________________
તા. ૨૯-૪-૩૪
૩૪૬
શ્રી સિદ્ધચક્ર (સમ્યકત્વ પ્રાપ્તિના સમયે) પોતાના આત્માને પ્રાપ્ત થઈ શકે એવી મોક્ષની મહાન રકમ જુએ છે અને પોતાના સત્ય સ્વરૂપનું ભાન કરે છે એ વખતે એને કેવો આનંદ થતો હશે એ હવે હેજે સમજી શકાય એમ છે. જીવમાત્ર સિદ્ધસ્વરૂપ.
જીવતત્ત્વ માનવાની દૃષ્ટિએ તો મુસલમાનો અને ખ્રિસ્તીઓ પણ જીવને માને જ છે પરન્તુ આપણે માનેલા જીવમાં અને તેમણે માનેલા જીવમાં જે ફરક છે એ એક મૌલિક ફરક છે. આપણે માનેલ જીવ એ સિદ્ધનો સમવડીયો અને અવસર આવ્ય સિદ્ધ થઈ શકે એવો છે. આપણે માનેલા સંસારી જીવમાં અને સિદ્ધ થયેલ જીવમાં અંતર માત્ર એટલુંજ છે કેપહેલો કર્મથી વિંટાયેલ છે જ્યારે બીજો કર્મથી મુક્ત છે, પણ કર્મથી વિટાયેલ જીવ પણ કર્મથી મુક્ત થઈ શકે છે જ્યારે બીજાના મતોમાં જીવને ઇશ્વર સમાન શક્તિવાળો માનવામાં નથી આવ્યો. આ તફાવત એ કંઈ સાધારણ તફાવત ન ગણાય.
એ વાત સાવ સાફ છે કે જ્યાં સુધી અમુક રકમ માટે માણસને પોતાપણાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી એ રકમ મેળવવા વિગેરે માટે પ્રયત્ન ન જ કરે. એજ પ્રમાણે જ્યાં સુધી
જીવને જીવતત્ત્વનું ભાન ન થયું હોય, અનંતદશન, વીતરાગપણું, અનંતવીર્ય, અનંતસુખ વિગેરે રૂપ પોતાની રકમનું ભાન ન થયું હોય, ત્યાં સુધી એ સંસાર વ્યવહારમાં ખાવાપીવા આનંદ લૂંટવારૂપ ખાતાઓ ભરવામાં જ પોતાના સમયનો વ્યય કરે અને પોતાની સાચી રકમની ઉઘરાણી વિગેરે ન કરે એ સાવ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થઈ ત્યારે એને પોતાની સાચી રકમનું ભાન થયું અને એને લાગ્યું કે મારો આત્મા પણ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધના જીવ કરતાં કોઈપણ રીતે ઉતરતો નથી, અને આવું ભાન થવું એનું નામજ સાચી સમ્યકત્વની પ્રાપ્તિ. વિરતિઃ આત્મસ્વરૂપ.
જે લોકો જીવને માને છે તે કોઈપણ જીવને જડસ્વરૂપ કે અદર્શનરૂપ નથી જ માનતા. કેટલાક લોકો જીવને શુદ્ધ ચિદાનંદસ્વરૂપ માને છે. આ તો બધું ઠીક, પરંતુ ખરેખર મહત્વની વાત તો જીવને વિરતિસ્વરૂપ માનવામાં છે. જ્યાં વિરતિ મેળવવા માટે આતુરતા જ ન બતાવી હોય ત્યાં જીવને વિરતિસ્વરૂપ માનવાની વાતજ કયાંથી હોય ? જૈન શાસકારની જીવને વિરતિસ્વરૂપ માનવામાં જ ખાસ વિશિષ્ટતા છે કારણકે જો આત્માને વિરતિસ્વરૂપ માનવામાં ન આવે તો અભવ્ય મિથ્યાષ્ટિને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણી કષાય છે એમ ન માની શકાય, અને જો જીવને સ્વભાવે વિરતિવાળો ન માનીયે તો તેના આવરણવાળો પણ કઈ રીતે માની શકાય ? જો પ્રત્યાખ્યાનસ્વરૂપજ નથી તો પછી પ્રત્યાખ્યાનાવરણો રોકવાનું પણ કયાંથી કરી શકે ? “મૂનં નાપ્તિ હતઃ શારી" ? તેથી જો આત્માને