SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ શ્રી સિદ્ધચક્ર તા.૧૩-૪-૩૪ સમાલોચના | તંત્રી નોંધ - દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો, અને આક્ષેપોના સમાધાનો અત્રે અપાય છે. ૧ ભગવાન મહાવીર મહારાજાના જીવે મરિચિના ભવમાં ‘તમારા મનમાં શું સર્વથા ધર્મ નથી” એવા કપિલના પ્રશ્નની વખતે દીધેલો “રૂપ રૂર્યાપ' એવો જે ઉત્તર છે તે જીનેશ્વર મહારાજના ધર્મમાં સંપૂર્ણ ધર્મ છે અને અમારા પરિમિત જળથી સ્નાનપાનાદિક કરવું વિગેરે રૂપ પરિવ્રાજક ધર્મમાં કંઇક ધર્મ છે એવો ઉત્તર આવશ્યક મલયગિરિ વૃત્તિમાં સ્પષ્ટપણે જણાવેલો છે, માટે કેવળ “હા” નો ઉત્તર લખનારે અને કહેનારે સમજવો જોઇએ. ૨ દીક્ષાની બાબતમાં ગર્ભ અને જન્મથી આઠમું અને જન્મ પછી આઠ થયા પછી યોગ્ય થાય એ વાત કોઇએ નવી કલ્પી નથી પણ શ્રીનિશીથચૂર્ણ, પ્રવચન સારોદ્ધાર અને ધર્મસંગ્રહ વિગેરેમાં સ્પષ્ટપણે જણાવેલ જ છે. ૩ શ્રમણ સંઘની વ્યાખ્યામાં આરંભક અવયવો લઈએ તો મુનિનો સમુદાય ગચ્છ અને ગચ્છનો સમુદાય કુળ અને કુળનો સમુદાય ગણ અને ગણનો સમુદાય સંઘ એમ કહેવાતો હોવાથી કેવળ મુનિગણ આવે પણ સંઘના ચાર ભેદો શ્રીસ્થાનાંગ સૂત્ર, ભગવતીજી વિગેરેમાં જણાવેલા હોવાથી આજ્ઞાવર્તી પરિવાર પણ અંદર ગણી શ્રમણ પ્રધાન છે જેમાં એવો સપરિવાર સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર પ્રકારનો સંઘ કહેલો છે. ૪ શાસ્ત્રદૃષ્ટિએ તો સોળ વરસની ઉંમર સુધી દીક્ષા દેવી હોય તો માત્ર માતાપિતા અગર તેના વાલીની ઉત્સર્ગ માર્ગે તેની રજાની જરૂર હતી, પણ પૂર્વકાળમાં વકતાઓ જેવી વચનની દઢતા રાખતા હતા અને તેથી એકવચનીપણું નિયમિત હતું તેવી સ્થિતિ આજકાલ ન હોવાથી માતાપિતા કે વાલીની સંમતિના પુરાવા માટે વિશેષ પ્રયત્નની જરૂર રહે તે સ્વાભાવિક છે અને આ જ કારણથી ધનગિરિ મહારાજે સાક્ષીઓ રાખી વજસ્વામીને લીધા છે. ૫ પૂર્વકાળમાં પણ તે તે દ્રવ્યમુનિઓની અત્યંત અનુચિત પ્રવૃત્તિઓ દેખીને તે કાળના પુરુષોએ ઉચિત કરેલું જ છે તેમાં શાસ્ત્રના જાણકારનો મતભેદ નથી. ૬ અવિદ્યમાનદોષોનું જાહેરપણે આરોપણ કરવું તે અભ્યાખ્યાન એટલે કલંકદાન નામનું મોટું પાપ છે. તેમજ પ્રછન્નપણે વિદ્યમાન કે અવિદ્યમાન દોષોને પ્રગટ કરવા તે પૈશુન્ય નામનું પાપસ્થાનક છે, અને બીજાઓને જાતિ, કર્મ આદિક જણાવી અધમતા દર્શાવવી તે પરપરિવાદ નામનું પાપસ્થાનક કહેવાય. આટલા માટે જ સાધુપણામાં વર્તતા શિષ્ય સિવાયને ઉદ્દેશીને આકુશીલ છે એમ કહેવાનો નિષેધ કર્યો અને દોષ વિદ્યમાન છતાં બીજાને ક્રોધ થાય તેવું બોલવાની મનાઈ થઈ.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy