________________
૫૧૫
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર ત્યાં સુધી મિથ્યાત્વના કર્મો બાંધ્યા જ કરે, એ જ રીતે અવિરતિ, કષાય, જોગમાં રહે ત્યાં તે તે કર્મો બાંધ્યા જ કરે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને જોગ એ ચારે વિકારરૂપ છે, સર્વજ્ઞશાસનને માનો, જૈનધર્મને માનો તો મિથ્યાત્વાદિ ચારે વિકારો અનાદિના છે, ને તેનાથી જ હેરાનગતિ ચાલુ છે એ વાત ખ્યાલમાં આવી જાય. મિથ્યાત્વને હજી વિકાર માનવા તૈયાર છો પણ ફેર નવો ઉત્પન ન થાય માટે તેને છેદવાનો વિચાર આવતો નથી. કાયાએ મિથ્યાત્વ કરવું નહિ આ હદ આવી છે પણ તે સેવનારને બંધ કરવો એ લક્ષ્યમાં આવ્યું નથી. પાપીના ટોળામાં ગણાવું નહિ એ જ સાધુપણું.
હિંસકને પોતાના માનીને બચાવાય છે એ શાથી? કીડીની વિરાધના આપણે કરતા નથી પણ કોઈએ હિંસા કરી, ખૂન કર્યું ને તે જો સગો, સંબંધી હોય તો તેને બચાવીએ છીએ. પાપસ્થાનકોનો જીવનના ભોગે ત્યાગ કરવા માગો છો છતાં પાપસ્થાનક કરનાર છોકરો પકડાયો તેને પણ છોડાવીયે ને પોષીએ. બાર વ્રત ઉચર્યા છતાં પાપસ્થાનક સેવનારનું પોષણ કરનારને કેવા ગણવા ? કહોને કે પાપમય સંસ્થાના મેમ્બરોમાં પોતાનું પણ નામ ! શ્રાવકપણામાં દેશવિરતિ કરે તો પણ એકલા પોતાના પાપનો પરિહાર, અન્ય અનેકના પાપો તો ગળે પડેલાં જ છે. તેવા પાપનો ત્યાગ કરે તે સાધુપાપીના ટોળાંમાં ગણાવું જ નહિ એ જ સાધુપણું છે. કરવું, કરાવવું અને અનુમોદવું આ ત્રણે સરખા ફળવાળાં છે આ નિયમ છે ને ? આ વાક્યને તમે તમારા પ્રમાદના પોષણમાં જોયું. કરવા યોગ્ય કરણી નહિ કરવાના બચાવમાં અમે અનુમોદી છીએ તેથી અમને પણ સરખું ફલ છે આમ બોલો છો તો પછી શા માટે બીજાના પાપનો ભગાદર હું થાઉં? આ વિચાર ગૃહસ્થને થતો નથી. સાધુપણાના ચિહ્ન તરીકે મીરા એટલે ઘરથી નીકળીને સાધુપણું લે છે એમ જણાવી અન્ય સર્વ પાપવાળા કુંટબના કારણભૂત એવા ઘરથી નીકળવાનું શ્રી તીર્થંકર મહારાજ વગેરેને પણ જરૂરી લાગ્યું ને પાપની ટોળી જેવું ઘર છોડયું. આપણામાં પોતે વિરતિના અભાવવાળો છતાં કંઇક અણુવ્રતાદિ કરે તેમાં તો આટલું તો કર્યું છે ને ! એમ જે બોલે છે તે શું જોઈને બોલે છે? લાખના માગનારને પાંચસે આપ્યા તે આપ્યું ગણાય નહિ. મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યોગ એ ચારે આત્માના અનાદિથી વિકારો છે, તેથી જ કર્મની લાઈન આત્મામાં આવે છે અને ભોગવે છે. મોક્ષમાર્ગની બુદ્ધિએ થતો ધર્મ, ગમે તે પ્રકારે કદી થાય તો પણ તે ઇષ્ટ જ છે.
સમ્યકત્વ માટે દેવગુરુધર્મનો અધિકાર પહેલાં બતાવ્યો તે આટલા જ માટે. મિથ્યાત્વાદિ ટળે તે માટે. અવિરતિ ટાળવા માટે વ્રતપચ્ચખાણ કરવાનાં છે. લાલચે, ભવિષ્યમાં તુટી જવાનાં હોય તો પણ તીવ્ર પરિણામ ન હોય તો પણ તે કરવા જ જોઇએ. એવા કરાતાં પચ્ચખાણ પણ જો ગુણરૂપ ન હોત તો એનાથી આ લાલચના પદાર્થોની સિદ્ધિ કેમ બને?