SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧૨-૩૩ શ્રી સિદ્ધચક્ર ૧૬૩ - સમાલોચના. . તંત્રી. નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિક ને અંગે કરેલ પ્રશ્નો, અને આક્ષેપોના સમાધાનો અત્રે અપાય છે. ૧. શાસ્ત્રોમાં ગૃહસ્થોની હાજરીમાં સ્થડિલચર્યાદિની મનાઈ કરી, ને તે કરનારને પ્રાયશ્ચિતના ભાગીદાર કહ્યા છે, છતાં તે (સ્થડિલચર્યાદિ) ગૃહસ્થો ને દર્શનીય છે એમ માનનાર શું ધારતા હશે? સાવધ પરિહાર પછી સાવધપરિહારથી થતી પરીક્ષાને સાવધનો ત્યાગ કરવા પહેલાં કરવાનું કહેનારા પ્રભુમાર્ગ પ્રણીત પ્રવચન કે યુક્તિને કેમ સમજતા હશે ? આશાને પરમ માન્ય કરી ભગવાનના વર્તનને ઉત્તમોત્તમ ગણી તેનું કરવા લાયકપણું ગણનારાઓને પોતાના કદાગ્રહને પોષવા આજ્ઞા નહિં માનનારા તરીકે કહેનારા કેવા ગણાય ? અશક્તિવાળાથી સશક્તનું અનુકરણ ન હોય, પણ અનુકરણીયતા જરૂર હોય એ વાત સમજાઓને સમજવી ઘણી હેલી છે. મિથ્યાત્વી, અધર્મી, સ્વેચ્છાચારી, ઉત્સુત્રભાષી વિગેરે ખોટાં બિરૂદોને આપનારા પોતાની અવસ્થાને જોઈ શકતા નથી તે અજ્ઞાનાદિનો પ્રબળ પ્રભાવ છે. શાસ્ત્રોમાં સેંકડો સ્થાને વૈરાગ્યની ઉત્પત્તિ સાથે દીક્ષા લીધી અને દીક્ષા લીધાના દાખલા છે. “સમરાઇચકહા”ના પ્રથમભવના અધિકારમાં અગ્નિશમ જેવા વિરૂપને તાપસ દીક્ષા અપાઈ તે જૈનદર્શનનું શું અનુકરણ છે? શુભમુહર્તાદિકની જરૂરી માનવા છતાં ઉત્સાહની સર્વોત્તમતા જે આરંભ સિદ્ધિના વાક્ય મુજબ માને અને વિસંવાદિત ધાગાપંથીઓના આધારે ન રહે તેઓને મનમાન્યા ખરાબ શબ્દોથી નિંદનારા ધાગાપંથીઓના ધોરીજ હોય !! વર્તમાન શાસ્ત્રોમાંથી એકપણ દાખલો ન જણાવતાં દીક્ષા દેવા પહેલાં સામાન્ય પણે છ માસ ગૃહસ્થ પણે રાખી પરીક્ષા કરવાની વાહાત વાતોને જણાવનારા કઈ કોટીમાં હશે? ૧૦. અગ્નિશમના અધિકારમાં પરીક્ષા શબ્દજ નથી, છતાં તે જોવાનાં ચમાં જુદાં હશે ? ૧૧. કેટલાક દિવસ પછી તાપસે આચાર કહ્યો છે ત્યાં પરીક્ષા કયાંથી લેવાય? ૧૨. “અશક્તોને આચારમાં ન મુકવાનું” હોવા માત્રથી અનુકરણીયતા ઉડાવનાર વસ્તુત તત્ત્વતરંગીશિકારના આશયને સમજતો નથી. શ્રીવિજયસિંહ આચાર્યે શિખિકુમારને અનુગ્રહ કર્યા પછી કેટલા દિવસ ગૃહસ્થપણામાં રાખ્યા, ને કઈ પરીક્ષા કરી તે જણાવ્યા સિવાય તેમના પિતાની રજાથી તરત આપેલ મહોત્સવપૂર્વકની દીક્ષામાં કઈ રીતે અનુક્ત પરીક્ષાનો પ્રવેશ થયો ? ૧૪. શાસ્ત્રાધારે કરાયેલ પ્રવૃત્તિ છે એમ જાણ્યા છતાં સહસાત્કાર અને આચરાઈ ગયેલી હતી ઇત્યાદિ કહી શા માટે માયામૃષાવાદ સેવતા હશે ? ૧૫. “બાલક અને સુપરિચિત આત્માની દીક્ષાની વિધિની મર્યાદા જૂદી છે” એમ કહી શ્રીપંચવસ્તકની વિધિ ખસેડાય એ માટે શાસ્ત્રીયપાઠની જરૂર છે. ૧૯. “પરીક્ષામાં જો અયોગ્ય જણાય તો તેને દીક્ષા આપવાની ના પણ પાડી શકાય છે” આ વાક્ય પણ શાસ્ત્રીય પાઠની અપેક્ષા રાખે છે. જૈન-પ્રવચન. ૫-૩૦, ૩૧.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy