________________
તા.૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર સુખોની અવધિ છે. એ સુખ નિરવધિ છે, અપાર છે, વચનાતીત છે. સુખોની આ બધી દશા બાહ્ય સ્થિતિએ વિચારી. જેમ જ્ઞાનદર્શન એ આત્માનો સ્વભાવ છે તેમ સુખ પણ આત્માનો સ્વભાવ માન્યો છે. પુદ્ગલના બંધ નથી, છુટી જાય, વિકાર રહિત થાય એ સુખ અનંત છે. જ્ઞાનદર્શન વિગેરે સ્વ-સ્વભાવથી અનંત સુખના ભોકત્તા મોક્ષના જીવો છે. મોક્ષમાં આ સુખ. જેટલું કહેવાયું તે બધું શું આદરવા માટે ? તો તો જુલમ થાય!
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ છે. આ ચાર વિના પાંચમો કોઈ વર્ગજ નથી. જેમ દુનિયાના જીવોના સાચા, જુઠા, ધર્મ, અધર્મી એમ વિભાગ પાડવામાં આવ્યા પણ એથી જુઠ્ઠાયે થવું, અધર્મી પણ થવું એવી પણ શાસ્ત્રકારની આજ્ઞા છે એમ નથી; એ તો માત્ર દુનિયાની સ્થિતિ જણાવવા કહેલ છે, એ બધા વિભાગો વર્તવા માટે કહેલ છે એમ નથી એ જ રીતે તમામ જીવોની ઈચ્છાનું વર્ગીકરણ આ ચાર વર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) છે તે જણાવ્યું પણ તે ઉપરથી એ ચારે આદરવા માટે જણાવેલા નથી, માત્ર જાણવા માટે જણાવેલા છે. દેવતા, મનુષ્ય, તિર્યંચ, તથા નારકી એ પ્રકારે ગતિ ચાર છે તો ગતિ ચાર જણાવી તે ઉપરથી નારકીની ગતિ પણ લેવી જોઈએ એમ સમજવાનું નથી. ચારે વર્ગનું સાધ્ય સુખ છે. બાહ્ય સાધનથી થતું સુખ તે કાવ, અંતર સાધનથી ભોગવાતું સુખ તે મોક્ષ. સુખ પ્રત્યે પ્રીતિ, દુઃખ પ્રત્યે અપ્રીતિ સહેજે છે. શાસ્ત્રકારો જુએ છે કે દુનિયા ઉંધું મારશે માટે સ્પષ્ટતયાજ કહે છે. પોતાના આત્માને સર્વ જીવોની માફક દેખે આ વાકય ઘણી જગા પર ઉંધું મારશે એમ હેમચંદ્ર મહારાજાએ દેવું માટે એનો પુરતો ખુલાસો કર્યો gિવત્ પરવાપુ એ વાક્યમાં પંડિતનો ઉદ્દેશ શો હતો ? માતા તરફ કામદષ્ટિ હોય નહિ તે રીતે પરદારાને પણ માતા ગણી તે મુજબ વર્તવું એમ કહેવાનો આશય હતો, અર્થાત્ વિકારદૃષ્ટિ રોકવા માટે આ વાક્ય હતું પણ કોઈ જુવાન સ્ત્રીને દેખીને તેના ખોળામાં પંડિતનો છોકરો સુઈ ગયો. પંડિતે ઠપકો આપ્યો તેણે કહ્યું કે- તમેજ શીખવ્યું છે કે માતૃવત્ પરંવાપુ માટે હું પણ જેમ માતાના ખોળામાં રમાય તેમ અહી રમું છું.” આ વાક્ય પંડિતના છોકરા માટે અનર્થ કરનારું નીવડયું. એ જ રીતે બધા જીવને પોતા જેવા લેખવા એ વાક્ય પણ, પોતે ધરાઇને બેસવાથી બીજાને ધરાયેલા માને, પોતે નિરોગી હોવાથી બધાને નિરોગી માને, પોતે સુખી માટે બધાને સુખી માને તો જુલમ કરનાર જ નીવડે ને !
"आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये"
શ્રી હેમચંદ્ર મહારાજને આટલા માટે આ બીજો પાદ પુરો કરવો પડ્યો. કહેવાનું મતલબ કે તમારા જીવો ઉદ્યમ એકજ મુદ્દાથી કરે છે કે સુખ મળે. પ્રવૃત્તિ તે માટે છતાં તે મળતું નથી તેનું કારણ શું? એટલા જ માટે રખડી રહ્યો છે, એ રખડપટ્ટી કયારે અટકે એ વિચારો! વાસ્તવિક સુખ માટે પ્રવૃત્તિ વાસ્તવિક જોઇએ વિગેરે હવે પછી કહેવામાં આવશે.