________________
તા. ૧૭-૧૨-૩૩
૧૨૦
શ્રી સિદ્ધચક ઉપકારીપણાના પરિણામ અને સદ્વર્તનને આધારે કર્મનિર્જરા આદિ ફળ પામે, તેમાં કોઇપણ પ્રકારનો મતભેદ હોઈ શકેજ નહિ. યાદ રાખવાની જરૂર છે કે જૈનોએ દેવ કે ગુરુની આરાધનાથી કર્મનિર્જરા આદિ થતાં ફળો, આરાધ્ય એવા દેવગુરૂનાં આપેલાં માનેલાં નથી, પણ આરાધક મનુષ્યના તે દેવગુરૂનાં આલંબને થયેલાં શુભ પરિણામથીજ માનેલાં છે, અને જ્યારે ભાવદશાએ વિદ્યમાન એવા દેવગુરુની આરાધના, આરાધક મનુષ્યના પરિણામ આદિકને આભારી છે, તો પછી તે આરાધ્યમ એવા દેવગુરુની મૂર્તિદ્વારા એ થતી આરાધનાનું ફળ, આરાધકના શુભપરિણામને આભારી કેમ ન હોય? અર્થાત્ જેઓને સાક્ષાત્ દેવ અને ગુરુ વંદનીય, નમનીય અને પૂજનીય હોય, તેઓને તે દેવગુરુની તથાવિધમૂર્તિ પણ વંદનીય અને પૂજનીય હોવી જોઇએ.
ગ્રાહકોને અમુલ્ય લાભ. અમારા તત્વ જીજ્ઞાસુ ગ્રાહકોને દીનપ્રતિદીન અવનવા અવનવિન આગમના તત્વોનું, નહિ શ્રવણ કરેલી ગુઢતાત્વિક ફીલ્સફીનું યુક્તિપ્રયુક્તિનું અજોડ જ્ઞાન શ્રી સિદ્ધચક્ર પાક્ષિકારા અર્પવા તનતોડ પ્રયત્નો ચાલુ છે, ગત અંકથી પૂજ્યપાદ અખંડ આગમાભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ અમારી આગ્રહભરી વિનંતિ સ્વીકારી પ્રથમ શ્રીનંદી આગમ ઉપર ભૂતકાળે કદીપણ પ્રગટ ન થયેલ એવી સારભૂત અવતરણા, તેના પર અનેક તર્કવિતર્ક યુક્તિપ્રયુક્તિ સહિત સમાધાન આપવા અમારા પર મહાન ઉપકાર કર્યો છે. ચાલુ વાતાવરણના અંગે વિખવાદયુક્ત વિષયને ન ચર્ચતા, લખાણ દ્વારા વેષ અને કુસંપના બીજ ન વાવતાં, અને વર્તમાનના વિષય વાતાવરણમાં વધુ વિષ ન ભેળવતા અમારૂ શ્રી સિદ્ધચક પાકિ જડવાદના અજ્ઞાન વાતાવરણમાં જ્ઞાનનો ઉદ્યોત કરવામાં જ્ઞાનની ન્યુનતાને અંગે ફેલાતા અજ્ઞાનના સમુહનો નાશ કરવામાં અને શાસન સામે થતા અજ્ઞાન હુમલાઓની જ્ઞાનના વિકાસથી સચોટ પ્રતિકાર કરવા નિરંતર ઉદ્યમશીલ રહેશે.
છતાં કોઇને કોઇપણ જાતની શંકા ઉભવે, કાંઇપણ નવિન જાણવાની જીજ્ઞાસા થાય, વાતો કાંઈપણ અમારા તરફથી અસંતોષ, જેવું લાગે તો તુરત જણાવવા અમારી આગ્રહભરી વિનંતી છે. જુના અંકો સીલકમાં રહેતા નથી માટે નામ નોંધાવવાનું ભૂલતા નહીં.
તંત્રી.
નવિન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦, શ્રી ત્રિષષ્ટીયદેશનાદિસંગ્રહ ૦૮-૦ શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો, શાસ્ત્રીયપાઠ સહિત રૂ. ૦-૮-૦
તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રીષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો પણ અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય- ઠા. ગોપીપુરા-સુરત.