________________
- શ્રી સિયક -
(પાક્ષિક)
- ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂ. -૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપ પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોહારક.” દ્વિતીય વર્ષ. 0 મુંબઈ, તા. ૧--૩૪ ગુરુવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૧૧ મો. }
૧ વિકમ , ૧૯૯૦
ફાગણ સુદ ૧૫
૦ આગમ-
રર. ભાવદયાનું સ્વરૂપ
આસ્થાને એ પણ યાદ રાખવાની જરૂર છે કે અત્યંત દુઃખે ઘેરાયેલો મનુષ્ય કે કોઈપણ પ્રાણી ખરાબ વિચારોમાંજ હોય અને તેવા ખરાબ વિચારોની વખત મરણ પામતો પ્રાણી ભવિષ્યની ખરાબ જિંદગીનેજ મેળવે અને મરણ પામતા પ્રાણીને ખરાબ જિંદગીમાં ધકેલનાર ખરી રીતે તે મારનારોજ થાય છે, અર્થાત્ રીબાતા પ્રાણીને મારવાથી ફાયદો કહેનાર મનુષ્ય આત્મા, કર્મ કે જન્માંતર ન માને તો જ રીબાતા પ્રાણીને મારવામાં ફાયદો કહી શકે, પણ જો તે મનુષ્ય આત્મા, પરભવ કે કર્મને માનતો હોય તો કોઈપણ પ્રકારે રીબાતાને મારવામાં ફાયદો કહી શકે નહિ. જે મનુષ્ય આત્મા, પરભવ ને કર્મ માનતો હોય તે મનુષ્ય જો રીબાતાને મારવામાં ફાયદો માને તો તેની અપેક્ષાએ સુખી પ્રાણીઓને મારવામાં વધારે મોટો ફાયદો માનવો જોઇએ, કારણકે મોટે ભાગે સુખી પ્રાણીઓ ઉદાર અને સંતોષ પરિણામમાં હોય છે અને તેવા ઉદાર અને સંતોષ પરિણામવાળા પ્રાણીઓ તેવી અવસ્થામાં જો મરણ પામે તો ઘણે ભાગે સદ્ગતિના ભાગી થાય છે, અને તેથી તેવી સુખી અવસ્થામાં તે સુખીઓને મારનારો તેની આવતી જિંદગીને ઘણી સારી કરી દે છે તો તે આવતી જિંદગી સારી કરવાનો ઉપકાર કાંઈ નાનો સુનો ગણાય નહિ, અને તેથી રીબાતાને મારવામાં લાભ ગણવાની અપેક્ષાએ તેઓને સુખીઓને મારવામાં વધારે લાભ ગણવો પડશે. વસ્તુતઃ નથી તો સુખીપણાની