________________
- ૪૩૪
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક અને આ જ કારણથી ભગવાન હરિભદ્રસૂરિજી પંચવસ્તુ પ્રકરણમાં સ્પષ્ટપણે જણાવે છે કે અનંતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી મુખ્યતાએ ભાવચારિત્ર આવે છે ને તે માટે તે દ્રવ્યચારિત્રો ભાવચારિત્રોનું કારણ છે. આ જ કારણથી શીલાંકાચાર્ય મહારાજ પણ માનપૂજાની ઇચ્છાએ કે ઋદ્ધિગૌરવાદિની અપેક્ષાએ પણ કરાતી તપસ્યા અને સાધુક્રિયામાં ભવિષ્યની ઉત્તમ ક્રિયાનાં બીજ છે એમ જણાવે છે.
આ ઉપર જણાવેલી પંચવસ્તુ વિગેરેની અપેક્ષાએ કોઇપણ ધર્મક્રિયાને ભાવધર્મને નહિ સાધનાર તરીકે ગણી શકીએ નહિ, અને તેથી વ્યતિરિકતનામના દ્રવ્યનિપાના નોઆગમના ત્રીજા ભેદમાં તે તે દ્રવ્યક્રિયાઓને લઈ શકીએ નહિ, પણ ઉખરજમીનમાં વાવેલું બીજ અને પડેલો વરસાદ બીજ કે વરસાદના દોષ સિવાય માત્ર ભૂમિદોષથી જ નિષ્ફળ જાય છે, તેથી જેમ તે બીજને કે વરસાદને દૂષિત ન ઠરાવતાં તત્વજ્ઞ પુરુષો તે ઉખરભૂમિને જ દૂષિત ઠરાવે છે, તેવી રીતે ધર્મક્રિયા કદાચ અન્ય ઉદ્દેશ કે ઉદ્દેશ શૂન્યપણે કરવામાં આવે તો પણ તે ઉદ્દેશ શૂન્ય કે અન્ય ઉદ્દેશપણે કરેલી ધર્મક્રિયા કાલાંતરે ભાવધર્મને જરૂર લાવનાર હોઇ તેવી ધર્મક્રિયાને ભાવધર્મના કારણ તરીકે જ ગણવી પડે, પણ ઉખરજમીનની માફક મોક્ષપ્રાપ્તિને માટે અયોગ્ય એવા અભવ્યજીવોમાં દ્રવ્યથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મક્રિયા હોય તો પણ તે વર્તમાનમાં કે ભવિષ્યમાં પણ ભાવધર્મક્રિયાને પ્રાપ્ત કરાવી શકતી નથી. તો તેવા જીવોની અપેક્ષાએ અન્ય ઉદ્દેશથી કે શૂન્યપણે થતી ક્રિયાઓને વ્યતિરિકત નામના ભેદમાં લઇ ગયા સિવાય બીજો રસ્તો જ રહેતો નથી. શાસ્ત્રાનુસારી વ્યકિયા કયારે બની શકે?
જો કે શાસ્ત્રાનુસારિણી એવી ધર્મક્રિયા દ્રવ્યથી પણ કરવાનું ત્યારે જ બને છે કે જ્યારે મોહનીય કર્મની ૭૦ કોડાકોડ સાગરોપમની સ્થિતિમાંથી ૬૯ કોડાકોડ સાગરોપમની સ્થિતિ તૂટેલી જ હોય. જે જીવને એક કોડાકોડ સાગરોપમ કરતાં અધિક કર્મસ્થિતિ હોય તેને શાસ્ત્રકારે કર્મક્ષય અને મોક્ષપ્રાપ્તિ માટે બતાવેલી ક્રિયા અન્ય ઉદ્દેશથી કે કોઇપણ ઉદ્દેશ વગર થતી જ નથી, અને તેથી જ અભવ્ય, દુર્ભવ્ય કે મિથ્યાષ્ટિ જીવોને પણ શ્રુતસમ્યકત્વની પ્રાપ્તિ ત્યારે જ થવાનું જણાવે છે કે તેઓ કર્મની ૭૦ કોડાકોડ સાગરોપમની સ્થિતિમાંથી ૬૯ કોડાકોડ સાગરોપમની સ્થિતિ ખપાવીને ગ્રંથી નજીક આવે. અર્થાત્ કર્મગ્રંથીની પાસે આવ્યા સિવાય અનુદ્દેશે, અશુદ્ધ ઉદ્દેશે કે અન્ય ઉદ્દેશે પણ ધર્મક્રિયા પ્રાપ્ત થઈ શકતી નથી. તેથી કોઇપણ ધર્મક્રિયા શાસ્ત્રાનુસારિણી થતી હોય ત્યાં કર્મની લઘુતા માનવી પડે તે તો ફરજીયાત જ છે, અને તેવી લઘુકર્મરૂપ નિર્મળતા પામેલો જીવ હોય તો જ દ્રવ્ય થકી પણ ધર્મક્રિયાને આદરી શકે. જગતમાં પણ અનુભવાય છે કે ભવિષ્યમાં દરિદ્રપણામાં જીવન ગુજારનારો મનુષ્ય પણ જો કોઇ શ્રીમાનને ઘેર ઉત્પન્ન થાય તો તે જરૂર તેટલા કાળમાં લાભાંતરાયના ક્ષયોપશમવાળો માનવો જ જોઇએ. તેવી રીતે અહીં પણ ધર્મના ફળ તરીકે મોક્ષને નહિ પામનારો અગર ઘણા લાંબે કાળે પામનારો હોય તો પણ તેને મળેલી ધર્મકરણી તે કરણીવાળા જીવની શ્રેષ્ઠતા જણાવવા માટે બસ છે. આ જ કારણથી અભવ્ય મિથ્યાષ્ટિઓને પણ સામાન્યવ્રતની ક્રિયા, અણુવ્રતની ક્રિયા કે મહાવ્રતની ક્રિયામાં દોષભાગીપણું માન્યું