________________
૫૩૫
તા. ૮-૯-૩૪.
શ્રી સિદ્ધચક્ર સાંભળી સીંચાણા હાથીએ તરત હલ્લવિહલ્લને નીચે ઉતાર્યા, પછી પોતે આગળ વધીને ખાઈમાં પડીને બળી મુઓ. હલ્લ તથા વિહલ્લને બળવા ન દેવા માટે જ એ ડગલું પણ આગળ વધતો નહોતો, પણ જ્યારે પોતાના માલીકને એ માટે બીજું કારણ લાગ્યું ત્યારે માલીકને બચાવી પોતે બળી મર્યો. કહો આની કેટલી કિંમત ? હાથીઓ પણ આવા શિક્ષિત હોય છે. મર્યાદા પુરતું શિક્ષણ.
એ જ રીતે મનુષ્યને અંગે શિક્ષા (શિક્ષણ)નો વિષય વિચારીએ. જેઓ અક્ષરનું, પુસ્તકોનું શિક્ષણ પામેલા હોય તેઓ જ શિક્ષિત છે એમ ન માનશો. સોની, લુહાર, સુતાર પણ શિક્ષિત ગણાય છે. વેપારી નામને, આંકને, અક્ષરને શીખે છે. કહેવાનું કે ૭૮૫=૩૫ આ ગણિતનું તથા ભાષા તથા કળાનું શિક્ષણ વ્યવહારમાં આવતી પંચેંદ્રિય જાતિમાં દરેકને જરૂરી છે તેને આધારે દરેક સોની, સુથાર કે કોઈ કારીગર કે વેપારી વિગેરે નીતિવાળાની કિંમત થાય છે પણ આ બધા શિક્ષણો કેટલી વસ્તુનો નિભાવ કરે. ઘોડા, હાથી, લુહાર, સુતાર, કડીયાને, યાવત્ મજુરને પોતપોતાને લાયકના શિક્ષણનું પરમફળ કયાં ? તેનો છેડો કયાં ? એનો છેડો, એનો ઉપયોગ કેવળ વ્યવહારી વર્તનમાં, આ જિંદગીનું જીવન ટકાવવામાં છે, ઘોડા, હાથી વિગેરેને શિક્ષણનો ઉપયોગ માત્ર આ જીવન ટકાવવા પુરતો જ છે. જેઓ આ વ્યવહાર જીવનને તાત્વિક ગણતા હોય, જેઓની ઇચ્છા વ્યવહારમાં અને આ જ જીવનમાં ખતમ થતી હોય તેને માટે આ (આટલા પુરતી) શિક્ષા બસ છે, પણ જેઓને જીવતત્વ માનવું છે, જેઓના હૃદયમાં આત્મપદાર્થ રમી રહ્યો છે, આ ભવ એ ભવચક્રનો એક આરો છે (સંપૂર્ણ નથી), એવું જેઓના અંતઃકરણમાં રમી રહ્યું છે, આત્મા જેવી કોઈ ચીજ છે એ ધારણા જેઓને હોય તેવા મનુષ્યોએ કયું શિક્ષણ લેવું પડે ? જે મનુષ્ય જેટલી દષ્ટિ પહોંચાડે તેટલીને પહોંચી વળવા જેટલું તે શિક્ષણ લે છે. દરેક મનુષ્ય પોતાની દૃષ્ટિમર્યાદા પુરતું શિક્ષણ લે છે. પ્રાચીન કાળમાં દરેકને દરેક કળા શીખવાની ફરજ પડતી હતી, આજે પોતાના કુલાચારની કળા એ જ ફરજ ગણાય છે. અધિકારી અધિકારનું, રાજા રાજ્યનીતિનું, કારીગરો કળાનું, વેપારી વેપારનું, યોદ્ધો લડાઈનું, નોકરીઓનું, માસ્તરપણાનું, નાટકનું, ગાવાનું, જાદુનું એમ દરેક પોતપોતાના કુલના ધંધાનું શિક્ષણ મેળવે એટલે પોતાને કૃતાર્થ માને છે. પ્રાચીન કાળમાં દરેક મનુષ્યને દરેક કળાનું શિક્ષણ મેળવવું પડતું હતું.
પ્રશ્ન-પ્રાચીન કાળમાં દરેક, દરેક શિક્ષણ મેળવતા એ શા ઉપરથી માનવું ? મહારાજા શ્રેણિક કેવી રીતે ઉછર્યા છે? રાજકુંવર તરીકે ! પણ મોટી ઉંમરે ફક્ત બીજા કુંવરોને ઈર્ષ્યા થાય તેથી બાપે પ્રપંચ કરીને બહાર કાઢયા છે. બીજા કુવંરો માગે કે તરત વસ્તુ આપતા, બીજા કુંવરોને માન, સન્માન આપતા. જ્યારે શ્રેણિકને ન સન્માન, ન સારું