________________
૫૯
તા.૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર નહિ કરવાના કારણથી કેવું ભવભ્રમણ કરવું પડયું છે એ હકીકતને પણ અહીં ધ્યાનમાં લેવાથી સ્પષ્ટપણે સમજાશે કે આરાધનાના અલૌકિક ફળ કરતાં અજ્ઞજનો તરફથી અવિચળ આરંતુ દર્શનની ઉપર આવેલા આક્ષેપોનું નિરાકરણ કરવું તે સેંકડોગણું ફળ દેનારું છે. આક્ષેપબુદ્ધિનો અભાવ.
જો કે આક્ષેપોના સમાધાનની વખત આક્ષેપકારકોએ કરેલા આક્ષેપોનું સમાધાન કરવું તેટલું જ ધ્યેય હોય છે છતાં આક્ષેપકારકોને તે શાસ્ત્રષ્ટિએ આપેલું સમાધાન પણ પોતાની ઉપર કરાતા આક્ષેપ તરીકે લાગે અને તેમ લાગવાથી તેને શોક, કલેશ વિગેરે થાય તે અસંભવિત નથી, પણ આ પત્રનું ધ્યેય માત્ર આહંતદર્શનને અનુસારે સાચું સમાધાન આપવાનું હોવાથી તે આક્ષેપકોને થતા કર્મબંધમાં કે તેને થતા દુઃખમાં અમારું ધ્યેય નહિ હોવાથી અમે અમારા આ પત્રને નિર્દોષ માની શકીએ છીએ. જો એમ ન માનીએ તો કાલકાચાર્ય મહારાજે કહેલા યજ્ઞનું ફળ નરક છે એવા ઉત્તરથી દત્તરાજાને જે ઉદંડ ક્રોધ અને ઉદ્ધત પ્રવૃત્તિ થઈ તેનું કર્મ શ્રી કાલકાચાર્યને લાગ્યું એમ કહેવું પડત પણ ભગવાન કાલકાચાર્ય મહારાજ તેવા દત્ત સરખાને પણ દુઃખ ન થાય, ક્રોધ ન થાય, અનુચિત પ્રવૃત્તિ ન કરે તેમાં એનું શ્રેય છે એવી ધારણાવાળા હોવા સાથે સત્યમાર્ગના પ્રરૂપક હોવાથી તેઓને અંશે પણ કર્મ દત્ત તરફનું લાગ્યું નથી. આ પત્ર એવા વિચારવાનું તો નથી જ કે દુષ્ટ જીવો પણ શિક્ષણીય છે, પરંતુ આ પત્રના એ વિચારો તો જરૂર છે કે મિથ્યાત્વાદિ દોષોવાળા પણ પોતાના મિથ્યાત્વાદિ દુષ્ટતમ દોષોને ટાળીને સર્વાતિશય શેવધિ (નિધાન) સર્વજ્ઞશાસનની સર્વોત્તમ સરણીમાં પ્રવેશ કરી શ્રેયસ્કર માર્ગને સાધનારો થાય.
આ જ ઉદ્દેશથી આગમરહસ્ય નામના લેખમાં શ્રીનંદીસૂત્રના પ્રસંગે નિક્ષેપાના અધિકારને જણાવતાં અનેક પ્રકારના વિરૂદ્ધમતોનું સમાધાન કરવાની જરૂર દેખી છે, તેમજ વ્યાખ્યાનો, સમાધાનો કે સમાલોચનામાં પણ કેવળ ભગવાન સર્વજ્ઞદેવના શાસનની સંરક્ષણતાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, અને તેજ શાસનના અવ્યાહત માર્ગને આલંબીને કરાતા વિવેચનથી કોઇપણ મહાશયે દુઃખ લગાડયું નહિ હોય છતાં જો કોઈને દુઃખ લાગ્યું હોય તો આ પત્ર તેમાં નિરૂપાય છે, અને સર્વવાચકોને સ્પષ્ટપણે જણાવે છે કે આ પત્રનો અભિપ્રાય કોઇની લાગણી દુઃખાવવાનો નથી પણ માત્ર સર્વજ્ઞશાસનની સત્યતાના સૂર્યનો ઉદય કરવાનો છે.
જાહેર સૂચના.
અંક ૫, ૨૧ વર્ષ ૧લું; અંક ૩ વર્ષ રજાં ઉપરના અંકો જે કોઈ મોકલી આપશે તેને ડબલ કિંમત આપવામાં આવશે.
તંત્રી.