________________
તા.૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર પણ રીતે વધારે સારી નથી, પશુઓ ઝેરી પદાર્થોને માત્ર સુંઘવાથી પારખે છે એ શક્તિ માણસોમાં નથી. કુતરામાં એવી શક્તિ છે, કે તે જરાવારમાં શ્વાસ વડે પદાર્થના ગુણદોષ પારખી લે છે, તમારે માટે તે અશકય છે. સીકા પર રહેલી ચીજ ખારી છે, ખાટી છે, કે મીઠી છે, તે તમે પારખી શકતા નથી; પણ કીડી એ ઝપાટામાં પારકી કાઢે છે, કે અમુક ઠેકાણે મીઠી વસ્તુ મુકેલી છે. જો ઇન્દ્રિયોથી વધારે ઓછી બુદ્ધિનું માપ નીકળી શકતું હોય તો એમ કહેવાને વાંધો નથી કે મનુષ્ય કરતા પશુ બુદ્ધિમાં ચઢીયાતું છે. એક સ્પર્શનું જ ઉદાહરણ લો પોતાને અમુક વસ્તુનો સ્પર્શ થયો છે, એ પશુઓ ઝપાટમાં પારખી કાઢે છે, જ્યારે મનુષ્ય તે પારખી શકતો નથી, અર્થાત્ ઇન્દ્રિયોના વિષયોને અંગે જ ઉત્તમતા ગણાતી હોય તો માણસ ઉત્તમ નથી, પશુ ઉત્તમ છે, ત્યારે મનુષ્યને ઉત્તમ કેમ ગણવામાં આવે છે? મનુષ્ય જે માનને પામે છે, તે શાથી પામે છે, એ વિચારવું જોઇએ, જેની પાસે વધારે ચાંદી છે, જેની પાસે વધારે સુવર્ણ હોય, જેની પાસે મોતી આદિ ઝવાહીર હોય, તે માણસને તમે સન્માનને પાત્ર ગણો છો જો એ માણસ દ્રવ્યથી સન્માનને પાત્ર હોય તો હીરા મોતી વિગેરે કેટલા સન્માનને પાત્ર હોવા જોઇએ? આ બધી વસ્તુઓ જડ છે, એટલું જ નહી પણ તે આત્માને કોઈપણ રીતે ઉપયોગી થઈ શકે એવી નથી, મરણ આવીને ઉભું હોય તો હીરા કે મોતીનો ભંડાર એ મરણ અટકાવી શકતું નથી, આગ લાગી હોય તો સુવર્ણના ભંડારથી આગ શાંત કરી શકાતી નથી. અપૂર્વ તરસ લાગી હોય મીઠા પાણીનો અભાવ હોય અને પાસે ઘુઘવતા મહાસાગરમાં પાણીના મોજાં ઉછાળા મારતા હોય તો હીરાનો હાર એ ખારા પાણીને મીઠું બનાવી શકતું નથી, તો પછી મને સમજ પડતી નથી કે તમે વધારે સોનાવાળા વધારે ચાંદીવાળાને કે મોટા શ્રીમંતને સન્માન આપવાનું કેમ સમજો છો? પણ તમે જે સન્માન આપો છો, તે સન્માન દુનિયાદારીની રીતે આપી છે પણ એ સન્માન આપતાં તમે ખુબ યાદ રાખો કે તમે ખરી વસ્તુને ભુલી જાઓ છો એનો અર્થ એ છે કે દશ રૂપિયાની એક મુદ્રિકાને સાચવવા, તમે એક દશહજાર રૂપિયાનો સુવર્ણ જડેલો દાબડો રાખો છો. અર્થાત હું કહેવા માંગું છું કે બે રૂપિયાની વસ્તુ સાચવવા બારસો રૂપિયા ખર્ચીને પઠાણોની જબરી ફોજ નિભાવવા જેવું આપણે કરીએ છીએ. મૂળ વસ્તુને આપણે ભુલી જઈએ છીએ અને તેને બદલે ઉપરના દેખાવ ઉપર આપણે મોહ પામીએ છીએ, શ્રીમંત માણસને જે સન્માન અપાય છે તે સન્માન પણ આજ પ્રકારનું છે, તેના આત્મામાં મેલ રહેલો હોય, હૃદય ગમે એટલું કાળું હોય, ગમે તેવા પાપો પ્રતિદિવસ કર્યો જતો હોય તો પણ જગત તેની દરકાર કરતું નથી અને તેની પાસે પૈસા છે અથવા અધિકાર છે એટલું જ જોઇને સમાજ તેનાથી મોહ પામે છે, અને તેને બેહદ માન આપે છે,