________________
તા. ૧૩-૪-૧૪
૩૨૧
૩૨૧
શ્રી સિદ્ધચક્ર પાપો કરવા માત્રથી ધર્મને અંગે નાલાયક થઈ જતો નથી. પાપો કરવા માત્રથી ધર્મને અંગે નાલાયકી ગણી લઈએ તો ધર્મની શક્તિ કઈ?
લાખો ભવોના કર્મોને મથી નાખે. ગયા ભવમાં સહીસિક્કા થઈને સીલ થયેલો તેનો આ ભવમાં રસ્તો લઈ શકીએ. જેને અંગે ક્રોધાદિક કર્યા હોય તેની માફી માગીએ તો આ ભવને અંગે સહીસિક્કા થયા નથી પણ પહેલા ભવના વેર, વિરોધ, ચોરી, વિગેરે સીલ થઈ ગયાં છે. આ ભવનું પાપકૃત્ય સીલ વગરનું છૂટું છે. ગયા ભવનાં પાપો સીલ થઈ ગયાં છે પણ ધર્મના પ્રભાવથી આ ભવનાં પાપ તોડે એમાં નવાઈ નથી પણ લાખો ભવનાં સીલ સિક્કાવાળાં પાપો તોડવાની તાકાત ધર્મમાં છે. एगदिवसंपि जीवो पव्वज्जमुवागओ, अणन्नमणो जइ नवि पावइ मुक्खं अवस्स वेमाणिओ होइ.
એક દિવસ એટલે વધારે ન કરવું તેમ નહિ પણ આટલો એક દિવસનો પણ ધર્મ આટલી તાકાતવાળો છે, જે શબ્દનો અર્થ એ જ કે એક દિવસનો પણ ધર્મ, (અહીં સર્વવિરતિરૂપ ધર્મ લેવાનો છે) કદાચ મોક્ષ ન પમાડે તો પણ નિયમા વૈમાનિકપણું પ્રાપ્ત કરાવે છે. ગૃહસ્થ ધર્મ (દશવિરતિરૂપ) તે તો ખાળે ડૂચા ને દરવાજા ખુલ્લા જેવો છે.
ગૃહસ્થ બાર વ્રતધારી પણ કીડીની વિરાધના ન કરે. મંકોડી સરખાની વિરાધના ટાળવા કુમારપાળ સરખા ચામડી કાપી નાખે છે. તેજ મનુષ્ય પોતાના બાયડી છોકરાંના કેસ વખતે બચાવવા જાય કે શિક્ષા થવા દે. પોતે માત્ર કાયાથી દયા પાળી પણ પોતાના સ્નેહીઓ, સંબંધીઓને અંગે પોતે ખોટો બચાવ કરવા તૈયાર છે. પોતે પાંચસો રૂપીયાનું નુકસાન હોય તો જૂઠું ન બોલે પણ છોકરો ચોરીના ગુનામાં સપડાયો તો બચાવવામાં પુરેપુરી કાળજી રાખે ત્યાં ચોરી કરી છે માટે શિક્ષા થવી જ જોઇએ એમ કહી ઉભો નહિ રહે. ખોટી સાક્ષીમાં ભાઇભાંડું સપડાયો હોય તો બચાવ કરવા ઉભો રહે. માત્ર પોતાના શરીરે પોતે ન કરવું.
સંસારમાં જ્યાં સુધી રહેવાનો ત્યાં સુધી એ ફરજ આવી પડવાની. અઢાર પાપસ્થાનકનું રાજીનામું તેનાથી બનતું નથી. પોતે જાતે ન કરવું તેટલુંજ જાળવે. પોતાને બ્રહ્મચર્ય હોય. છોકરો વ્યભિચાર કરતાં સપડાયો તો છોકરાને કયે રસ્તે બચાવું? અધિકારી કેમ ફોડું? સાક્ષીઓ લાવું. આથી સંસારમાં