________________
૪૯૨
તા.૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર તીર્થકરો ચોવીસ, તેમાં ઋષભદેવજી અધિક કેમ?
એક ગુફામાં સેંકડો મનુષ્યો ગયા. દીવો ઓલવાઈ ગયો. બધા અંધારામાં અટવાયા. કોઈને નીકળવાનું ન દેખાયું. એવામાં કોઈ મહાનુભાવને અક્કલ સૂઝી. તેણે કાકડો કર્યો. તેના કાકડાને દેખીને બીજા ઘણાઓએ કાકડા કર્યા, આ પ્રમાણે છવીસ કાકડા સળગ્યા. બધા કાકડાના સ્વરૂપમાં ફરક નથી, છતાં ઉપકારી કોણ? પહેલો કાકડો સળગાવનાર. તેવી રીતે અઢાર કોડાકોડી સાગરોપમ ઘોર અંધારામાં પહેલવહેલો શાસનનો આદ્ય ઉદ્યોત કરનાર, દાનને દાખવનાર કોઇપણ પુરુષ હોય તો તે ભગવાન ઋષભદેવજી છે. બીજા તીર્થકરો ત્યાગ, દાન વિગેરે પ્રવર્તેલું એમાં થયા છે. ભગવાન ઋષભદેવજી સિવાય એકપણ તીર્થકર એવા નથી થયા કે જેમના વખતમાં ત્યાગની પ્રવૃત્તિ ન હતી, દાનની પ્રવૃત્તિ ન હતી. બીજી બાજુ જેના શાસનનું શરણ આપણે અંગીકાર કર્યું છે, જેના શાસનમાં આપણે ત્યાગ સમજ્યા છીએ, તે મહાવીર મહારાજની મૂળ જડ તપાસીએ તો ત્યાગની જડ તો ભગવાન ઋષભદેવજીના વખતમાં જ છે.
એક શાસ્ત્રકારનો નિયમ છે કે જે ત્યાગ લીધા પછી અખંડિત જાવજીવ રહે નહિ તે ત્યાગને દ્રવ્યત્યાગ કહેવો. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે -
उदग्रवीर्यविरहात् क्लिष्टकर्मोदयेन यद् । बाध्यते तदपि द्रव्यप्रत्याख्यानमुदीरितम् ॥१॥
તીવ્રવીર્યના અભાવથી, ભયંકર કર્મોના ઉદય વડે જે પચ્ચકખાણ બાધા પામે-તૂટી જાય તે પણ દ્રવ્યપચ્ચકખાણ કહેવાય. ભગવાન મહાવીરે મરીચિના ભવમાં જે ત્યાગ કર્યો તે દ્રવ્યત્યાગ હતો, જે ચારિત્ર લીધું તે દ્રવ્યચારિત્ર હતું. બીજી અપેક્ષાએ ભગવાન મહાવીરનો ભવ જે મરીચિ, તેમાં જે દીક્ષિત થયેલા છે, પ્રતિબોધ પામેલા છે, તે સંસારની અસારતાના જ્ઞાનથી નહિ, ત્યાગના સુંદરપણાને લીધે નહિ, પણ શ્રી ઋષભદેવજીના તીર્થંકરપણાની ઋદ્ધિ દેખીને જ, ઋદ્ધિની અપેક્ષાએ જે ત્યાગી થનારો છે, એના ત્યાગને દ્રવ્યત્યાગ કહેવો કે નહિ ? એક મનુષ્ય ભૂખ્યો થયો હોય, બીજાનું ખુન કરવા તૈયાર થયો હોય, તે વખતે કોઈ બીજો મનુષ્ય ખાવાનું આપે, તેથી તે ખુન કરવાનું છોડી દે છે, તો તે ખુનનો ગુન્હેગાર થાય કે નહિ ? નહિ. ખુન કરવાથી બચે તેથી ખુની કહેવાય નહિ; તેવીજ રીતે પાપના પોટલામાંથી તીર્થંકરની ઋદ્ધિથી કે ચાહે તેનાથી બચે, પણ પાપથી તો બચેલો જ છે. મહાવીર મહારાજના શાસનમાં આપણે છીએ, હેમચંદ્રસૂરીશ્વરજી પણ એમના શાસનમાં છે, દ્રવ્યથકી પણ બોધ અને ચારિત્ર થયાં હોય તો પણ તે શ્રી ઋષભદેવજીના પ્રતાપે.
મહાપુરુષોમાં આપણે ઋષભદેવજીના ચરિત્રને કહેવાની વધારે જરૂર છે, અને નિર્યુકિતકાર મહારાજ પણ આ જ અધિકારે શ્રી આદીશ્વર ચરિત્રનું વર્ણન કરે છે, તે ઋષભદેવજીના અધિકારમાં તેમનો પહેલો ભવ ધનાસાર્થવાહનો છે અને તેમને શ્રીધર્મઘોષસૂરીશ્વરજી
મંડાત્મકુઈ ઇત્યાદિ કહી ધર્મનું સ્વરૂપ કેવી રીતે સમજાવે છે તે અગ્રે......