SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫o. તા. ૩૧-૧૨-૩૩ શ્રી સિદ્ધચક રહો, પણ સંયમયાત્રામાં કુચ કરવાના ઉમેદવારો ત્યાગનેજ પ્રથમ સ્થાન આપે છે. વિચારો ! કે દેવગુરૂની સેવા, તીર્થયાત્રા, સુપાત્રદાન, ધર્મની પ્રતિજ્ઞા આ તમામ ત્યાગધર્મની આડે આવી શકતાં નથી, તો ત્યાં લૌકિક ધર્મ આડે શી રીતે આવી શકે ? અને એને આડે લાવનારને કેવા કહેવા? અગર શાસ્ત્રકારો તેવાઓની દયા ખાય તેમાં આશ્ચર્ય શું !! ભગવાન મહાવીરદેવના અભિગ્રહમાં પણ રહેલું ઉડું રહસ્ય ! ભાઈએ કરેલી ફારગતી કોર્ટમાં રજુ કરી શકાય, પણ છોકરાએ કરેલી ફારગતિ કરાય? દત્તક વાંકો ચાલે, અમુક રૂપિયા આપી ફારગતી લખાવી હોય પણ તે કોર્ટમાં રજુ ન કરાય. દત્તકને લાગતું વળગતું નથી એમ કહી શકાય નહીં. ત્યાં જો ફારગતીનો દસ્તાવેજ રજુ કરે તો તે તેનું દત્તકપણું સાબીત થઈ જાયઃ કહો કે એ ફારગતીનો દસ્તાવેજ ગળે પડે છે, તેવી જ રીતે ભગવાન મહાવીરદેવનો અભિગ્રહ કલ્યાણકારી દીક્ષાના વિરોધીને ગળે પડે છે. બીજા લોકોના કહેવા પ્રમાણે જો માબાપની રજા વિના દીક્ષા બનતીજ ન હોય તો અભિગ્રહની જરૂર શી? અર્થાત્ આજના સુધી પોતાને છોડવાના નથી, દીક્ષા લેવાનાજ નથી તો અભિગ્રહની જરૂર શી? છોકરીને દસ્તાવેજ કરી સોંપો તેનું કારણ શું? છોકરાને માટે દસ્તાવેજની જરૂર નથી. કેમકે વગર દસ્તાવેજે સીધી રીતે એ હકદાર છે. છોકરી માટે દસ્તાવેજ કરવો પડે એનો અર્થ એજ કે એ હકદાર નથી. માબાપ જીવે ત્યાં સુધી આપોઆપ દીક્ષા બનવાની નહોતી, તો પછી અભિગ્રહની જરૂર શી હતી ? કહો કે એ વખતે પણ માબાપની રજા વગર દીક્ષા થતી હતી, માબાપ કકળે, વિરૂદ્ધ હોય તો પણ દિક્ષાઓ થતી હતી તેથી આવો અભિગ્રહ કરવો પડ્યો. આ ઉપરથી પ્રભુમાર્ગના અનુયાયીઓ દીક્ષામાં રજાની આડખીલી કે પરીક્ષાની પરવા કરતા નથી. માતાનો પોતાના પર ઘણોરાગ જોઇ, પોતાના જન્મ પછી એ રાગ ઘણો વધશે એથી દીક્ષાની રજા તો નજ આપે એ ભગવાન જાણતા હતા. ભગવાન ત્રણ જ્ઞાનવાલા હતા. અભિગ્રહ કરે તો દીક્ષા નજ લેવાય, શી રીતે લેવાય આ ધ્યાનમાં હોયજ. ભગવાન ધારત તો એવો પણ અભિગ્રહ કરી શકત કે માતાર હે એજ મકાનમાં પોતે રહેવું વિગેરે પણ દીક્ષાના વિષયમાંજ ભગવાને અભિગ્રહ કેમ કર્યો? ભગવાનના અભિગ્રહથી એ સિદ્ધ થાય છે કે રજા એ એ વખતે પ્રતિબંધક નહતી. ભગવાન મહાવીરદેવે ગૃહસ્થાશ્રમ પૈકી અભિગ્રહરૂપે આચારેલ કાર્ય વિગેરે કાયદા રૂપ હોવા જોઇએ, એમ માનીએ તો જતી વખતે એમણે પોતેજ એને (સંસારની સમસ્ત કાર્યવાહીને) રાગનું કારણ જણાવેલ છે, અને રાગને તો પગલે પગલે ડગલે ને પગલે) તેઓ પોતે છોડવા લાયક કહે છે તો પછી પહેલીજ વાતને કાયદો માનવા કેમ તૈયાર થઈએ? અર્થાત્ પ્રભુવિહિત માર્ગદીપક શાસ્ત્રોમાંથી મનગમતું કાઢવાનો કે મનગમતાં સિદ્ધાંતો સિદ્ધ કરવાનો હક કોઇને પણ નથી. દીક્ષાની કેટલી જરૂર! શ્રીપ્રભવસ્વામી સોળ વરસમાં ગણધર થયા કેવી રીતે ? શ્રીઆર્યરક્ષિત ૧૧ વરસના આટલું ભણ્યા કયાંથી? આર્યરક્ષિતનું સામૈયું ખુદ્દે રાજા કરે છે, એ કેવા વિદ્વાન હશે ! નાની ઉમરમાં વિદ્યા
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy