________________
૬૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૩-૩૪
એ સાંભળી કદાચ આશ્ચર્ય થશે પણ થોડા શબ્દોમાં સમાધાન શાંતિથી સાંભળો ! અભયકુમારની દીક્ષા !!
હવે જરા મગજને ઠેકાણે લાવો અને હૃદયથી વિચારો કે અભયકુમારની હયાતિમાં કોણિકની કઈ તાકાત કે શ્રેણિકનો વાળ વાંકો તે પોતે કરી શકે ? અને કોયડા તે કઈ રીતે મારી શકે !!! અભયની દીક્ષા થઈ ને બધું બન્યું, ખરું કહીએ તો ન બનવાના સર્વ બનાવો બન્યા, અભય દીક્ષા લેશે એટલે મારા રાજ્યની, મારી,મારા વૈભવની, પાટનગરની, પ્રભુતાની, અને આબરૂની પાયમાલી થઈ એ વિચાર હોય જ ક્યાંથી ? તેમજ અભયને માલુમ પણ નહોતું કે આવું બનશે. આવી શંકા તમો સર્વ સાંભળનારને થાય એ સંભવિત છે.
ચેલાને માલુમ નહોતું, ભક્તને માલુમ નહોતું પણ ગુરુને તો માલુમ હતું કે નહિ ? કહેવું પડશે કે પ્રભુ મહાવીરદેવને માલુમ હતું કે અભયને દીક્ષા દેવી એજ શ્રેણિકની બુરી દશાનું દશે દિશામાં દિગ્દર્શન !!!
જગતભરમાં તે દીક્ષાની જાહેરાત થવા માત્રથી મારી હેલના થશે. પણ હેલના કરવાવાળા આજના કોહી ગયેલા કાળજાવાળા કમનસીબો તે સમયમાં નહોતા. પ્રભુ મહાવીરનું કાળજું કેવું કે ચૌદ હજારમાં એક આવ્યો હોય તોયે શું ને ન આવ્યો તોયે શું એવું પણ ન થયું. ભક્ત રાજ્યથી ભ્રષ્ટ થશે, ખાવાપીવાના તેને ફાંફા પડશે, સો કોયડાના માર ખાવા પડશે, પરાધીનતાથી પિંજરમાં પુરાવું પડશે, આ બધું પ્રભુ મહાવીર સર્વજ્ઞ ત્રણ કાળની બીના હસ્તામલકવત્ દેખી રહ્યા છે તો શું જોઈને દીક્ષા આપી હશે ? પોતાના ભક્તના છોકરાને દીક્ષા આપી એટલે તો ખાધું એનું ખોદ્યું એ બોલે કોણ ? (સભામાંથી) અણસમજું.
ખરી રીતે તો પ્રભુ મહાવીરે કોને ત્યાં ધાડ પાડી ? (સભામાંથી) ભક્તને ઘેર. એવું તમારાથી ન બોલાય, ક્વચિત્ બોલશો કે અદ્વિતીય ભક્તને ત્યાં દીક્ષા દીધા પછી નુકશાન ન થયું હોત તો ઠીક પણ નુકશાન હદપારનું કર્યું !!!
પ્રશ્ન - તીર્થંકર તો સર્વજ્ઞ હતા પણ તમો આપો છો તે શાથી ?
.
સમાધાન - આટલું બધું નુકશાન થશે તે જાણવા છતાં પણ દીક્ષા થાય તેનો હિસાબ સર્વજ્ઞ ન ગણે તો, અમારે બે જ્ઞાનનું પુરૂં ઠેકાણું નહિં અને પ્રવૃત્તિમાં સંભવ માત્ર લાગે તેથી અમારે તો દીક્ષા આપતાં ડરવાનું કોઈપણ કારણ નથી.
એક આત્માના કલ્યાણ માટે ચારિત્ર આપ્યું અને ચારિત્ર લેનારની પાછળ રહેલ કુટુંબ કુવામાં પડે અને ડુબીને મરી જાય તેમાં અમે લેશભર ગુન્હેગાર નથી. દૃષ્ટાંત તરીકે એક છોકરો ત્રણ વરસથી લાગલગાટ નાપાસ થાય છે, માબાપ તેના હિતની ખાતર સજ્જ ઠપકો વારંવાર આપે છે, ઠપકો સાંભળી વારંવાર કંટાળે છે, અંતે છોકરો કુવામાં પડે છે, અને મરણ પામે છે તો પણ ડાહી દુનિયામાં મા-બાપ ગુન્હેગાર થતાં નથી. તેવી રીતે અમે પણ ગુન્હેગાર નથી.
સલાહ કે સત્તા
ગુન્હાને ગુન્હા તરીકે સમજ્યા નથી કરાણ એક છોકરો મેટ્રિક ભણે છે, બાપ મરી ગયો છે, ઘર