________________
તા. ૧-૩-૩૪
૨૫૧
શ્રી સિદ્ધચક કરતા નથી અને જે ચારિત્રે અનંતી વખત નવરૈવેયકાદિ સ્વર્ગસુખ આપ્યાં તે નકામા ? શાસ્ત્ર નકામા કહ્યા કબુલ પણ તે મોક્ષની અપેક્ષાએ એ વિચારવું જ નથી ? આ તો ગૃહસ્થાશ્રમમાં રહેવાની બુદ્ધિથી ચારિત્રનેજ ખસેડવું છે એમને ! મોકા મળે શી રીતે ?
હવે ફરીને મૂળવાત પર આવીએ. મોક્ષને આપનાર ચારિત્રનું આરાધન અનંતી વખત કર્યું છતાં મોક્ષ કેમ ન મળ્યો? કલ્પવૃક્ષને ક્રોડો વખત આરાધીયે પણ બોરાંજ માગીએ તો એ આપણને કોટિધ્વજ કરે ક્યાંથી ?એજ રીતે દેવગુરુ ધર્મનું આરાધન પૌગલિક સુખો મેળવવાની બુદ્ધિએ કર્યું તેથી તે કલ્યાણનું કારણ એટલે કે શિવપદ પ્રદાયક ન થયું. સેંકડો વર્ષ વરસાદ થવા છતાં બીડમાં કાંઈ ન ઉગે, ન ફળે માટે શું વરસાદ નકામો ? જમીન નકામી ? તેમ નથી; વાવ્યું નથી માટે ઉગ્યું નથી, કાંઈ ફળ્યું નથી. ચારિત્રરૂપી વરસાદ અનંતી વખત થવા છતાં, આત્મ-ક્ષેત્રમાં મોક્ષની ઇચ્છારૂપી બીજ વાવેલું ન હોવાથી ત્યાં મોક્ષવૃક્ષ ઉગે કેવી રીતે ? એજ રીતે બીજી તરફ પણ વિચારો. સારી જમીનમાં યદ્યપિ સારું બીજ વાવ્યું પણ હોય, તથાપિ વરસાદ વગર શું થાય ? એવીજ રીતે ભવ્યજીવ હોય તથાપિ ચારિત્રરૂપી વરસાદ વિના, બીજ વપન છતાં, મોક્ષવૃક્ષ ઉગે નહીં. દેવગુરુ ધર્મની આરાધનામાં મોક્ષની બુદ્ધિ હોય તો મોક્ષ મળે અને પૌદ્ગલિક સુખની બુદ્ધિ હોય તો તે મળે પણ ગમે તે બુદ્ધિથી થયેલી એ આરાધના નિષ્ફળ તો નથી જ. મોક્ષ જોઇએ તો ઇચ્છા મોક્ષની કરો. ભગવાને દેવ, ગુરુ, ધર્મ એ ત્રણે તત્ત્વોનું નિરૂપણ શું જીવોને બાયડી છોકરાં, પૈસાટકા વિગેરે મળે તે માટે કર્યું છે? નહિ જ. જાતના જીવો જન્મ, જરા, મરણ, રોગ, શોક વિગેરેના ચક્કરમાંથી નીકળી પોતાના સ્વરૂપમાં લીન થાય-મોક્ષ મેળવે તે માટેજ ભગવાને એ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે. આ બુદ્ધિ આવે તો સમ્યકત્વ. હૃદયમાં તેનાથી ઉલટા ફળની આશા રાખીએ એટલેકે પૌદ્ગલિક સુખની સ્વર્ગાદિક ગતિની ઈચ્છા રાખીએ તો યથાસ્થિત ફળ ધ્યાનમાં નજ રહ્યું એ સિદ્ધજ છે. જ્યાં લગી આરાધના આ રીતે યથાસ્થિત નહીં ત્યાં સુધી સમ્યકત્વ નહીં. આ ઉપરથી આપણે ગઈ કાલે કહ્યું હતું કે આ આત્માને જો અનાદિનું ભવભ્રમણ ખટકે નહીં, મોક્ષ મેળવવાની બુદ્ધિ જાગે નહીં, તો શુદ્ધ દેવગુરુ ધર્મની આરાધના ચાલુ છતાં ત્યાં સમ્યકત્વ ન ગણાય આ વાત નક્કી થઈ. દેવલોક માટે ચારિત્ર લેનારને ચારિત્રમાં કેવી રીતે વર્તવું પડયું હશે ! કુદેવાદિને માને તો-આરાધે તો શુદ્ધ ચારિત્ર રહે ? અનંતી વખત નવરૈવેયકે ગયો તે વખતે પણે માન્યા તો છે શુદ્ધ દેવાદિને, અશુદ્ધ દેવાદિતત્વોને નથી માન્યાં છતાં સમ્યકત્વ નહિ, કારણકે યદ્યપિ શુદ્ધ દેવગુરુ ધર્મને માન્યા, કુદેવ, કુગુરુ, કુધર્મને છોડયા પણ એ શાથી? આ લોક પરલોકનાં સુખ (પૌદ્ગલિક) મેળવવાના ઇરાદાથી એટલેકે રાજાપણું, દેવલોક વિગેરે મળવાના (મેળવવાના) મુદ્દાથી, વર્ષો સુધી દ્વારિકાનો બચાવ આયંબિલથી થયો માટે એ ઉપયોગી, બીજાં વ્રતો નકામાં ? હવે રખડપટ્ટીનું કારણ સમજો કે રખડપટ્ટીની બીક વગર, મોક્ષપ્રદાયક શુદ્ધ દેવગુરુ ધર્મને માનવા છતાં તથા કુદેવાદિને છોડવા છતાં, સમ્યકત્વ નથી, મોક્ષ મળતો નથી આત્માનું કલ્યાણ થતું નથી, અનાદિના ભવભ્રમણથી આત્મા હજી ઉગર્યો નથી. આ રખડપટ્ટીની બીક લાગે તો અશુદ્ધ દેવાદિને માનતો હોય છતાં સમ્યકત્વ આવી જાય અગર ત્યાં સમ્યકત્વ રહે કલ્યાણનીજ આકાંક્ષા હોય તો બુદ્ધિનો પલટો કરો, પૌદ્ગલિક સુખની બુદ્ધિને પાણીચું પરખાવી મોક્ષનીજ બુદ્ધિને હૃદયમાં સ્થાપન કરો, દઢીભૂત કરો.