________________
(ટાઈટલ ૪ નું અનુસંધાન) વિચારીને પ્રપંચ જલને મહત્તા આપે છે પણ તેજ માયિતાના માર્ગમાં મહાલનારા લોકો પોતે જ
જ્યારે તેવા ચાણક્યનીતિની ચતુરાઇવાળાની જાળમાં આવી જાય છે અને અચિત્તિત આપત્તિ કે ધનાદિના નુકશાનને પામે છે ત્યારે સરલતાની સુંદરતા અને માયિતાની આપાત મનોહરતાને જરૂર સમજે છે અને ચાણકયની ચંચલતાને ધિક્કારવામાં તથા સરલતાની નીસરણીને સત્યરૂપે નિરૂપણ કરવાનું ચૂકતા નથી. અર્થાતુ અનુભવની અનુપમ આંખો તેઓને તત્ત્વદૃષ્ટિની જબરી ઝાંખી કરાવે છે.
એવી જ રીતે લોકોત્તર માર્ગની અપેક્ષાએ વિચાર કરનારને સ્પષ્ટ માલમ પડે છે કે સરલતા ધારણ કરનારાના આત્માને જ નિર્મળતા મળી શકે છે અને નિર્મળતા ધારણ કરનારને જ ધર્મની પ્રાપ્તિ થાય છે, અર્થાત્ સરળતાની પ્રાપ્તિ સિવાય કોઇપણ મનુષ્ય ધર્મ પામી કે પાળી શકતો નથી અને તેથી ધર્મપ્રરૂપણાની અપેક્ષાએ માયારહિતપણાની એકારિક સ્થિતિ માનવામાં આવી છે.
આવી રીતે સરળતાનો મહિમા દરેક મનુષ્ય ચાહે તો તે વ્યવહારિક દૃષ્ટિવાળો હોઈ લૌકિક માર્ગને અનુસરનારો હોય કે પારમાર્થિક દૃષ્ટિને આરાધ્ય ગણીને લોકોત્તર માર્ગને આરાધનાર હોઇ લોકોત્તર પથનો પ્રવાસી હોય તો પણ તે ઉભયને માયાનો ત્યાગ કરવા રૂપ સરલતાની અનિવાર્ય જરૂર છે.
આજ સરલતાના પ્રભાવને લીધેજ અદેવ, અગુરુ, અધર્મને દેવ, ગુરુ, ધર્મ તરીકે માનનારા મિથ્યાત્વીને શાસકારોએ તેવી ભદ્રિકતાની અપેક્ષાએ ગુણસ્થાનકવાળા માનેલા છે. જો કે પહેલે ગુણસ્થાનેક અનન્તાનુબંધીના ક્રોધ, માન અને લોભ પણ પાતળા જ હોય છે તો પણ શાસકારોએ ભદ્રકપણાની અપેક્ષાએ ગુણસ્થાનક માનેલું છે તે માયાના હાસમય ભદ્રકપણાને જ અગ્રપદ આપીને જ કહેલ છે. ભગવાન શ્રી મહાવીરે મરીચિના ભવમાં કપિલના કરેલા ધર્મવિષયના પ્રશ્નના ઉત્તરમાં ‘ત્યપિ રૂપિ' એવો જવાબ આપી યથાર્થ પદાર્થ પ્રરૂપણારૂપી ભદ્રકતાને તિલાંજલી આપી તેનાજ પ્રભાવે કોડાકોડ સાગરોપમ સંસાર ભટકવો પડયો.
વળી કરેલા પાપની આલોયણ પણ લેવા આવેલો મનુષ્ય પણ સરલતાથી યથાર્થ આલોયણ ન લેતાં જો માયાપ્રપંચ કરી આલોયણ લે તો તેને ઘણું પ્રાયશ્ચિત આવે છે. તેટલા જ માટે આલોયણ લેનારને માટે શાસકારોએ બાલકની માફક સરલપણે જ આલોવવાનું જણાવેલ છે.
આ બધી હકીકત વિચારનારા મનુષ્ય માત્ર સરલતાને ઉત્તમોત્તમ ગણી તેને આદરવા તથા આદરેલી સરલતાને વધારવા ચાહના કરે તે સ્વાભાવિક જ છે પણ તે સરલતાનો આદર ઉપરની હકીકત વિચારનાર જરૂર કરશે પણ તે સરલતાને વધારવા માટે કયા કયા સાધનોની જરૂર છે તે વિચારવાનું અતિ આવશ્યક હોઇ તે સરલતાને વધારનાર કારણો કયાં કયાં છે, તે કેટલાં જરૂરી છે તે વિચારીએઃ
(અપૂર્ણ)