________________
સ્પદ
શ્રી સિદ્ધચક
તા.૧૧-૦-૩૪
* સુવા-સાગર છે
(નોંધઃ- સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધાસમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે આપીએ છીએ.
- તંત્રી.
૧૦૭૨ જ્યાં સુધી આ જીવ દુઃખપરિણામરૂપ ધન, વિષય, કુટુંબાદિકને વિષે સુખબુદ્ધિ રાખે છે તથા
સુખપરિણામરૂપ વૈરાગ્ય, તપસ્યા, ત્યાગ, સંયમમાં દુઃખબુદ્ધિ રાખે છે, અર્થાત્ આ વિપરીત વાસના ખસતી નથી ત્યાં સુધી જ આ જીવને દુઃખનો સંબંધ છે.
૧૦૭૩ જ્યારે આ જીવ વિષય, ધન, કુટુંબ માટે જે પ્રવૃત્તિ કરાય છે તે દુઃખ પરિણામ છે, તેની
નિવૃત્તિ તે સુખ પરિણામ છે વિગેરે જાણતો થશે ત્યારે સાંસારિક ઇચ્છાનો નાશ થયો હોવાથી આત્મીય સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોવાથી નિરંતર સાચો આનંદ અનુભવશે.
૧૦૭૪ જેમ જેમ પુરુષો સ્પૃહારહિત થાય છે તેમ તેમ પાત્ર થયો હોવાથી સંપત્તિઓ નજીક નજીક
આવતી જાય છે. ૧૦૭પ નિર્ભાગ્યનર જેમ જેમ સંપત્તિની ઇચ્છાઓ કરે છે તેમ તેમ સંપત્તિઓ દૂર દૂર ચાલી જાય છે.
૧૦૭૬ સ્વપ્નમાં પણ મન કે શરીરની આછી પણ પીડા ન જોઇતી હોય તો વિષયોની સ્પૃહા ના
રાખશો.
૧૦૭૭ દરેકે આત્માએ નિરંતર વિચારવું જોઇએ કે શું હું સર્વ સંગ ત્યાગ કરવામાં સમર્થ નથી?
૧૦૭૮ તીવ્ર રાગરહિત ગૃહસ્થો વિષયોમાં પ્રવૃત્તિ કરવાવાળા છતાં ચારિત્રની પ્રધાનતાવાળા દ્રવ્યસ્તરો
કરતાં ચારિત્રમોહનીયને હણીને રાગાદિક ભાવરોગની પાતળાશ કરી આત્માની શાંતિ અનુભવે છે.
૧૦૭૯ જેને ચારિત્રથી દેવલોકના વિષયો મેળવવાની વાંછા હોય તેને તો અહીં થોડા વિષયોનો
ત્યાગ કરી વધારે વિષયો મેળવી વધારે દુઃખમાં ડૂબવાનું થાય છે. પણ આથી ચારિત્રનો ત્યાગ ન કરતાં દેવલોક કે વિષયાદિકની અભિલાષા દૂર કરવી.