________________
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૧૦-૨૩
ઉગતા તારા
(જૈન સાહિત્યની કથાઓને આધારે રચેલું એક સુંદર પણ કલ્પના મિશ્રિત શબ્દ ચિત્ર.)
(લેખકઃ શ્રીમાન અશોક)
શબ્દ ચિત્ર ૧ લું.
પાત્રો
(ગતાંકથી ચાલુ) ધર્મત-શ્રાવસ્તી નગરીના મહારાજા. સ્કંધક-મહારાજાનો પુત્ર. પાલક-એક પુરોહિત.
સ્થળઃ મહારાજ શ્રી ધર્મકેતુનું સભાગૃહ. સમયઃ મહારાજશ્રી ધમકતુ સભા ભરી બેઠા છે અને પોતાના પ્રધાનો સાથે રાજનીતિ વિષયક ચર્ચા ચલાવી રહ્યા છે
(પુરોહિત પાલક અંદર આવે છે.)
| (વંદન કરે છે) પાલક- (નમ્રતાથી) મહારાજશ્રીના ચરણકમળમાં પુરોહિત પાલકના વંદન હો ! મહારાજ- (આવકરા આપતાં) આવો ! પુરોહિતજી આવો ! એક સરસ્વતીના સાચા ભક્ત તરીકે
હું તમોને આવકાર આપું છું. પુત્ર સ્કંધક ! પૂરોહિતજીને ઘટિત સ્થાને બેસાડો !
(રાજકુમાર ડંધક ઉઠે છે, અને પુરોહિતને યોગ્ય સ્થાને બેસાડે છે.) મહારાજ- કહો પુરોહિતજી ! તમે મારી પાસે શું ચાહો છો. પુરોહિત- મહારાજશ્રી ! મારી ઇચ્છા મારું એક સુંદર સંગીત આપને સંભળાવવાની છે, અને જો
એ સંગીત આપને પ્રિય લાગે તો દ્રવ્યથી આ ગરીબ સરસ્વતી સેવકને સત્કારવાની મારી
વિનંતી છે. પુરોહિત- સંગીત ચલાવો ! જોઈએ તો ખરા કે તમારું સંગીત કેવું છે?