________________
તા. ૧૧-૦-૩૪
૪૪૫
શ્રી સિદ્ધચક્ર કરવાનો અધિકાર પણ કયાંથી ? માત્ર વસ્તુનું દર્શન કરાવવાનો જ એનો અધિકાર હોય છે. એ વસ્તુમાં ફેરફાર કરવો એ એના અધિકારની બહારની વસ્તુ છે. જો એમ ન હોત તો તીર્થકર મહારાજ જગતમાં અધર્મ જેવી ઝેરી વસ્તુનું નામ કે નિશાન પણ ન રહેવા દેત; કારણકે જગતના સમગ્ર જીવો માટે એમનું હૃદય દયાભીનું હતું, અને એ દયાની પવિત્ર ભાવનામાં એમણે જરૂર અધર્મને દેશવટો દીધો હોત કે જે અધર્મના કારણે અનંત જીવો અનેક પ્રકારના આધિ-વ્યાધિ-ઉપાધિ-જન્ય દુઃખોનો અનુભવ કરે છે. એમણે સંસારમાંથી પાપમય પ્રવૃત્તિને નાબુદ કરીને બધા જીવોને મોક્ષે પહોંચાડી દીધા હોત, પણ આ બધું એમની શક્તિની બહારનું હતું. એમની શક્તિ તો માત્ર વસ્તુ જાણવાની અને બીજાને બતાવવાની હતી. ધર્મને અધર્મરૂપે અને અધર્મને ધર્મરૂપે બતાવવાનું એમનાથી શકય ન હતું અને એટલા માટે જ એમણે ધર્મને ધર્મરૂપે અને અધર્મને અધર્મરૂપે બતાવ્યો છે. બંધ અને નિર્જરા.
ભલા “માસવા તે પરિવા, પરસવા તે માનવ” એટલે કે જે બંધના કારણો તે નિર્જરાનાં કારણો અને જે નિર્જરાનાં કારણો તે બંધનાં કારણો એમ જે કહેવામાં આવે છે એ માનવામાં અડચણ શી છે? મહાનુભાવો ! જો બધું આજ પ્રમાણે હોય તો બંધ કે નિર્જરા જેવી ચીજ જ કયાં રહી ? પહેલાં જે બંધનું કારણ હતું તે ઉપર કહેવા પ્રમાણે નિર્જરાનું કારણ થયું અને પાછું એ નિર્જરાનું કારણ થયું એટલે ફરી એ, ઉપરના જ સૂત્ર પ્રમાણે બંધનું કારણ થવાનું એટલે આમ પરંપરામાં એક પણ કાર્ય નહિ થવાનું, અને બંધ અને નિર્જરા બન્ને અસ્થિર રહેવાનાં અને પરિણામે એ બેમાંથી એક પણ તાત્વિક રીતે નહિ રહેવાનું. તો પછી આ સૂત્રનો અર્થ શો ? શું એ સૂત્ર ત્યારે સાચું ન માનવું ? મહાનુભાવો, એ સૂત્ર સાચું છે અને અમને માન્ય પણ છે, પણ એ સૂત્રને આમ ઉપલક દૃષ્ટિએ ન વિચારતાં સૂક્ષ્મદષ્ટિએ વિચારીને એનો ભાવાર્થ સમજવાની જરૂર છે. પહેલાં એક દષ્ટાન્તનો વિચાર કરીએઃ-એક વૈદ્ય પાસે એક ગામડીઓ ભીલ આવ્યો. એનામાં શહેરીને છાજતી સુઘડતા નથી. કેમ બોલવું અને કેમ ચાલવું એનો એને વિચાર નથી. એની આંખો દુઃખવા આવી છે. એ સર્ણ પીડામાં પીડાય છે. એ દર્દના આવેશમાં છે. એની ભાષામાં કશું ઠેકાણું નથી. વૈદ્ય પાસે આવીને એ જેમ તેમ બોલવા લાગે છે. અરે ભુંડા વૈદ્ય, તારું નખ્ખોદ જાય, તું દવા જલદી કેમ બતાવતો નથી વિગેરે. વૈદ્ય બીજા કાર્યમાં વ્યગ્ર છે. એક તો વ્યગ્રતા અને ઉપર આવા કડક શબ્દો સાંભળ્યા. એ સારાસારનું ભાન ભૂલી ગયો અને ક્રોધના આવેશમાં ભીલને કહી દીધું કે જા આંખે થોરીયાનું દુધ લગાડજે ! ઓ પ્રભુ કેવો ભયંકર ઇલાજ !