રથયાત્રાદિક ભક્તિ કરવામાં આદરપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ અને તેમ કરવામાં આવે તોજ યથાર્થ રીતે કલ્યાણકની આરાધના કરી ગણી શકાય.
જો કે આ અવસર્પિણીને અંગે અનંતર કે પરંપર ઉપકાર દ્વારાએ ચોવીસે તીર્થકરો જગતમાત્રના ઉપકારી છે અને આત્માના અવ્યાબાધ ગણાદિકની અપેક્ષાએ ચોવીસે તીર્થકરોમાં કોઇપણ પ્રકારે તારતમ્યતા નથી, તો પણ નજદીકમાં વર્તમાન શાસનને સ્થાપનાર જિનેશ્વર ભગવાન મહાવીરદેવનો અનહદ ઉપકાર આ શાસન ઉપર રહેલો છે. વાસ્તવિક રીતિએ તો ભગવાન મહાવીર મહારાજની ત્રિકાલાબાધિત વાણીના પ્રભાવથીજ જીવાદિક તત્ત્વોના શાનની માફક ભગવાન ઋષભદેવઆદિક ત્રેવીસ તીર્થકરોના યથાવત વૃતાંતને ભવ્યો જાણી શકે છે, તેથી વર્તમાન શાસનના અધીશ્વર ભગવાન મહાવીર મહારાજના કલ્યાણક દિવસને આરાધવાની દરેક ભવ્ય જીવોને જરૂર છે. સમજવાની જરૂર છે કે ભગવાન મહાવીરદેવે કરેલું તત્ત્વનિરૂપણ અને તીર્થકરોનું ઇતિવૃત્ત બીજાકારાએ કે બીજાના ઉપદેશે જાણેલું ન હતું, પણ તે સ્વયંભૂ મહાત્માએ પોતાના શાનથીજ અવલોકીને નિરૂપણ કરેલું હતું, માટે આચાર્યાદિકની માફક ભગવાન તીર્થકરો કથિતના કથકો નથી પણ સ્વયંભૂ કેવળજ્ઞાનથી જાણેલા તત્ત્વોના કથક છે, માટે તેઓના અપ્રતિમ ઉપકારને અને પરાકાષ્ઠા પ્રાપ્ત ગુણોને સંભારીને દરેક ભવ્યોએ એમના કલ્યાણક દિવસે તો એમની આરાધનામાં જરૂર પ્રવૃત્ત થવું જોઇએ.