________________
તા. ૨૯-૪-૩૪ શ્રી સિદ્ધચક
૩૪૦ પર્યાયની અપેક્ષાએજ છે તેમજ દરેક તીર્થંકરના શાસનમાં તીર્થકર ભગવાનના મોક્ષે ગયા પછી સર્વ તીર્થકરોની આરાધના દ્રવ્યરૂપે જ છે અને ભવિષ્યની ચોવીશીના તીર્થકરોની આરાધના પણ સહસ્ત્રકૂટાદિ એ મહાપ્રતિષ્ઠાદિમાં સ્થાને સ્થાને થાય છે અને તેમાં ઘણો ભાગ ભવિષ્ય પર્યાયની અપેક્ષાએ જ હોય છે તો પણ તે સર્વ આરાધના વર્તમાન પર્યાયની અપેક્ષાએ નથી એટલું જ નહિ પણ વર્તમાન પર્યાયોની નિરપેક્ષતા રાખી તેનાથી શૂન્ય કેવળ ભવિષ્યના ઉત્તમ પર્યાયોથી અપેક્ષાએ જ તે તે આરાધના થાય છે પણ અત્રે તો ભવ્ય શરીર નામના દ્રવ્ય નિક્ષેપાના ભેદમાં વર્તમાન પર્યાયની નિરપેક્ષપણું ન રાખતા તેજ વર્તમાન પર્યાયને આગળ કરીને ભવિષ્યના પર્યાયની અપેક્ષાએ ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપો માનવામાં આવેલો છે. યાદ આપવાની જરૂર નથી કે કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી જે આરાધના કરાય તે જ્ઞશરીરની આરોપવાળી આરાધનાની માફક ભાવ આરાધનાજ ગણાય. દ્રવ્યનિક્ષેપાદ્વારાએ આરાધના તો કાર્ય અવસ્થાનો આરોપ કર્યા સિવાય કેવળ કારણ અવસ્થાની અપેક્ષાએ રહેલી દ્રવ્યતાને ઉદ્દેશીને જ છે. જીવ નહિ લેતાં ભવ્ય શરીર લેવાનું કારણ.
જો કે જ્ઞશરીર નામના નોઆગમ થકી દ્રવ્યનિપાના ભેદમાં મહાપુરુષનું શરીર નિર્જીવ હોવાથી શરીર પ્રધાનતાએ નિક્ષેપો કર્યા સિવાય છૂટકો ન હતો, પણ ભવિષ્યના તે જન્મના પર્યાયની અપેક્ષાએ કરાતા ભવ્ય શરીરરૂપી નોઆગમ દ્રવ્યનિક્ષેપામાં શરીરની નિર્જીવતા ન હોવાથી તેમજ ભવિષ્યના પર્યાયના કારણપણે પરિણમનારો ભવ્ય શરીરપણે ગણાતા શરીરનો અધિષ્ઠાયક આત્મા હોવાથી ભવ્ય શરીરના નામે નિક્ષેપો કરવા કરતાં ભવ્ય આત્માના નામે નિક્ષેપો કરવો તે સ્કૂલ દૃષ્ટિએ વ્યાજબી ગણાય. ભવિષ્યના પર્યાયની વખત શરીરપણે પરિણમનારા પુગલનું જો તેઓને જીવે ગ્રહણ કરેલા ન હોત તો ભવ્ય શરીરપણે કોઈ સ્થાને કહેવામાં આવ્યું નથી. માટે ભવ્ય શરીર નામનો નોઆગમ દ્રવ્યભેદ કરવા કરતાં બીજો કોઇ ભવ્ય પર્યાય ભવ્ય આત્મા ભવ્યાવસ્થા થાય કે એવો બીજો ભેદ કરવો જોઈએ, પણ આત્મા વિદ્યમાન છતાં તે આત્માને ભવ્ય શરીર ભેદમાં ન લેતાં તેના શરીરની મુખ્યતાની અપેક્ષાએ ભવ્ય શરીર નામનો ભેદ કરવો તે કેમ ઉચિત ગણાય? આ વસ્તુના સમાધાનમાં એટલુંજ કહી શકાય કે જેમ ભૂતકાળના સમ્યગદર્શનાદિક વિશિષ્ટ પર્યાયોનું કારણ કે તે મહાપુરુષોના આત્મામાં છતાં જ્ઞશરીર નામના નોઆગમ ભેદના દ્રવ્યનિક્ષેપામાં વ્યવહારિક દૃષ્ટિને આગળ કરી વાસ્તવિક અને અંતરંગ કારણ આત્માને મુખ્ય ન ગણતાં તે પર્યાયના કારણભૂત શરીરને જ મુખ્ય ગણ્યું છે તેવી રીતે અહીં ભવ્ય શરીર નામના નોઆગમ દ્રવ્યનિપામાં પણ વ્યવહારિક દૃષ્ટિથી શરીરને જ મુખ્યપદ આપવામાં આવે અને ખરું તેમજ અંતરંગ કારણ એવો આત્મા તેને ગૌણ પદ આપી નિક્ષેપો ગણતાં ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપો ભવ્યના શરીરની અપેક્ષાએજ કહે તો તેમાં આશ્ચર્ય નથી.