________________
૩૧
તા.૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર એમ ન હોય તો પૂર્વ દિશા સન્મુખ જ તીર્થંકરનું બેસવું થાય છે એમ જાણનારા અને દેખનારા જીવો નૈઋત્ય અને વાયવ્ય ખુણામાં કોઇપણ પ્રકારે બેસી શકત નહિ. અન્ય પુદ્ગલથી નિષ્પન્ન થયેલ એવું પ્રતિબિંબ જ્યારે મૂળ પર્યાયવાળી વસ્તુની માફક દર્શનીય, પૂજ્ય અને આરાધ્ય હોય તો પછી મહાપુરુષના ગુણોને લીધે દશ્યપણે જે શરીરની સેવા ભક્તિ કરી હોય તે શરીર ચેતના રહિત થાય તો પણ તેમાં દર્શનીયતા આદિ ન રહે એમ કેમ માની શકાય? કેમકે જ્ઞાનાદિક ગુણો જો કે આત્મામાં રહેવાવાળા હોય છે તો પણ તે જ્ઞાનાદિક ગુણોવાળો આત્મા કથંચિત અભેદપણે શરીરમાં રહેલો હોવાથી જ્યારે જ્યારે ગુણવાન આત્મા જોવાનો અને ઓળખવાનો પ્રસંગ પડ્યો ત્યારે ત્યારે તે શરીરધારા એજ તે આત્માને દેખ્યો, માન્યો, આરાધ્યો હતો. એટલે આત્માની સ્વતંત્ર આરાધના કોઈ દિવસ કોઈ ભક્તથી થતી નથી. જે કોઈપણ જ્ઞાનાદિયુક્તપણાને લીધે આરાધના થાય છે તે જ્ઞાનાદિવાળા આત્માના આધારભૂત શરીર દ્વારા એ થાય છે, અને તેથી જ ગુણવાન આત્માના ગુણોનું સ્મરણ, બહુમાન વિગેરે શરીરદર્શન દ્વારા એ જ કરી શકાય અને કરેલું હોય છે. વાસ્તવિક રીતિએ ગુણવાનોના ગુણો એ આરાધકમાં કલ્યાણ કરનારા જેટલે અંશે છે તેના કરતાં અધિક અંશે તે ગુણોનું જ્ઞાન, સ્મરણ અને બહુમાન કલ્યાણ કરનારા હોય છે, અને ગુણવાન આત્માના આધારભૂત શરીરને દેખવાથી તે ભાગ્યશાળી આત્માના જ્ઞાનાદિક ગુણોનું સ્મરણાદિ થઈ આરાધક બને તેમાં આશ્ચર્ય નથી, અર્થાત્ સચેતન એવા આરાધ્ય પુરુષના દર્શનાદિથી તેના સમ્યગદર્શનાદિ ગુણોનું જેમ જ્ઞાનાદિ થઈ આરાધકપણું થાય છે તેવીજ રીતે ચેતના રહિત એવા પણ મહાપુરુષોના શરીરને દેખવાથી તેમના સમ્યગુદર્શન આદિ ગુણોનું જ્ઞાનાદિ થાય અને તેથી કલ્યાણ સાધનારો મનુષ્ય તેવા કલેવરને પણ આરાધ્ય ગણે તેમાં આશ્ચર્ય નથી. પરમાર્થથી જ્ઞાનાદિ ગુણોના જાણવાપણા આદિથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને તે માત્ર આરાધક આત્માના પરિણામને આશ્રીને બને છે, અને તેના પરિણામ ચેતનાવાળા મહાપુરુષના શરીરને દેખીને કે ચેતના વગરના શરીરને દેખીનેજ કેવળ બને છે એમ નહિ પણ સચેતન કે અચેતન એ બેમાંથી એક પ્રકારનું શરીર ન દેખવામાં આવે અને અન્ય કોઈપણ કારણથી આરાધવા લાયક ગુણોનું જ્ઞાનાદિ થાય તો પણ આરાધના બની શકે છે, પણ આલંબન વિના જેમ પ્રાથમિક દશામાં ધ્યાનની ધારા થઈ શકતી નથી તેમ સામાન્ય પુરુષોને સચેતન કે અચેતન શરીર જેવા આલંબન સિવાય આરાધવા લાયક ગુણોના જ્ઞાન, સ્મરણ અને આરાધનાદિ બની શકતા નથી. માટે સચેતન કે અચેતન બંને પ્રકારના મહાપુરુષના શરીરો સમ્યગુદર્શનાદિના જ્ઞાન વિગેરેમાં આલંબનભૂત બને છે, અને તેથી આરાધ્યતમ એવા મહાપુરુષના અચેતન એવા પણ શરીરને દેખીને તેના સમ્યગુદર્શનાદિ ગુણો યાદ આવતાં તે અચેતન શરીર તરફ પણ કારણતાની બુદ્ધિએ નોઆગમ દ્રવ્યનિક્ષેપોમાંની પૂજ્ય ભાવના રહે છે તે અનુભવ સિદ્ધ છે. જો કે મહાપુરુષની કરવામાં આવેલી સ્થાપનામાં મહાપુરુષના ગુણોનું આરોપણ હોય છે તેવીજ રીતે મહાપુરુષના અચેતન શરીરમાં પણ આરાધ્ય