SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૧-૦-૩૪ ૫૫ શ્રી સિદ્ધચક્ર ૧૨ શ્રીદશવૈકાલિકમાં મુનિઓને મળHસારી કહી મધમાંસનો પરિહાર કરનારા જ ગણ્યા છે. વળી શ્રીસ્થાનાંગસૂત્રમાં મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયહિંસાને નરકના કારણ તરીકે બતાવતાં માંસ એટલે કુણિમના આહારને પણ નરકના કારણ તરીકે સ્પષ્ટપણે ગણાવેલ છે. વળી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં માંસાહારીને અજ્ઞાની મૂર્ણ ગણવા સાથે, નરકગામી ગણ્યા છે, માટે શ્વેતાંબર શાસ્ત્રોમાં માંસાહાર વર્જવા લાયકજ ગણ્યો છે. ૧૩ અસંખ્યસંમૂચ્છિમ ને નવ લાખ ગર્ભજ મનુષ્યોની હત્યાવાળું અબ્રહ્મસેવન છતાં જો તેને પાપરૂપ માનવાથી સમ્યકત્વ હોઈ શકે તો પછી તેના સ્થાન કુલ અને આપત્તિ પ્રસંગે અભક્ષ્યભક્ષણથી શ્રદ્ધા હોય તે સ્વાભાવિકપણે તે કાર્યને પાપરૂપ માને તો પણ સમ્યકત્વ ન જ રહે કે ન જ હોય એમ માનવામાં યુક્તિયુક્ત આગમને સ્થાન નથી. ૧૪ શ્વેતાંબરના જ શાસ્ત્રોમાં વંત્નિન્ને નામે કુલ છે. શાખાનું નામ કચ્છનરિતો નથી પણ ધ્યાના છે અને તે શાખાના શ્રીઉમાસ્વાતિવાચકજી ગણિ તત્વાર્થકાર છે. ૧૫ સં. ૨૦ ના લેખમાં લખેલ પત્તો ને અંક ૧૧માં સંમોહતો શબ્દ શ્વેતાંબરસાધુસંઘના બાર વંદનાદિક સંભોગને જણાવનાર છે. ૧૬ ઈડો સાથિયનની ૧૫ વર્ષવાળી પ્રતિમા પણ આર્યા એટલે સાધ્વીયોના નામવાળી હોવાથી તેને દિંગબરમતની મનાય જ કેમ? દિગંબરશાસ્ત્રોમાં મથુરાના સૂપનો ધસારો પણ નથી, પરંતુ તેનું બરોબર વર્ણન શ્વેતાંબર શાસ્ત્રોમાં છે. માટે તે દેવતાઈ ડૂત શ્વેતાંબરોનો જ ગણાય, વળી ભક્તિ ચૈત્યની માફક મથુરાનાં મંગલ ચૈત્યો પણ શ્વેતાંબરો માને છે. ૧૮ શ્વેતાંબરોના આવશ્યકાદિના હિસાબે વીરસંવત ૬૦૯ વિક્રમ સંવત ૧૩૯માં અને દિગંબરીય દર્શનસારના હિસાબે વિક્રમ સંવત્ ૧૩૬ એટલે વીર સંવત ૬૦૬માં મતભેદ થયો એ સ્પષ્ટ છે. છતાં વીર મહારાજની બીજી સદીમાં ભેદ કહેવો તે જુઠ જ છે. ૧૯ પુરુષ ચિહ્ન વિનાની મૂર્તિને પણ માનવાની વાત કેવળ શ્વેતાંબરોની મૂર્તિઓને ઉડાવી લેવા માટેની યુક્તિ જ છે. ૨૦ કેવલી મહારાજને આહાર અને વસ્ત્રાદિ નહિ માનવા છતાં પણ ભોગ અને ઉપભગ લબ્ધિ માનવામાં તો દિગંબરોને અડચણ નથી. ૨૧ કંજુસ આદમીને ભોગ, ઉપભોગ ન થાય, એજ અંતરાય કે અન્ય? સાધન મળવા રૂપ કાર્ય તો લાભાંતરાયના નાશથી થાય છે, સિદ્ધ મહારાજને ભોગાદિની લબ્ધિ નથી મનાતી તે પણ વિચારવું. (દિગંબર જૈનદર્શન ૧/૧૮-૧૯)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy