________________
તા. ૧૯-૧૦-૩૩.
શ્રી સિદ્ધચક
૪૩
૭૯૪ ઇચ્છાએ પરમપદમાં વ્યાધાત કરનારી ચીજ છે. જ્યાં સુધી સામાજીક પદાર્થોની ઇચ્છા હોય
ત્યાં સુધી મોક્ષ મળે એ શકય જ નથી. ૭૯૫ મોક્ષને રોકનારો જો આ અવનીમાં કોઈપણ હોય તો તે કર્મનો કિલ્લો છે અને તે કિલ્લાને
ભેદવામાં સમ્યગુદર્શનાદિ મહારસાયણ છે. ૭૯૬ મોક્ષના કારણો મેળવવા માટે ઈચ્છાની જરૂર છે પણ એજ ઈચ્છા જો સામાજિક કાર્યો સાથે
સબંધ ધરાવતી હોય તો તે નકામી છે. ૭૯૭ મોક્ષના કારણો-સંપૂર્ણ દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ મળી ગયા હોય તો ઇચ્છા ન હોય તો પણ
મોક્ષ થાય છે. ૭૯૮ અરિહંતો, અરિહંત તરીકે સિધ્ધો સિદ્ધ તરીકે આચાર્યો આચાર્ય તરીકે ઉપાધ્યાય, ઉપાધ્યાય
તરીકે તેમજ સાધુઓ સાધુ તરીકે આરાધ્ય છે પણ દર્શન તરીકે દર્શન આરાધ્ય નથી. ૭૯૯ ચુલો ચુલા તરીકે સાધ્ય નથી પરંતુ રસોઈના હેતુએ કરીને સાધ્ય છે તેજ પ્રમાણે જ્ઞાન જ્ઞાન
તરીકે સાધ્ય નથી પરંતુ સંવર અને નિર્જરાને લાવી આપનાર તરીકે જ્ઞાન સાધ્ય છે. ૮૦૦ જ્ઞાની અજ્ઞાની કરતા શ્રેષ્ઠ છે પરંતુ જ્ઞાની એટલા માટે જ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે કે
અજ્ઞાનીને મુકાબલે તે ધર્મમાર્ગમાં કોઇપણ પ્રવૃત્તિ કરી શકે. ૮૦૧ સંવર અને નિર્જરામાં પ્રવર્તાવવા માટે તથા આશ્રવબંધથી પાછા હઠવા માટે જે જ્ઞાન પ્રેરણા
કરે છે તે જ સાચું જ્ઞાન છે. ૮૦ર વિદ્યા પ્રસંશા કરવા યોગ્ય છે પરંતુ જો એ વિદ્યા આત્માને આત્મા ભાનથી ભ્રષ્ટ કરનારી
હોય તો એવી વિદ્યા મેળવવા કરતા તે ન મેળવવી વધારે સારુ છે. ૮૦૩ જીવ અજીવ આશ્રવબંધ સંવર નિર્જરા અને મોક્ષ એ સાત અથવા પુણ્ય પાપ મળી નવ
તત્વો; એ નવ તત્વોનું જ્ઞાન કરાવવું તે જ્ઞાનદાન છે. તે સિવાયનું જ્ઞાન તે જ્ઞાન નથી. ૮૦૪ જીવ જીવાદિકનું શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન તે સમ્યગુજ્ઞાન છે. ૮૦૫ જીવાદિકને જાણનારા શાસ્ત્રો માટે જે ઉપયોગી છે તેજ જ્ઞાનદાન છે. ૮૦૬ જે જ્ઞાન સંસાર પંથે આગળ વધવાની સલાહ આપે છે તે જ્ઞાન એ જ્ઞાન નથી જ, પરંતુ એ
અવિદ્યા છે. ૮૦૭ જીવા જીવાદિ પદાર્થો જાણવા માત્રથી સરતું નથી, પણ જાણીને તેનાથી આરાધના કરવાની
જરૂર છે.