________________
૨૧૦
શ્રી સિદ્ધચક્ર
તા.૩૦-૧-૩૪. સમાધાન- કર્મગ્રંથકારે કર્મબંધના ચાર કારણ કહ્યા છે, તે બરાબર છે પણ એક અપેક્ષાએ વિચારીએ તો કેવળ યોગથી જે કર્મબંધ થાય છે તેથી સંસાર ભ્રમણ થતું નથી, તેથી તે કારણે બાદ કરીએ તો બાકી ત્રણ કારણ જે રહ્યા તે કષાયના કૌટુંબિકો છે, એટલે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની અને સંજવલન કષાય અનુક્રમે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય તે બધા કષાયસ્વરૂપ હોવાથી કષાય એજ કર્મબંધન છે એમ કહેવામાં, સમજવામાં કે માનવામાં લેશભર સંકોચને સ્થાન નથી.
પ્રશ્ન ૯૪૦ - દ્રવ્યદયાની વાસ્તવિક વ્યાખ્યા શી?
સમાધાન- કર્મથી આવી પડેલા દુઃખો દેખીને તે દુઃખો ટાળવાનું મન થાય, ટાળવાના પ્રયત્ન થાય અને તે દુઃખો સર્વથા દૂર કરવાને તન, મન અને ધન સમર્પણ કરવા કટીબધ્ધ થવું તે દ્રવ્યદયા છે.
પ્રશ્ન ૬૪૧- ભાવદયાની વાસ્તવિક વ્યાખ્યા શી?
સમાધાન- શીતાદિ દુઃખોને આવર્ભાવ કરનાર કર્મની જડને ભસ્મીભૂત કરવા પૂર્વક રત્નત્રયી મેળવવાનું મન થાય, તે મેળવવા માટે પ્રયત્નાદિકરાય તે વસ્તુતઃ ભાવ દયા છે.
શ્રીગૌતમ સ્વામિને નમઃ
શું આગમોની જરૂર છે ?
હા, ... તો નીચેની બિના વાંચી-વિચારી વર્તનમાં મુકવાનું ભૂલતા નહિ ... ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોએ અર્થથી નિરૂપણ કરેલ, અને સૂત્રથી ભગવાન ગણધરદેવોએ ગુણ્ડિત શ્રી આચારાંગ આદિ અંગો, ઉવવાઇઆદિ ઉપાંગો અને આવશ્યકાદિ મૂલ સૂત્રો કે જે પ્રથમ શ્રીમતી આગમોદય સમિતિએ છપાવી પ્રસિદ્ધ કર્યા છે, અને જેની નકલો ચોગુણી કિમ્મતે પણ મળતી નથી; તેથી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ તેનો પુનરૂદ્ધાર કરવો શરૂ કર્યો છે.
માટે જ તેના ગ્રાહક થનાર દરેક નકલ દીઠ રૂપિયા પાંચ એડવાન્સ તરીકે નીચેને સરનામે ફાગણ વદ ૧ પહેલાં ભરી દેવાં.
હાલ આચારાંગ અને દશવૈકાલિક છપાવવાં શરૂ થશે, આ આગમોની મૂલ-કિમ્મત રહેશે, અને ત્યારબાદ બાકીના આગમો પણ ક્રમસર શરૂ કરાશે.
તા. કડ- આ વખતે કોઈ સંસ્થાદિને પણ ભેટ આપવામાં આવશે નહિ, માટે તેઓએ તેમજ બીજાઓએ એડવાન્સ મોકલી પોતાનાં નામો જલ્દી નોંધાવવા. ગ્રાહકોની સંખ્યા જેટલીજ નકલો છપાવવાનો આ સમિતિનો ઇરાદો છે, જેથી ઉપરની મુદત વિત્યાબાદ નામ નોંધવામાં આવશે નહિ. સુરત મુકામે પ્રથમની જાહેરાતથી જેઓએ એડવાન્સ તરીકે નાણાં ભર્યા છે, તેઓને રીતસરની પહોંચ ટુંક સમયમાં સમિતિ તરફથી મોકલી આપવામાં આવશે. નાણાં ભરવાનું સ્થાન ) શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ.
ભૂલેશ્વર, લાલબાગ મુંબઈ. નં. ૪