________________
તા. ૨૬-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર
૪૦
વ્યતિરિક્ત નિક્ષેપાનો પ્રતાપ.
અપ્રધાનવીરની માફક અન્ય કોઈપણ ભાવવસ્તુ અને તેના નામાદિક નિક્ષેપા આરાધ્ય હોય તો પણ તેના વ્યતિરિકત ભેદમાં આવતો અપ્રધાન નિક્ષેપો આરાધવા લાયક ગણાતો નથી, પણ કારણ તરીકે કે ગૌણપણે આરાધ્ય વસ્તુનો સંબંધ લઇ વ્યતિરિકત નિક્ષેપો લેવામાં આવે તો તે કારણ કે ગૌણરૂપ વ્યતિરિકત નિક્ષેપો પણ ભાવનિપાની અપેક્ષાએ આરાધવા લાયક જ થાય છે. જેમકે યથાસ્થિત ભાવસાધુપણું ચારે પ્રકારના કષાયોના અભાવ સાથે મહાવ્રતના નિરતિચારપણામાં જ રહેલું છે, છતાં પ્રમત્ત ગુણઠાણે રહેલો સાધુ, મૂળ નામનું પ્રાયશ્ચિત જે અતિચારમાં ન આવે તેવા અતિચારયુક્ત મહાવ્રતવાળો સાધુ, જેના અનંતાનુબંધી આદિ પેટાભેદો કાળ આદિની અપેક્ષાએ પડતા હોય તેવા પણ સંજવલન કષાયયુક્ત સાધુ, બકુશ અને કુશીલ જેવા નિયંઠાવાળા સાધુ, અપ્રમત્તગુણઠાણેથી ખસીને પ્રમત્ત ગુણઠાણે જતા સાધુ, શાસ્ત્રોમાં સામાયિક અને છેદોપસ્થાપનયના નવસે સુધી આકર્ષો થતા હોવાથી તેવા આકર્ષમાં વર્તતો સાધુ (આકર્ષ તેને જ કહેવાય છે કે પરિણતિની અપેક્ષાએ જેમાં મૂળ વસ્તુનો સર્વથા અભાવ થઈ જાય અને ફરીથી લેવામાં આવે, અર્થાત્ આકર્ષના વચલા વખતમાં વ્યવહારવાળું કેવળ વેષધારીપણું જ છે એમ કહીએ તો ચાલે). (જ્ઞશરીર કે ભવ્ય શરીર નિક્ષેપમાં ભૂત કે ભાવિના પરિણામી કારણની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપો ગણવામાં આવે છે, તે અપેક્ષાએ જો કે આકર્ષની વખતે પણ દ્રવ્યસાધુપણું માની શકે, પણ આકર્ષની વખત ભાવસાધુપણાને લાયકનો વ્યવહાર અને વેષ હોઇ ભાવિસાધુપણાની પરિણતિ વર્તમાનમાં ન હોઇ, ભૂત અને ભવિષ્યમાં ભાવસાધુપણાની પરિણતિ થયેલી હોવાથી તે આકર્ષની સ્થિતિને વ્યતિરિકત નિક્ષેપોમાં અપ્રધાનપણાથી વ્યવહારવાળા જેવો ગણી દાખલ કરી શકાય) વળી ભાવસાધુપણાની ક્રિયાને આચારનારો હોવાથી તેને જ્ઞશરીર કે ભવ્ય શરીર તરીકે ગણી શકીએ નહિ, કેમકે જ્ઞશરીર અને ભવ્ય શરીર નામના નિપામાં ભાવનિક્ષેપાની પ્રવૃત્તિ અને વેષને વાર્તમાનિક સંબંધ હોતો નથી, પણ વ્યતિરિકત નિપામાં વેષ અને વર્તનમાં વાર્તમાનિક સંબંધ હોય છે, અને તે વાર્તમાનિક વેષ અને વ્યવહારના સંબંધને લીધે જ ભાવપરિણતિએ શૂન્ય એવા જીવને પણ ભાવપરિણતિવાળો માનનાર જીવ મિથ્યાત્વ ગુણઠાણે ગણાતો નથી; અર્થાતુ વેષ અને વર્તનના વાર્તમાનિક સંબંધ વગરના જીવને સુસાધુ તરીકે માનનારો મનુષ્ય જેમ મિથ્યાત્વ ગુણઠાણે રહેલો ગણાય તેમ સાધુના વેષ અને વર્તનના વાર્તમાનિક સંબંધવાળા જીવમાં ભાવસાધુપણું ન હોય તો પણ તેને ભાવસાધુ તરીકે માનનાર મનુષ્ય મિથ્યાત્વી ગણાતો નથી. એ સમગ્ર પ્રતાપ આ વ્યતિરિકત નિક્ષેપાનો જ છે, અને તેથીજ શાસ્ત્રોને અનુસરતી જીવાદિ તત્ત્વોની યથાસ્થિત પ્રરૂપણા કરનારા જીવો સ્વયં અભવ્ય કે મિથ્યાષ્ટિ હોય તો પણ તેઓને શાસ્ત્રકારો દીપક નામનું સમ્યકત્વ માને છે, એટલું જ નહિ પણ તેવા દીપક સમ્યકત્વવાળાથી પ્રતિબોધ પામનારા જીવો તે સાધુના વેષ અને વર્તનમાં રહેલા અને શુદ્ધ સમ્યકત્વથી રહિત એવાને સદ્ગુરુ માનવા છતાં પણ તે માનનારનું સમ્યકત્વ અવિચળ ગણાય છે, પણ મિથ્યાત્વ ગુણઠાણું ગણાતું નથી તે બધો પ્રભાવ આ વ્યતિરિકત નિક્ષેપાનો જ છે.