________________
૪૮૪
શ્રી સિદ્ધચક
તા.૧૦-૮-૩૪ શરીરની જ મુખ્યતા લેવામાં આવી છે એમાં બે મત થઈ શકે તેમજ નથી, પણ તે જ્ઞશરીર, ભવ્ય શરીર દ્રવ્યનિપામાં લેવામાં આવેલી શરીરની ગણત્રી તે શરીર તરીકે નહિ, પણ શરીર અને આત્માનો જે કથંચિત્ અભેદ સ્વભાવ છે તેને અનુસરીને આત્માની માફક તે શરીરને મુખ્ય ભાવવસ્તુના પરિણામી કારણ તરીકે લઈને જ્ઞશરીર, ભવ્ય શરીર નિપાઓ કરવા પડે છે, અને આજ કારણથી એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખ નામગોત્ર એ નામના ત્રણ ભેદો દ્રવ્યનિપાને અંગે ભવિષ્યના આખા ભવની અપેક્ષાએ લેવામાં આવે છે, પણ તે અહીં લીધા નથી. અહીં તો જ્ઞશરીરપણું એ જાણકારના મરણ પામ્યા પછી તેના શરીરની ઓળખ રહે ત્યાં જ સુધી લેવામાં આવે છે, અને ભવ્ય શરીરપણું ગર્ભમાં આવવાના કે જન્મના સમયથી જ લેવામાં આવે છે. ભૂતકાળના ભવની અંદર બનતું એકભવિક આદિપણું વર્તમાન ભવની અપેક્ષાએ પરિણામી કારણ તરીકે લઈએ તો ભવ્ય શરીર તરીકેનો નિક્ષેપો ગણી શકીએ, પણ વિશેષ કરીને તે એકભવિક આદિ અવસ્થાને વ્યતિરિકત ભેદમાં દાખલ કરવો સુગમ પડશે.
ઉપર જણાવ્યા પ્રમાણે શરીર અને આત્માનું કથંચિત્ અભેદપણું ગણી સચેતન અને અચેતન શરીરને પરિણામી કે ઉપાદાન કારણ માની જ્ઞશરીર કે ભવ્ય શરીર નામના દ્રવ્યનિક્ષેપામાં લઈ જઈ શકીએ, પણ ત્રિલોકનાથ જિનેશ્વર ભગવાન કે તેમની પ્રતિમા વિગેરેની સ્નાત્રાદિકથી કરાતી પૂજા અતીત કે અનાગત કાળમાં પરિણામી કારણ ન બનવાથી તેને વ્યતિરિકત નિપામાં જ દાખલ કરવી પડશે.
જો કે ત્રિલોકનાથની આજ્ઞાપાલનરૂપ કે સંયમ અનુષ્ઠાનરૂપ ભાવપૂજાની પ્રાપ્તિને માટે કરાતી સ્નાત્રાદિક સાધનોવાળી પૂજા તે દ્રવ્યપૂજા ત્યારે જ કહેવાય છે કે જ્યારે પૂજન કરનારો ભવ્ય આત્મા આવી આગળ જણાવીએ છીએ તેવી સર્ભક્તિપૂર્વક જ ત્રિલોકનાથની સ્નાત્રાદિક દ્વારાએ પૂજા કરે. પૂજકની સદ્ભક્તિ તે જ દ્રવ્યપૂજાનું પણ ખરું સાધન.
દ્રવ્યપૂજાથી પૂજનાર પણ ભવ્ય આત્માએ પૂજા કરવાના વિચારની સાથે જ ત્રિલોકનાથને અંગે આવા વિચારો કરવા જોઇએઃ-૧ આ ત્રિલોકનાથ જિનેશ્વર ભગવાન પોતાના આખા ભવમાં કોઇના પણ ઉપકાર તળે દબાતા નથી. જિનેશ્વર ભગવાન જન્મથી જ સ્વતંત્ર અપ્રતિપાતી મતિ, ચુત અને અવધિ એવા ત્રણ જ્ઞાનવાળા હોય છે. સંયમની પ્રાપ્તિ પણ તેઓશ્રીને બીજા કોઈપણ ઉપદેશ આપે તેથી હોતી નથી, પરંતુ તેઓના પોતાના આત્મા થી જ સંયમ લેવાની ભાવના થાય છે.
(અપૂર્ણ)