________________
તા. ૨૪-૮-૩૪
૫૧૪
શ્રી સિદ્ધચક્ર ભોગવે છે. જો શરીરમાં ન હોય તો દુઃખો ભોગવવાનાં હોય જ નહિ. અગ્નિ કોઇમાં પેઠો ન હોય તો એનું કોઈ નામ દેતું નથી. આકાશને કોઈ લાકડી મારતું નથી, કેમકે આકાશ સ્વતંત્ર છે. તેવી રીતે અગ્નિ તેમજ આત્મા સ્વતંત્ર રહે તો તેને દુઃખનું સ્થાન નથી. શરીરના આશ્રયને લીધે આત્મા દુઃખ ભોગવે છે, એની સ્વતંત્રતાનો નાશ પારકા (શરીરના) આશ્રયના કારણે છે, ને તે શરીરના પાંચ પ્રકાર હોઈ બાહ્ય આંતર સર્વ શરીરના કારણરૂપ કાર્પણ શરીર અનાદિથી લાગેલું છે. કર્મો શી રીતે વળગે છે? ઓપરેશન વગર વિકાર મટે જ નહિ.
આટલી શરીર ને જીવની પૃથપણાની સમજ બાદ આત્માને નિત્ય સમજીએ તો શુદ્ધ ભાવના આવે માટે પહેલો સંસ્કાર એ જ કે આ જીવ અનાદિનો છે, જ્યારે આ કુટુંબ, ધન, માલ વિગેરે નવા થયેલા છે. અનાદિકાલથી આ જીવ ધંધો શો કરે છે? નાનો છોકરો જેમ ગટકુડું ભરે અને ઠાલવે, ભરે અને ઠાલવે એવી રીતે જીવ પણ એકજ ધંધો કરે છે. પોતાને કર્મથી પોતે બાંધે છે અને પાછો કર્મ ભોગવીને છોડાવે છે, ફેર બાંધે છે, ફેર છોડાવે છે, આ એનો ધંધો ! અહીં પ્રશ્ન એ છે કે કર્મ ભરાય છે શાથી? ગટકુડામાં જેમ ધુળ કે પાણી લાવીને ભરીને નંખાય છે તેવી રીતે કર્મ કોઇ માંગી જતું નથી. આત્મામાં આવીને બેસી જાય એ તાકાત કર્મમાં નથી. જેમ લોહચુંબક લોઢાને ખેંચે છે તેમ આત્મા કર્મને પોતે ખેંચીને લાવે છે, દાખલ કરે છે. કોઈ કહેશે કે કર્મ બાંધવાનો ઉદ્યમ કર્યો જ નથી, તો કર્મ બંધાય કેમ? દરેક સમયે સાત કે આઠ કર્મ બંધાય છે. શરીરના કોઈ ભાગમાં રસોળી થઈ, એને કાપીયે નહિ, ફેર ન થાય તેવા ઉપાય કરીએ નહિ ત્યાં સુધી લીધેલા ખોરાકનો અમુક ભાગ અચુક તેમાં જાય છે. શરીરનો થયેલો વિકાર નાબુદ કરવામાં આવે નહિ, એની ઉત્પત્તિ રોકવામાં આવે નહિ, ત્યાં સુધી વૃદ્ધિ અટકે નહિ, તેવી રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર વિકારો રોકાય નહિ તો પછી બંધાતા કર્મનાં પરમાણુઓ તે ચારેના કારણરૂપે પરિણમે તેમાં નવાઈ શી? જ્યાં સુધી જઠરા ચાલુ છે ત્યાં સુધી વિચારીએ કે ન વિચારીએ, જાણીએ કે ન જાણીએ તો પણ ખોરાક તો સાત આઠ વિભાગમાં વહેંચાઈ જાય છે. તમે જાણો કે ન જાણો, કરવા માગો કે ન માગો તોય સાત આઠ વિભાગ ખોરાકના જરૂર થવાના. તેવી રીતે આત્મામાં ઉદયવાળો રહેલો કર્મનો અંશ નવા કર્મને પોતારૂપે પરિણમાવે છે. જ્ઞાનાવરણીય છે તો આવતાં કર્મ જ્ઞાનાવરણીયપણે પરિણમશે. સાત ધાતુ શરીરમાં હોવાથી લીધેલો ખોરાક સાત ધાતુપણે પરિણમે છે, જેટલાં કર્મ ભોગવીએ તેવાં ગોઠવાવાનાં. મુખ્યતાએ જે વેદાય તે જ બંધાય છે, અર્થાત્ જ્ઞાનાવરણીય વેદતા હોઈએ તો નવા આવતા કર્મમાંથી જ્ઞાનાવરણીય કર્મને ભાગ મળે છે, તેમજ દર્શનાવરણીય વિગેરે માટે સમજવું. તેવી રીતે દરેક કર્મના સાત આઠ વિભાગ થાય; તેથી મિથ્યાત્વવિકાર વેદ