SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ શ્રી સિદ્ધચક્ર તા.૧૩-૫-૩૪. મૌધારકનીસમોવકિ આગમવારે (દેશનાકાર વ / 'ભગવતી ના *Sp3 અ૮૮es. દેવપૂજા આત્મશુદ્ધિનું પ્રથમ સોપાન. શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે જીવ આ સંસારમાં અનાદિ કાળથી રખડે છે. તો જ્યારે જીવનું આ સંસારમાં રખડવું અનાદિ કાળથી કહેવામાં આવે છે તો તેનો અંત કદી પણ આવવાનો નથી; અને તેથી શુદ્ધ દેવાદિનું આલંબન લેવું વિગેરે એ બધું નકામું થાય; કારણકે ગમે તેટલો ધખધખતો અગ્નિ હોય અને પાણી પણ હાંડાઓ ભરીને હોય છતાં કોરું અનાજ સીજવવાના બધા પ્રયત્નો નકામા જ જાય છે, અને એ અનાજ કદી પણ સીજવાતું નથી. તેવી જ રીતે આ સંસાર અનાદિનો છે, અને એમાં ભટકવાનું પણ અનાદિ છે અને તેથી તેનો જો છેડો ન આવે તો શુદ્ધ દેવાદિને શા માટે માનવા-પૂજવા ? આપણે જે શુદ્ધ દેવની ઉપાસના કરીએ છીએ તે એકજ ભાવનાથી કેએમણે પોતાનું ભવ-ભ્રમણ ટાળ્યું છે અને બીજાનું ભવ-ભ્રમણ દૂર કરવાનો માર્ગ બતાવ્યો છે. ધર્મનું પાલન કરતી વખતે શરીરને તકલીફ થાય, મન માંકડા જેવું છતાં એના ઉપર કાબુ મેળવવો પડે; આ બધું જ કરવામાં આવે છે તે ભવ-ભ્રમણ ટાળવા માટે જ. જો દેવાદિક ફળ આપનારા ન હોય તો પેટમાં રહેલા બાળકની આશાએ કેડમાંના છોકરાને ફેંકી દેવાની જેમ પ્રત્યક્ષ ફળને મૂકીને પરોક્ષ ફળ માટે કોણ પ્રયત્ન કરે? તેમજ જો દેવાદિક ભવભ્રમણ ટાળનાર ન હોય તો આવતા ભવમાં આપણે કયું સુખ મેળવવા માગીએ છીએ ? કારણકે દેવાદિની ઉપાસના કરવાથી અહીંનું સુખ છોડવા છતાં જો આવતા ભવમાં પણ સાંસારિક સુખ મળતું હોય તો ઓલામાંથી ચુલામાં પડયા જેવું થાય; કારણકે અત્યારે એ જે
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy