SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જગતને જેન–ની ઉમદા બક્ષીસ. જગતમાં ધર્મની જ્યોતિ, કહો કોણે જગાવી છે, અહિંસાની મીઠી ભાષા. કહો કોણે બતાવી છે ? સકલ સંસારના પાપો, શરીર પડતા ત્રિવિધતાપો, હદયના શૂન્ય સંતાપો, કહો કોણે નિવાર્યા છે ? દૂબીને શાંતતા આપી, હદયમાં પ્રેમને સ્થાપી, જીવન ઉલ્લાસથી વ્યાપી, જીવન કોણે સુધાર્યા છે ? અચળ ભક્તિ શ્રીજીનવરની, મૃદુતા દિવ્ય અંતરની, ભૂલાવી અસ્મિતા સ્મરની, કહો કોણે ઉગાર્યા છે ? ગ્રહણ મહાપાપનું કરતા, અમાર્ગે નિત્ય સંચરતા, અધમ પથથી નહિ ડરતા, હૃદય કોણે ઉજાળ્યા છે, અહિંસા સત્ય સંયમ, બતાવી તે જગત ભરને, જીવનના સાથી સાચા છે, કહો કોણે જ વાર્યા છે ? કુટીલતા દેહની દુઃખી, અમરપદ મોશને ભાખી, મીઠી તેની સુધા ચાખી, જીવન કોણે ઉજાળ્યા છે ? જગતને દીવ્ય જૈનત્વે અજબ આનંદ આપ્યો છે, પ્રભુ મહા મહાવીર ભગવાને સકલ ભવ બંધ કાપ્યો છે?
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy