SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી સિદ્ધચક્ર તા.૧-૧૨-૩૩ નંદીશબ્દાર્થ. પ્રથમ નંદી શબ્દ નંદ ધાતુ ઉપરથી બનેલો છે, જો કે તે ધાતુ સમૃદ્ધિ અર્થમાં છે, તો પણ તેનો પ્રયોગ સામાન્ય રીતે ધનધાન્યઆદિની સમૃદ્ધિમાં થતો નથી, પણ હર્ષરૂપી ધનની વૃદ્ધિમાંજ પ્રયોગ થાય છે, અને તેથીજ આનંદ, નંદન, નન્દથુ પરમાનંદ વિગેરે શબ્દો જેમ હર્ષની સમૃદ્ધિને જણાવવાવાળા બને છે, તેવી જ રીતે અહીં પણ નંદી શબ્દ હર્ષની સમૃદ્ધિને જણાવનારો છે. જેમ સ્ત્રીલિંગ અને પુલિંગમાં નાભિ સરખા શબ્દો છે, તેવી રીતે આ નંદી શબ્દ પણ પુલિંગ અને સ્ત્રીલિંગમાં વપરાય છે, પણ ફરક એટલોજ કે નાભિ શબ્દ સ્ત્રીલિંગમાં વપરાતી વખતે પણ હસ્વ છેકારવાળો રહી શકે છે, પણ આ નંદી શબ્દ પુંલિંગમાં હોય ત્યારેજ સ્વ છેકારવાળો રહે છે, પણ સ્ત્રીલિંગમાં જતાં તેને સ્ત્રીલિંગનો પ્રત્યય લાવીને દીર્ધ પણ કરે છે, જો કે ઉપર પ્રમાણે નંદી શબ્દથી કેવળ હર્ષ, પ્રમોદ, આનંદ, વિગેરેજ પર્યાયોનો અર્થ આવે, પણ જૈનશાસનમાં હર્ષનું તાત્ત્વિક કારણ સમ્યગુજ્ઞાનાદિ ગણેલા હોવાથી આ સૂત્રને નંદી સંજ્ઞાથી જણાવેલું છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવો તે પંડિતપર્ષક્માં સાહજિક હોવાથી જ્ઞાનને નિરૂપણ કરવાવાળા અધ્યયનને પણ નંદી કહેવામાં કોઈપણ જાતની અડચણ નથી. નિંદી એ સૂત્ર કે અધ્યયન. જો કે પાક્ષિકસૂત્ર વિગેરેમાં તેમજ આજ નંદીસૂત્રમાં, સૂત્રોના ભેદો જણાવતાં, તેમજ પીસ્તાલીસ આગમની સંખ્યા ગણતાં પણ આ નંદીસૂત્રને સ્વતંત્રપણે દશવૈકાલિક આદિ સૂત્રોની માફક આ નંદીસૂત્ર સ્વતંત્ર સૂત્રપણેજ ગણેલું છે, અને આ નંદીસૂત્ર ઉપર બીજા સૂત્રોની માફક સ્વતંત્રપણે અલગ અલગ ચૂર્ણિ અને વૃત્તિ વિગેરે છે, તેથી આ નંદીસૂત્રને પૃથક સૂત્રપણે ગણવું એજ ઉચિત છે, તો પણ દરેક સૂત્ર કે અનુયોગઆદિ કરતી વખતે શરૂઆતમાં આ સૂત્રનું કથન નમસ્કારઆદિના સ્મરણની માફક નિયમિત હોય છે, અને તેથી આ સૂત્ર દરેક સૂત્ર કે આગમનો પ્રથમ અવયવ બનવાથી તેની અધ્યયન તરીકે સંજ્ઞા પૂર્વાચાર્યોએ રાખી છે તે પણ વાસ્તવિકજ છે. નંદીનો વિષય. આચારાંગ વિગેરે શાસ્ત્રો જેમ સાધુઓના આચાર વિગેરેનું પ્રતિપાદન કરે છે, તેવી રીતે આ નંદીનામનું સૂત્ર કે અધ્યયન પાંચ પ્રકારનાં જ્ઞાનોનું નિરૂપણ કરે છે. તે પાંચ જ્ઞાનોમાં કેટલાંક દૈશિક જ્ઞાનો છે, તેમ સંપૂર્ણ કેવળજ્ઞાન સરખું જ્ઞાન પણ આ નંદીમાંજ કહેવાય છે, એટલે કે છાવસ્થિક કે કૈવલિકલ્લાનોનું નિરૂપણ આ સૂત્રમાં સવિસ્તર જણાવેલું છે, અને આજ કારણથી દરેક સૂત્રદાનની શરૂઆતમાં દેશને સર્વાશ જ્ઞાનને નિરૂપણ કરનાર આ અધ્યયનનું કથન થાય છે. જો કે સર્વાનુયોગ, આચાર્યપણું વિગેરે દેવાની ક્રિયામાં સંપૂર્ણ નંદીસૂત્રનું કથન આવશ્યક ગણાયેલું છે, તો પણ સૂત્રદાન કે વિધિવિધાનોમાં પાંચ જ્ઞાનને સંક્ષેપપણે સૂચવનાર સંક્ષિપ્ત સૂત્ર તો જરૂર કહેવું જ પડે છે. એવી
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy