________________
તા. ૨-૧૧-૩૩
પ૪
શ્રી સિદ્ધચક્ર આપવામાં આવ્યો છે. દેવાર્ચન, દાન, તપ, બ્રહ્મક્રિયા અને સામાયિક સાથે સંબંધ નથી. જયારે સામાયિકને આ બધા કાર્યો સાથે સંબંધ નથી, તો પછી સામાયિક એ પહેલું કાર્ય શા માટે ગણવામાં આવે છે? એવો પ્રશ્ન સહજ ઉભો થાય છે. દેવાર્ચન અને સામાયિક એ બેમાં પહેલું કોણ? એ પ્રશ્નનું નિરાકરણ કરવાની જરૂર છે !
જેઓ એમ કહે છે કે “સામાયકાવશ્યક પૌષધાનિ” એ કૃત્ય વ્યાજબી નથી, તેમણે સમજવાની જરૂર છે કે તેમની એ માન્યતા તદ્દન ખોટી છે. દેવાર્ચન, સ્નાન, તપદાન, બ્રહ્મક્રિયા, વગેરેની કરણી પહેલી ભલે ગણવામાં આવતી ન હોય પણ ઉદ્દેશની દ્રષ્ટિએ સામાયિકનું સ્થાન કયાં એનો જો વિચાર કરીએ તો તેનો જવાબ એકજ મળે છે કે ઉદેશની દ્રષ્ટિએ તો સામાયિકનું સ્થાન સૌથી પહેલાં છે. સામાયિકમાં પૂજાનો ઉદ્દેશ રહેલો નથી પરંતુ પૂજામાં સામાયિકનો ઉદ્દેશ પ્રત્યક્ષ વા પરોક્ષ રીતે પણ રહેલો છે. દરેક ક્રિયા કરવામાં ક્રિયાની સફળતા અને મહત્તાનો આધાર માત્ર કાર્ય ઉપરજ નથી પરંતુ તેના ઉદ્દેશ ઉપરજ એ આધાર અવલંબેલો હોય છે. ક્રિયા કરવામાં પણ મૂખ્યતા તો હંમેશા ઉદ્દેશનીજ હોય છે. દેવાર્ચન કરવમાં આવે છે તે શા માટે કરવામાં આવે છે? જવાબ એ છે કે સામાયક માટે. આ ઉપરથી એમ તરત જણાઈ આવે છે કે જેનો સર્વવિરતિ સામાયિકનો ઉદ્દેશ ન હોય તેની દેવપૂજા એ દ્રવ્યપૂજામાં પણ સ્થાન પામી શકતી નથીજ. દેવપૂજા કરવામાં આવે છે તે એટલાજ માટે નથી કે એ રીતે પૂજાનો બદલો મનગમતો મળે અને પૂજા કરનારને સાંસારિક લાભો મળતા રહે; જો કે અનાજનો ઇચ્છુક ખેડુત બી વાનધારાએ અનાજ ને ઘાસ મેળવે છે પણ ઘાસ મેળવવાનું ધ્યેય નથી. અથાત્ દેવપૂજામાં વિશ્વની જડ વસ્તુઓ પામવાનો ઉદ્દેશ શાસ્ત્રકારોએ રાખ્યો નથી. સામાયિક, આવશ્યક, પૌષધ ઇત્યાદિમાં પણ તે ઉદ્દેશ રહેલો નથી. સામાયિક પૌષધાદિમાં જો કોઇપણ ઉદ્દેશ હોય તો તે માત્ર આત્મ કલ્યાણનો જ છે. અને આત્મ કલ્યાણની સીધી સામગ્રી સામાયક આવશ્યક પૌષધ ઈત્યાદિમાં હોવાથીજ બધા અનુષ્ઠાનોમાં તેનું અગ્રસ્થાન છે. પૂજાના પ્રકાર
પૂજા મૂખ્યતાએ ચાર પ્રકારની છે. પુષ્પાદિઅંગ પૂજા, ધુપાદિ અગ્રપૂજા, સ્તુતિસ્તવ પૂજા, પ્રતિપતિપૂજા, આત્માને દેવાધિદેવની સ્થિતિમાં વર્તાવવો, તે રાગદ્વેષને ક્ષીણ કરવા, પૌદ્ગલિક રમણતા ઓછી કરવી, આવો વિચાર કરવો અને તે ભાવમાં આત્માને પ્રવર્તાવવો તે પ્રતિપત્તિપૂજા છે. આ રીતે આત્માને દેવાધિદેવરૂપે પ્રવર્તાવવો તે પ્રતિપત્તિપૂજા છે પરંતુ દેવાધિદેવસ્વરૂપે પ્રવર્તાવવો એટલે શું તે જરા સમજી લેજો. દેવાધિદેવોએ લગ્નો કર્યા, યુદ્ધો કર્યા, રાજ્યો કર્યા માટે આત્માને પણ એ રૂપમાં પ્રવર્તાવવો એ પ્રતિપત્તિપૂજા નથી પરંતુ દેવાધિદેવોએ કર્મના ક્ષયથી જે ક્ષાયિકભાવ મેળવ્યો અને તે વડે જે આત્મભાવ પ્રકટ કર્યો તેવો આત્મભાવ પ્રકટ કરવો એ પ્રતિપત્તિ પૂજા છે. પ્રતિપત્તિપૂજાનો આ અર્થ જોયા પછી તમે એ વાત કબુલ કરશો કે સામાયિક, પૌષધ આદિ પ્રતિપત્તિ પૂજા નથી. સામાયિકાદિ જે કાંઈ કરવાના છે તે ક્ષાયિક ભાવના ઉદ્દેશથીજ કરવાના છે અને જ્યાં એ ઉદ્દેશ છોડી દેવામાં આવે છે કે તરતજ સાધ્ય ન અનુસરતી પરિણતિ બગડી જાય છે. ક્ષાયિક ભાવનો ઉદ્દેશ છે તોજ પ્રતિપત્તિપૂજામાં પ્રતિપત્તિત્વ રહેલું છે.