________________
પકo
શ્રી સિદ્ધચક્ર
તા.૮-૧૦-૩૪
બીજા વર્ષમાં આ પત્રે બજાવેલું કાર્ચ. સિદ્ધચક નામની સાચી સમજણ.
મારા બે વર્ષના અખંડ રીતે રહેલા ગ્રાહકો કે તે સિવાયના ગ્રાહકો મને વાંચતાં જ્યારે જ્યારે મને હાથમાં લે છે ત્યારે પ્રથમ જ મારા મથાળે શ્રી સિદ્ધચક્ર એવું નામ નિહાળે છે. અને હું ધારું છું કે તે નામ નિહાળતાં જ જૈનધર્મની રૂઢિ અને તેને માનનારાઓની મુખ્ય પ્રવૃત્તિને આશ્રીને વાંચકો જરૂર એમ માનવા દોરાય કે આ પત્રમાં અરિહંત મહારાજાદિ નવપદોનું સ્વરૂ૫, તેની સ્થાપનાની મહત્તા, તેના યંત્રનું ચિંતામણિ માફક સર્વ ઈષ્ટને પૂરણ કરવાપણું, તેની આસો અને ચૈત્રમાં થતી આરાધનાનું સ્વરૂપ, તે આરાધનાને ઈહલૌક્કિ અને પારલૌકિક એવું આનુષંગિક ફળ અને સર્વ કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટયના સ્થાનની પ્રાપ્તિરૂપ પરમ ફળ વિગેરેનું વિવેચન કરવામાં આવ્યું હશે, પણ મારા વાંચકો તે ધારણામાં જેમ સર્વથા સાચા નથી તેમ સર્વથા જૂઠા પણ નથી, કારણકે શ્રી સિદ્ધચક્રમાં સ્થાપન કરાયેલા અરિહંતાદિક નવપદોના વાચ્ય (અર્થ) રૂ૫ ભગવાન તીર્થંકર મહારાજા વિગેરે નવ પદાર્થો સિવાય જગતમાં કોઇપણ અન્ય પદાર્થ ધર્મિષ્ઠોને માટે વર્ણનીય છે જ નહિ, એટલે ધર્મિષ્ઠ પુરુષો ધર્મની લાગણીથી જેનું જેનું વર્ણન કરે છે તે તે સર્વ પદાર્થો કેટલાક શ્રી નવપદજીના સાક્ષાત્ ભેદ તરીકે હોય છે, કેટલાકો તેના પેટાભેદો તરીકે હોય છે, જ્યારે કેટલાકો તેના સાધન તરીકે કે આરાધ્યતાને સ્ફટ કરવા માટેના હોય છે. જેમ આ પત્રમાં અરિહંત મહારાજાદિના અપાયઅપગમ આદિ ગુણોનું વર્ણન કરાય તો તે નવપદમાં અરિહંતાદિકનું સાક્ષાત્ વર્ણન કહેવાય પણ વર્તમાન ચોવીસીને અંગે કે ભગવાન ઋષભદેવજીથી ભગવાન મહાવીર મહારાજ સુધીના ચોવીસ તીર્થંકરોમાંથી કોઈપણ એક કે અનેક તીર્થકરનું કે તેમના ગુણોનું વર્ણન કરાય તો તે અરિહંતના પેટાભેદનું વર્ણન થયું એમ કહેવું પડે, અને તેવી જ રીતે પુંડરિક ગણધરાદિક કોઇપણ સિદ્ધ વ્યક્તિનું કોઈપણ પ્રભવસ્વામી આદિ આચાર્ય વ્યક્તિનું, કોઇપણ ભદ્રબાહુસ્વામી આદિ આચાર્ય ઉપાધ્યાય ઉભયપણામાં રહેલા હોઈ આચાર્યપણાના વર્ણન સાથે ઉપાધ્યાયપણાનું વર્ણન, ભગવાન જિનેશ્વર મહારાજાઓના આ ચોવીસીમાં થયેલા અસંખ્ય મુનિવરોમાંથી કોઈપણ મુનિવરનું વર્ણન, સમ્યકત્વના ક્ષાયિક આદિ પાંચ પ્રકારમાંથી કોઈપણ પ્રકારના સમ્યગુદર્શનનું વર્ણન, મત્યાદિક પાંચ જ્ઞાનોમાંથી કોઈપણ એક પ્રકારના જ્ઞાનનું વર્ણન, સામાયિક આદિ ચારિત્રોના પાંચ પ્રકારોમાંથી કોઈપણ પ્રકારના ચારિત્ર કે દેશવિરતિનું વર્ણન, અણશણ આદિ બાર પ્રકારના તપમાંથી કોઈપણ એક પ્રકારના તપનું વર્ણન કરવામાં આવે તે તેના (શ્રી નવપદજીના) પેટાભેદનું