________________
તા. ૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક
૩૩૮
જોવાથી ગુણવાન પુરુષ વિદ્યમાન હોય અને જેવી ભાવના આવે તેવીજ ભાવના અનિત્યતા અને આશ્ચર્યભાવની સાથે આવે છે એટલું જ નહિ પણ જે સ્થાને તે મહાપુરુષનું શરીર રહ્યું હોય છે તે સ્થાનને પણ આરાધક પુરુષો પૂજ્ય તરીકે ગણે છે. એ જ કારણથી જ્યાં તીર્થંકરાદિ મહાપુરુષો મોક્ષે જતાં શરીરને છોડી ગયા હોય છે, તે શિલાપહાડાદિસ્થાનોને પણ શાસ્ત્રકારો સીધી શિલાતલ તરીકે ગણે છે. શાસ્ત્રોને જાણનાર હરેક કોઈ સમજી શકે છે કે યથાર્થ આરોપરહિતપણે કહેવાથી સિદ્ધશિલા તીચ્છ લોકથી કંઈક ન્યૂન સાતરાજ ઉર્ધ્વલોકમાં છે અને તેથી તે સિદ્ધશિલાનો સંભવ તિર્યલોકમાં કોઈપણ પ્રકારે બની શકે તેમ નથી અને જો કે સિદ્ધશિલાનો તિર્યલોકમાં સંભવ નથી તો પછી સિદ્ધશિલા ઉપર અણશણ કરી સાધુનું આરાધકપણું તો સંભવે જ કયાંથી? અને આરાધક સાધનો સદ્દભાવ તિર્યલોક અને અઢી દીપ સિવાય બને જ નહિ, તો પછી સિદ્ધશિલાતલમાં રહેલા આરાધક સાધુના નિર્જીવ શરીરને દેખવાનું અને તેને લીધે ભાવના, અનુકંપા અને આશ્ચર્ય ઉત્પન્ન થવાનું થાય જ કયાંથી? અને શાસ્ત્રકારોએ તો સ્પષ્ટપણે સિદ્ધશિલાતલમાં રહેલા આરાધક મહાત્માના શરીરને દેખવાથી ભક્તિ, અનુકંપા અને આશ્ચર્ય થાય એમ જણાવેલું છે. અર્થાત્ આરાધક પુરુષની મહત્તાને અંગે તેના નિર્જીવ શરીરની પણ ઘણીજ ઊંચી કીંમત ગણવાવાળાની તેમજ જે સ્થાને તેઓએ શરીર છોડયું તે સ્થાનની પણ અનહદ કીંમત ગણવામાં આવી છે.
આ હકીકત વિચારતાં સુજ્ઞ મનુષ્યો જ્ઞશરીરની જગતના જીવોએ અને શાસ્ત્રકારોએ કેટલીક મહત્તા આંકી છે તે સ્પષ્ટપણે સમજી શકશે. જો કે જ્ઞશરીરને પહેલું સ્થાન આપીએ તે કરતાં ભવ્ય શરીરને પહેલું સ્થાન આપવું એ બાહ્યદૃષ્ટિએ ઘણું વ્યાજબી લાગશે; કારણકે જ્ઞશરીરમાં ચૈતન્યાદિક અનેક ગુણો યાવત્ કોઈ કોઈ આત્મામાં તો સમ્યગુદર્શન અને અવધિજ્ઞાનાદિમાંના મહત્તમ ગુણો પણ હોય છે. છતાં જ્ઞશરીર જેવું પહેલું સ્થાન ભવ્ય શરીરને કેમ ન હોય? વાચક સહેજે સમજી શકશે કે જ્ઞશરીરની મહત્તા જગતના દરેક અનુભવી આબાળગોપાળ સમજી શકે છે, ત્યારે ભવ્ય શરીરની મહત્તા અવધિઆદિક અતિશય જ્ઞાનવાળા સમજી શકે છે. શાસ્ત્રોમાં પણ જ્ઞશરીરપણે તીર્થકર, ગણધરમહારાજ વિગેરેના નિર્જીવ શરીરોની આરાધના જેવી સ્થાને સ્થાને જોવામાં આવે છે તેવી કે તેનાથી ઘણા ઓછા અંશે પણ ભવ્ય શરીરની આરાધના જોવામાં આવતી નથી. વિચારવા જેવું છે કે ભગવાન રૂષભદેવજીની પર્ષદામાં ભરત ચક્રવર્તીએ કરેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન રૂષભદેવજીએ મરીચિ પરિવ્રાજકને ભગવાન મહાવીર મહારાજના જીવને ભવિષ્યના ચરમ તીર્થકર તરીકે જણાવ્યા